ગુજરાત, અમદાવાદ | સપ્ટેમ્બર ૨૦૨૫: સુપ્રસિદ્ધ લોકગાયિકા એવા દિવ્યા ચૌધરીના ગરબા ‘શક્તિ સંધ્યા સીઝન3’ માં હાલ ખેલૈયાઓનો ભારે ઝમાવડો થઈ રહ્યો છે. આશરે 10હજારથી પણ વધારે ખેલૈયાઓ ચોથા અને પાંચમાં નોરતે ગરબે ઝુમવા પહોંચી ગયા હતા. દિવ્યા ચૌધરીના સુર દ્વારા ‘શક્તિ સંધ્યા સીઝન3’ના ગરબા સફળ રીતે પ્રયાણ કરી રહ્યાં છે. અને ખેલૈયાઓ મનમુકીને મોડી રાત સુધી ગરબે ઝુમતા થાકતા નથી. ” ‘શક્તિ સંધ્યા સીઝન3′” દ્વારા કરાયેલ સુંદર આયોજનથી નાના મોટા સૌ મા અંબાના ગરબા રમીને બીજા દિવસે વહેલા આવી જતા હોય છે. પાર્કિંગની સુંદર સુવીધા સાથે વિશાળ ક્રિકેટ ગ્રાઉડમાં રમતા ખેલૈયાઓને જોઈ સૌ કોઈના મન થનગની ઉઠે છે.
હેપ્પી હોસ્ટ પ્રિયંક દેસાઈએ પોતાના સુંદર અવાજ અને મૉડર્ન ગુજરાતી શૈલીમાં વૈવિધ્યપૂર્ણ વાતો સાથે શક્તિ સંધ્યાના ગરબાની શરૂઆત કરાવી, ખેલૈયાઓમાં ઉત્સાહ જગાવ્યો હતો.
