ગુજરાત, અમદાવાદ | ૧૮મી સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતની અગ્રણી ડાયરેક્ટ સેલિંગ કંપની આરસીએમ તેની રૂપાંતરણ યાત્રા અંતર્ગત 18 સપ્ટેમ્બરએ અમદાવાદ, રાજસ્થાન આવી રહી છે. આ યાત્રા આરસીએમના 25 વર્ષના ઉજવણી કાર્યક્રમનો એક ભાગ છે. યાત્રા સ્થાનિક સમુદાયોને નવા રોજગારના અવસરો અને વધતી આત્મનિર્ભરતાની તકો ઉપલબ્ધ કરાવશે, સાથે જ મહિલાઓના ઉદ્યોગસાહસિકતા, યુવાનોના નેતૃત્વ અને સમુદાય પરિવર્તકોની વાસ્તવિક કહાણીઓ રજૂ કરશે.
100 દિવસોની, 17,000 કિમીની આ રાષ્ટ્રવ્યાપી યાત્રા 75 શહેરોની મુલાકાત લેશે અને 25 ભવ્ય ઉજવણી કાર્યક્રમોનું આયોજનો કરશે, જેમાં ‘સ્વાસ્થ્ય, સેવા અને સંસ્કાર‘ના સંદેશનો પ્રસાર કરાશે. આ અભિયાન આરસીએમના એ દૃષ્ટિકોણને મજબૂત બનાવે છે કે તે માત્ર ડાયરેક્ટ સેલિંગમાં નથી, પરંતુ લોકો કેન્દ્રિત અને મૂલ્ય આધારિત એક આંદોલન છે.
અમદાવાદના રહેવાસીઓ અહીં અનોખી તકોની શોધ કરશે અને વ્યક્તિકેન્દ્રિત આ આંદોલન ભારતભરમાં કેવી રીતે જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યું છે, તેનું જીવતું દાખલું જોઈ શકશે. વર્ષ 2000માં શરૂઆતથી, આરસીએમએ હજારો સફળતાના પ્રેરણાદાયક કિસ્સાઓ સર્જ્યા છે – જેમાં ગૃહિણીઓ, નિવૃત્ત વ્યાવસાયિકો, યુવાનો અને નશામુક્તિ પછી જીવન શરૂ કરનાર વ્યક્તિઓને સશક્ત બનાવીને તેમને સર્વાંગી વિકાસ અને આત્મમર્યાદાપૂર્વકનું જીવન જીવવા માટે પ્રોત્સાહિત કર્યા છે.
આરસીએમની 25 વર્ષની યાત્રાને સમર્પિત આ ભવ્ય કાર્યક્રમ અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા સુખાન ચોકડી ગ્રાઉન્ડમાં યોજાશે.
આ કાર્યક્રમનો આરંભ સવારે 7 વાગ્યે ‘આરસીએમ પ્રંગીત’ સાથે થશે, જે આરસીએમના મૂળ સિદ્ધાંતોની ઝાંખી રજૂ કરશે. ત્યારબાદ યોગ સત્રનું આયોજન કરવામાં આવશે, જે શારીરિક તંદુરસ્તિને પ્રોત્સાહન આપવાનો હેતુ ધરાવે છે. આરસીએમ દ્વારા શરૂ કરવામાં આવેલી ‘સ્વાસ્થ્ય ક્રાંતિ‘ અને વિવિધ આરોગ્ય સંકળાયેલી પહેલોની પણ માહિતી આપવામાં આવશે. ઉપસ્થિત મહેમાનો સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લેશે અને એક ડોક્યુમેન્ટરી દ્વારા આરસીએમની પ્રભાવશાળી યાત્રા દર્શાવવામાં આવશે. સાથે જ, ઉપસ્થિત લોકો ‘આદર્શ નાગરિક પ્રતિજ્ઞા’ લઈ સમાજ પ્રતિ પોતાની જવાબદારી નિભાવવાનો સંકલ્પ કરશે. કાર્યક્રમનો સમાપન એક જાગૃતિ રેલી સાથે થશે, જે શહેરમાં સેવા, સ્વાસ્થ્ય અને સંસ્કારના સંદેશનો પ્રસાર કરશે.
આרסીએમના સ્થાપક તિલોકચંદ છાબ્રાની જીવનયાત્રા પર આધારિત તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક “મનસા વાચા કર્મણા – એક કર્મયોગીનીજીવની” પણ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પુસ્તકમાં એક કર્મયોગી તરીકે તેમના જીવનપથનું વિસ્મયજનક વર્ણન છે, જેમાં તેમના મૂળ મૂલ્યો અને વિચારો તથા કાર્યો કેવી રીતે લાખો લોકોના જીવનમાં રૂપાંતર લાવ્યા છે તેનો ઊંડો વિરાટ અભ્યાસ આપવામાં આવ્યો છે.
