Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એબોટ્ટનો ‘ પ્રોજેક્ટક્ષીરસાગર:’ ભારતના ડેરી ખેડૂતોને સક્ષમ બનાવતા અને સ્થાનિક દૂધ પુરવઠાને ટેકો આપતા

”પ્રોજેક્ટ ક્ષીરસાગર”નો હેતુ આંતરમાળખાઓમાં સુધારો અને ડેરી ફાર્મ વ્યવસ્થાપન અને બિઝનેસ પ્રેક્ટીસિસ સાથે ભારતીય ડેરી ખેડૂતોને ટેકો આપતી સ્થિતિસ્થાપક અને વૈવિધ્યરૂપી પુરવઠા શ્રૃંખલાનું સર્જન કરવાનો આશય છે.

  • આ પહેલ 12,000 ડેરી ખેડૂતો અને 51,000 ડેરી પ્રાણીઓ સુધી પહોંચે છે, જે ખેડૂતોની આવકને બમણી કરે છે અને પ્રોજેટના સમયગાળા દરમિયાન દૂધના ઉત્પાદનમાં 55%નો વધારો કરે છે.
  • ભાગ લેતા ખેડૂતો ભારતમાં એબોટ્ટની પોષણયુક્ત પ્રોડક્ટ્સ માટે 60% દૂધનો પાવડર પૂરો પાડશે, જે વિજ્ઞાન આધારિત પોષણ પર નિર્ભર છે તેવા પરિવારોને લાભકારક નીવડશે

મુંબઇ, ભારત | ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫: સારું પોષણ ગુણવત્તાયુક્ત ઇનગ્રેડીય્ન્ટસ સાથે શરૂ થાય છે. ભારતમાં પોષણયુક્ત પ્રોડકટ્સની માંગને પહોંચી વળવા સહાય કરવા માટે એબોટ્ટએ ઉચ્ચ ગુણવત્તાવાળા દૂધના નિર્ભર પુરવઠા માટેની જરૂરિયાતને ઓળખી કાઢી છે. 2022માં એબોટ્ટએ “પ્રોજેક્ટ ક્ષીરસાગર” લોન્ચ કરવા માટે આંતરરાષ્ટ્રીય બિન નફાકારક સંસ્થા ટેકનોસર્વ સાથે ભાગીદારી કરી હતી– આ પ્રોજેક્ટ ભારતમાં એક વિભાજિત મૂલ્ય પહેલ છે અને તે ડેરીના ખેડૂતોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ પહેલનો હેતુ ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવવાનો અને દેશમાં ટકાઉ કાચી દૂધ પુરવઠા શ્રૃંખલાનું સર્જન કવા માટે તેમને સક્ષમ કરવાનો છે. આજે એબોટ્ટ આ પહેલે જે ખેડૂતો એબોટ્ટની પોષણયુક્ત પ્રોડક્ટ્સ પર નિર્ભર છે તેવા ભારતીય ખેડૂતો અને પરિવારો પર કેવી સકારાત્મક અસર કરી છે તેની માહિતી આપે છે.

મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાં શરૂ કરાયેલ, પ્રોજેક્ટ ક્ષીરસાગર ખેડૂતોને બેંક ખાતા ખોલવામાં, રોજગારની તકો મેળવવામાં અને નાણાકીય સાક્ષરતા અને ડેરી ફાર્મ મેનેજમેન્ટમાં તાલીમ મેળવવામાં મદદ કરીને તેમના વ્યવસાયને વધારવામાં મદદ કરે છે. આ કાર્ય ભારતમાં ડેરી ખેડૂતોને ટેકો આપવા માટે છેલ્લા દાયકામાં અમલમાં મુકાયેલા અગાઉના પ્રોજેક્ટ્સ પર આધારિત છે.

એબોટ્ટ અને ટેક્નોસર્વ ખેડૂતો સાથે મળીને દૂધ ઉત્પાદન સુધારવા અને તેમને પૌષ્ટિક પશુ આહાર પૂરો પાડવા અને પશુપાલન પદ્ધતિઓ સુધારવા માટે માર્ગદર્શન આપે છે. આ કાર્યક્રમે વિશ્વસનીય કોલ્ડ સ્ટોરેજ માટે 130 ગામ-આધારિત દૂધ સંગ્રહ કેન્દ્રો સ્થાપ્યા છે, જેનાથી ખેડૂતોને ગુણવત્તાયુક્ત દૂધ પહોંચાડવાનું અને તેમની આવક વધારવાનું સરળ બને છે.

