Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શ્રી ધામ બરસાનામાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથામાં શ્રી માતાજી ગૌશાળા માટે અઢળક દાન

મનોરથી પરિવાર દ્વારા રૂપિયા ૫ કરોડ ૪ લાખ અને શ્રી મોરારિબાપુચિત્રકુટધામ દ્વારા રૂપિયા ૫ લાખ દાન

તલગાજરડા | ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫: શ્રી ધામ બરસાનામાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથામાં શ્રી માતાજી ગૌશાળા માટે અઢળક દાન પ્રાપ્ત થઈ રહ્યું છે. મનોરથી સંઘવી પરિવાર દ્વારા રૂપિયા ૫ કરોડ ૪ લાખ અને શ્રી મોરારિબાપુચિત્રકુટધામતલગાજરડા દ્વારા રૂપિયા ૫ લાખ દાન થયેલ છે.

મથુરા પાસેના શ્રી ધામ બરસાનામાં શ્રી માતાજીગૌશાળા સેવાર્થે ગત શનિવારથી શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા’માનસ ગૌસુકત’ ગાન થઈ રહ્યું છે. શ્રી રમેશબાબાજી મહારાજ આ ગૌશાળાનાં પ્રતિષ્ઠાપક રહ્યાં છે, જ્યાં ૬૫ હજારથી વધુ ગૌધનનું સેવા કાર્ય થઈ રહ્યું છે.

શ્રી મોરારિબાપુ દ્વારા થતી રામકથા ગાન માત્ર ક્રિયાકાંડ ન બને તે કાયમી હેતુ રહ્યો છે, ત્યારે અહીંની રામકથા ગૌ સેવા હેતુ રહેલી છે. અહીંયા મનોરથી શ્રી હરેશભાઈ સંઘવી પરિવાર દ્વારા રૂપિયા ૫ કરોડ ૪ લાખ અને શ્રી મોરારિબાપુ ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા રૂપિયા ૫ લાખ દાન થયેલ છે. ઉલ્લેખનીય છે કે, શ્રી મોરારિબાપુ કોઈ પણ ઉપક્રમ કે વ્યાસપીઠ સંબંધી ટહેલ હોય શ્રી ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા તુલસીપત્ર ભાવ સાથે સહયોગી બનતાં જ રહ્યાં છે. આ રામકથામાં શ્રી માતાજીગૌશાળા માટે અઢળક દાન પ્રાપ્ત થઈ રહ્યું છે.

Related posts

શાહરૂખ ખાન સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકાના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે

truthofbharat

SC/ST મેગા બિઝનેસ એક્સ્પો-સમિટમાં સમાવેશી વિકાસ પર ભાર મૂકાયો

truthofbharat

ગુપ્ત જેનેટિક સંકટ ભારતમાં 4માંથી 1ને કાર્ડીયોવેસ્ક્યુલર રોગના જોખમે મુકે છે: ઉન્નત લિપોપ્રોટીન (a) પર પગલાં લેવાની વૈશ્વિક નિષ્ણાતોની હાકલ

truthofbharat