Truth of Bharat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

Amazon.in ના ‘ગ્રેટ સેવિંગ્સ સેલિબ્રેશન’ સ્ટોરફ્રન્ટમાં GST બચતનો લાભ મેળવો

23 સપ્ટેમ્બરથી એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ શરૂ થશે; ફક્ત પ્રાઇમ સભ્યો માટે 24 કલાક વહેલા પ્રારંભ

બેંગલુરુ | 22 સપ્ટેમ્બર 2025: ભારતમાં22 સપ્ટેમ્બરથી સીમાચિહ્નરૂપ GST સુધારાઓનો અમલ કરવામાં આવ્યો છે, ત્યારે Amazon.in દ્વારા આજે ​​એક સમર્પિત સ્ટોરફ્રન્ટ –ધ ગ્રેટ સેવિંગ્સ સેલિબ્રેશન, #GSTBachatUtsavના લોન્ચિંગની જાહેરાત કરવામાં આવી છે. આ સ્ટોરફ્રન્ટમાં ઘરેલુ ઉપકરણો, ઇલેક્ટ્રોનિક્સ, દૈનિક જરૂરિયાતનીચીજવસ્તુઓ, આરોગ્યસંભાળ, ફેશન અને તેના જેવી બીજી સંખ્યાબંધ કેટેગરીમાં GST બચત ધરાવતા ઉત્પાદનો રજૂ કરવામાં આવશે – જે 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ (AGIF) 2025ની સાથે-સાથે જ શરૂ થાય છે અનેપ્રાઇમ સભ્યો આ ફેસ્ટિવલમાં22 સપ્ટેમ્બરની મધ્યરાત્રિથી એટલે કે24 કલાક વહેલા ઍક્સેસનો આનંદ માણી શકશે.

#GSTBachatUtsavના ભાગ રૂપે, GST બચત લાગુ પડતી હોય તેવા ઉત્પાદનો પરસ્ટોરફ્રન્ટ પર બેજ લગાવેલો હશે, જેથી ગ્રાહકો સરળતાથી આ ઓફરો ઓળખી શકશે અને ખરીદી કરી કરી શકશે. પ્રાઇમ અર્લી ઍક્સેસ દરમિયાન, આ બેજ “પ્રાઇમ ડીલ + GST ​​સેવિંગ્સ” અને મુખ્ય ઇવેન્ટ દરમિયાન “ડીલ વિથ GST સેવિંગ્સ” લખેલુંવાંચવા મળશે. ગ્રાહકોને GST બચત અને પ્રાઇમ ડીલ્સ ઉપરાંત, વિક્રેતાઓ તરફથી તહેવાર નિમિત્તે આપવામાં આવતી ડીલ્સનું વિશાળ સિલેક્શન, એમેઝોન પે લેટર દ્વારા નો-કોસ્ટ EMI જેવા પરવડે તેવા વિકલ્પો અને એમેઝોન પે રિવોર્ડ્સ ગોલ્ડ (લાગુ થતા નિયમો અને શરતોનેwww.amazon.inપરથી ઍક્સેસ કરી શકાય છે) દ્વારા પ્રાઇમ સભ્યો માટે 5% સુધી ખાતરીપૂર્વકના કૅશબૅક* જેવા લાભો પણ મળશે.