“રુપાંતરણ યાત્રા એ એક તરફ જ્યાં આરસીએમના 25 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી છે, ત્યાં બીજી તરફ એ અમારી અસંખ્ય એસોસિએટ ખરીદદારોના પરિવર્તનના જજ્જાને શ્રદ્ધાંજલિ પણ છે – જેમણે અનેક સંઘર્ષોનો સામનો કરીને આત્મનિર્ભરતા, આર્થિક સ્વતંત્રતા અને સર્વાંગી સફળતા હાંસલ કરી છે. આ યાત્રા દ્વારા અમારું ઉદ્દેશ્ય છે કે નવા સભ્યોને મૂલ્યઆધારિત અને લોકોથી ચાલતું આંદોલન સાથે જોડાવા માટે પ્રેરણા આપીએ,” એમ મેનેજિંગ ડિરેક્ટર શ્રી સૌરભ છાબ્રાએ જણાવ્યું.
“રુપાંતરણ યાત્રા માત્ર પરિવર્તનની યાત્રા નથી, પણ એ સશક્તિકરણનું આંદોલન છે. આપણી પાસે હમેશાં યાદ રહેવું જોઈએ કે જ્યારે મહિલાઓ શક્તિ, દૃષ્ટિ અને કાળજી સાથે નેતૃત્વ કરે છે, ત્યારે તેઓ માત્ર પોતાનું ભવિષ્ય જ નહી, પણ સમગ્ર રાષ્ટ્રના ભાગ્યને પણ રૂપાંતરિત કરે છે,” એમ મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી પ્રિયંકા અગ્રવાલે જણાવ્યું.
“એફએમસજી અને હેલ્થથી લઈને ફેશન અને લાઇફસ્ટાઇલ સુધી, આરસીએમના પ્રોડક્ટ્સ ગર્વપૂર્વક ‘મેડ ઈન ઈન્ડિયા‘ છે અને ઉચ્ચ ગુણવત્તાના ધોરણો સાથે તૈયાર કરવામાં આવ્યા છે. રૂપાંતરણ યાત્રા દ્વારા અમે લાખો લોકોને પહોંચવા અને સશક્તની આશા રાખીએ છીએ — તે સકારાત્મક અસર પર આધારિત છે જે આરસીએમ પહેલેથી જ સર્જી ચૂક્યું છે, અને એક તંદુરસ્ત ભારતના નિર્માણમાં અમારું યોગદાન આપી શકીએ,” એમ સીઈઓ મનોજ કુમારે જણાવ્યું.
વર્ષ 2000માં માત્ર એક ટેક્સટાઇલ ઉત્પાદથી શરૂઆત કરીને, આજે આરસીએમ એક વિશાળ ઘેરેલું ઉદ્યોગ બની ગયું છે. હાલમાં કંપની પાસે 400થી વધુ ઉત્પાદનોની વિશાળ શ્રેણી છે, જેને દેશવ્યાપી 20 લાખથી વધુ સક્રિય એસોસિએટ ખરીદદારો દ્વારા સમર્થન મળે છે. કંપનીનું મજબૂત વિતરણ જાળું 10,000થી વધુ રિટેલ સ્ટોર સુધી વિસ્તરેલું છે.
આરસીએમની આશ્ચર્યજનક યાત્રાનું એક મહત્વપૂર્ણ વિશેષત્વ એ છે કે રૂ. 2,400 કરોડના વ્યવસાયમાં રૂપાંતરિત થવા છતાં કંપનીએ આ સફળતા કોઈ વેન્ચર કેપિટલ કે બાહ્ય નાણાંકીય સહાય વિના હાંસલ કરી છે — જે તેના એસોસિએટ ખરીદદારોની ભૂમિકા અને ગ્રાહકોના તેના ગુણવત્તાસભર ઉત્પાદનો પરના અઢળક વિશ્વાસનું સાક્ષીરૂપ છે. આરસીએમના ઉત્પાદ પોર્ટફોલિયોની એક વિશિષ્ટ બાબત એ છે કે કંપની પામ તેલના ઉપયોગથી બચે છે. તેના ફૂડ રેન્જમાં તેના સ્થાને રાઈસ બ્રાન તેલનો ઉપયોગ થાય છે, જેમાં નૈસર્ગિક એન્ટીઑક્સિડન્ટગામા ઓરાઈઝાનોલહોય છે — જે ઊંચા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે.