”આ પહેલ સ્થાનિક ખેડૂત સમુદાય તેમજ એબોટ્ટના પોષણયુક્ત ઉત્પાદનો પર આધાર રાખતા પરિવારોને લાભ આપે છે.” એમ કહેતા ટેક્નોસર્વ ઇન્ડિયાના કન્ટ્રી ડિરેક્ટર જોયદીપ દત્તાએ ઉમેર્યું હતું કે,”પ્રમાણિત ડેરી પદ્ધતિઓ અપનાવીને, ભારતીય ખેડૂતોએ દૂધની ગુણવત્તા અને ઉત્પાદકતામાં સુધારો કર્યો છે – સાથે સાથે તેમની આવકમાં વધારો કર્યો છે અને મૂલ્યવાન જ્ઞાન મેળવ્યું છે.”

અત્યાર સુધી, એબોટ્ટએ 12,000થી વધુ ડેરી ખેડૂતોને જોડ્યા છે, જેનાથી વધુ ટકાઉ પુરવઠા શ્રૃંખલા બનાવવામાં આવી છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય શ્રેષ્ઠ પ્રથાઓ લાગુ કરીને, એન્ટિબાયોટિકનો ઉપયોગ ઘટાડીને અને 1000થી વધુ ખેતરોમાં પશુ સંભાળના ધોરણોને સુધારીને લગભગ 51,000 ડેરી પ્રાણીઓને લાભ આપવાનો છે. આ પહેલથી પ્રોજેક્ટ દરમિયાન પશુચિકિત્સા ખર્ચમાં 60% ઘટાડો થયો છે અને દૂધ ઉત્પાદનમાં 55% વધારો થયો છે.

“પ્રોજેક્ટ ક્ષીરસાગર એ ટકાઉ અને સ્થિતિસ્થાપક કાચા દૂધ સપ્લાય ચેઇન બનાવવાના એબોટ્ટના પ્રયાસોનો એક ભાગ છે,” એમ કહેતા ભારતમાં એબોટ્ટના પોષણ વ્યવસાયના સપ્લાય ચેઇન ડિરેક્ટર શિબાશીષ પ્રમાણિકએ ઉમેર્યું હતું કે ”આ પહેલ કૌટુંબિક વ્યવસાયોને સફળ થવામાં મદદ કરે છે અને ભાવિ પેઢીઓ માટે તકો ઊભી કરે છે. તે એબોટ્ટને અમારા પોષણયુક્ત ઉત્પાદનો માટે સ્થાનિક રીતે ઉચ્ચ-ગુણવત્તાવાળા દૂધનો સ્ત્રોત મેળવવાની પણ મંજૂરી આપે છે. અમે આ કાર્યક્રમમાં ખેડૂતો પાસેથી અમારા દૂધ પાવડરની જરૂરિયાતોનો 60% હિસ્સો મેળવવાની અપેક્ષા રાખીએ છીએ, જે અમારા પોષણ વ્યવસાય અને અમારા ઉત્પાદનો પર આધાર રાખતા પરિવારોમાં વાસ્તવિક મૂલ્ય ઉમેરશે.”

આ પહેલ ભારતમાં ટકાઉ અને સ્થિતિસ્થાપક ડેરી પુરવઠા શ્રૃંખલા બનાવવા માટે એક મુખ્ય પગલું છે. વ્યૂહાત્મક સહયોગ, શિક્ષણ અને લક્ષિત રોકાણ દ્વારા, એબોટ્ટ ભારતમાં આજીવિકામાં વધારો કરી રહ્યું છે અને કૃષિ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપી રહ્યું છે જે ખેડૂતો, પ્રાણીઓ અને ગ્રાહકો બંનેને લાભ આપે છે.

Related posts

ટોયોટા કિર્લોસ્કર મોટરે અમદાવાદમાં ડીજે ટોયોટાના નવા શોરૂમના ઉદ્ઘાટન સાથે પશ્ચિમ ભારતમાં તેની હાજરીનું વિસ્તરણ કર્યું

truthofbharat

ફોર સીઝન ઇવેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ,રિષભ જ્વેલર્સ, આર.એસ.ગ્રૂપ તેમજ સિદ્ધિવિનાયક ઇવેન્ટ અને હોલિડે દ્વારા અમદાવાદમાં એક સાથે ૪ જગ્યાઓ પર નવરાત્રિની રમઝટ બોલાવાશે

truthofbharat

નારાયણા બિઝનેસ સ્કૂલે તેની 25મી વર્ષગાંઠની ઉજવણી કરતાં પદવીદાન સમારોહમાં 540થી વધુ ડિગ્રીઓ એનાયત કરી

truthofbharat