વિક્રેતાઓનેસમર્થન આપવાની અને સરકારે કરેલા સુધારાઓનું પાલન કરવાની સુવિધા પૂરી પાડવાની એમેઝોનની પ્રતિબદ્ધતાના ભાગ રૂપે, અમે 22 સપ્ટેમ્બર, 2025થી લાગુ થતા નવા GST દરોમાં વિક્રેતાઓને સરળતાથી સ્થાનાંતરિત થવામાં મદદ કરવા માટે પદ્ધતિઓ અમલમાં મૂકી છે. ઉત્પાદનો પર યોગ્ય GST દરો અને પ્રોડક્ટ ટેક્સ કોડ્સ (PTCs) લાગુ થાય છે તેની ખાતરી કરવાની જવાબદારી વિક્રેતાઓની છે, અને એમેઝોન તેમના લિસ્ટિંગમાં ચોકસાઈની સમીક્ષા કરવા અને જાળવવા માટે સાધનો અને માર્ગદર્શનનીસાથે-સાથે તેમને સક્રિયપણે સમર્થન આપે છે. જ્યાં પણ શક્ય હોય ત્યાં, એમેઝોન પસંદગીના પ્રોડક્ટ કેટેગરીઓ માટે વિક્રેતાઓના લિસ્ટિંગ પર GST દરો અને PTC આપમેળે અપડેટ કરી રહ્યું છે. અમે વિક્રેતાઓને વ્યાપક સંસાધનો પણ પ્રદાન કર્યા છે, જેમાં GST ટેક્સ કોડ્સની ઝીણવટભરી બાબતો સમજવા પર માસ્ટરક્લાસનો સમાવેશ થાય છે. Amazon.in પર ઉત્પાદનોની કિંમત પર સંપૂર્ણ નિયંત્રણ વિક્રેતાઓ પાસે યથાવત છે, ત્યારે લાગુ પડતી ઉત્પાદન કેટેગરીમાં તેઓ ગ્રાહકોને GSTમાંઘટાડાના લાભો સરળતાથી પહોંચાડી શકે તે માટે અમે તેમને સમર્થ બનાવી રહ્યા છીએ.

આ તહેવારોની મોસમમાં, એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ ગ્રાહકો માટે GSTનાલાભો, ઉત્સાહપૂર્ણઓફરો અને અજોડ સિલેક્શન સાથે તેમની બચતને મહત્તમ કરવાનો યોગ્ય સમય છે. ખરીદદારો સેમસંગ, એપલ, ઇન્ટેલ, ટાઇટન, લિબાસ અને લોરિયલ જેવી અગ્રણી બ્રાન્ડ્સના 1 લાખથી વધુ ઉત્પાદનો અને 30,000+ નવા લોન્ચિંગ એક્સપ્લોર કરી શકે છે. ચૂકી ન શકાય તેવી ડીલ્સમાં INR 43,749*માં iPhone 15, INR 71,999*માં સેમસંગ ગેલેક્સી S24 Ultra 5G અને ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, બ્યૂટી, ઘર અને રોજિંદા જીવનની આવશ્યક વસ્તુઓ પર 80% સુધીની છૂટ સામેલ છે. ગ્રાહકો SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ અને EMI ટ્રાન્ઝેક્શન પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ, અન્ય અગ્રણી બેંકો તરફથી આપવામાં આવતી વિશિષ્ટ ઓફરો અને એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા અમર્યાદિત કૅશબૅકનો પણ આનંદ માણી શકે છે. આ ઉપરાંત, નવરાત્રિ અને દશેરા સ્ટોરમાં પરંપરાગત સજાવટથી લઈને ટ્રેન્ડી ઇલેક્ટ્રોનિક્સ સુધી – સ્ટાઇલમાં ઉજવણી કરવા માટે જરૂરી હોય તે બધું જ છે – જેમાં તહેવારોમાં જરૂરી હોય તેવીતમામ વસ્તુઓ પર ઓછામાં ઓછું 50% ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં ભાગ લેનારા વિક્રેતાઓ દ્વારા GST બચત સાથે આપવામાં આવેલી કેટલીક ટોચની ડીલ્સ અને ઓફરો* અહીં આપવામાં આવી છે:

Related posts

ટાટા મોટર્સ અને ટાટા પાવર રિન્યુએબલ એનર્જી એ ૧૩૧ મેગાવોટ વિન્ડ-સોલર હાઇબ્રિડ પ્રોજેક્ટ વિકસાવવા માટે ભાગીદારી કરી

truthofbharat

રિમેડિયમ લાઇફકેરે ₹49.19 કરોડના રાઇટ્સ ઇશ્યૂની કરી જાહેરાત

truthofbharat

પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સાહિત્ય પરિષદનું ૩૫મું ‘જ્ઞાનસત્ર’ યોજાયું

truthofbharat