Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

યવતમાલ મહારાષ્ટ્રથી મોરારિબાપુની રામકથાનું સમાપન; ૯૬૪મી રામકથા ૨૦ થી ૨૮ સપ્ટેમ્બર,બરસાના ધામ(મથુરા)થી ગુંજશે

નવરાત્રિનાં નવલા દિવસોમાં રાધારાની ધામ બરસાનાથી ગુંજશે રામકથાની પાવન પંક્તિઓ.

જે માતા-પિતાનું અતિક્રમણ કરે છે એનું આયુષ્ય, કલ્યાણ, યશ, કીર્તિ, ધર્મ અને લોકોનાં આશીર્વાદ ખતમ થઇ જાય છે.

યજ્ઞ આપણા પિતા છે,આહૂતિ આપણી મા છે.

“મારી પ્રસન્નતા અને આંસુ દઈને,આપની સેવા લઈને જઈ રહ્યો છું.”

કથાબીજ પંક્તિઓ

સુનુજનનિસોઇસુતુ બડભાગી;

જો પિતુમાતુબચન અનુરાગી.

તનય માતુપિતુતોષનિહારા;

દુર્લભ જનનિ સકલ સંસારા.

-અયોધ્યા કાંડ દોહો-૪૧

યવતમાલ ખાતે ચાલી રહેલી રામકથાના આજે પૂર્ણાહુતિનાદિવસનાંઆરંભેદર્ડા પરિવાર તરફથી વિજયબાબુએ એક-એક નામ લઈને તમામ લોકોનો આભાર અને અભિનંદન તેમજ વિદાયના શબ્દ પોતાના સજળઆંખોથી રાખ્યા.

મહારાષ્ટ્રનીચેતનવંત ભૂમિને પ્રણામ કરીને બાપુએ દર્ડા પરિવાર,લોકમત પરિવારને સાધુવાદદેતા કહ્યું કે બાબુજીએ કહ્યું કે હું ધાર્મિક નથી,બાબુજી! તમે ધાર્મિક હો કે ન હો પણ આપ હાર્દિક ખૂબ છો.તમારી આંખ વારંવાર ભીંજાય છે એ જોઇ રહ્યો છું.

આંસુ સમાન કોઈ બીજી સંપત્તિ નથી.માણસભીનો હોવો જોઈએ.એટલે જ લાગી રહ્યું છે કે અહીં અનાયાસ આ વિષય આવ્યો એ જ બરાબર હતો. આપના માતા-પિતાના આપની પર આશીર્વાદ ઉતરે. એક પ્રસંગ એવો પણ બન્યો કે દર્ડા પરિવારના બંને ભાઈઓ ૧૯૮૧ સુધી સાથે ધંધો રોજગાર કરતા હતા.૧૯૮૧થી અલગ થયા.જો કે પ્રેમથી અલગ થયા.પણ આજથી ફરી બંને એક થઈ રહ્યા છે એ ખુશીની વાત બાપુએ જાહેર કરી.એકમાંથી બે તો ઘણા જ થાય છે પણ બેમાંથી એક થવું એ ભગવત કૃપા અને પિતૃઓની કૃપા છે.

બાપુએ કહ્યું કે મારી પ્રસન્નતા અને આંસુ દઈને આપની સેવા લઈને જઈ રહ્યો છું.

શાસ્ત્રમાં ભગવાનની વ્યાખ્યામાં કહ્યું છે કે જેનામાં છ પ્રકારના ઐશ્વર્ય-યશ,શ્રી,ધર્મ,કીર્તિ,જ્ઞાન અને વૈરાગ્ય-હોય એ ભગવાન છે.એ વ્યાખ્યાને પ્રણામ કરીને લોક વ્યાખ્યા કરીએ તો ભ-એટલે ભજન. ભજનો મતલબ છે સેવા.ગ-એટલે ગગન જેટલી વિશાળ વિચારધારા.વા-એટલે આખું જીવન વાનપ્રસ્થી જેવું અને ન-એટલે જેનામાં ક્યારેય નકારાત્મકતા નહીં હોય એ પણ ભગવાન છે.

પ્રશ્ન હંમેશા બૌધિક હોય છે જિજ્ઞાસામાં જીવ હોય છે.

ભાગવતનાઅંબરીષ કે જે ખૂબ સમૃદ્ધ હોવા છતાં ભક્ત છે એની કથા સંભળાવી.

અહીં ભાગવતનો એક શ્લોક જ્યાં વ્યાસજીલખે છે

આયુ: શ્રીયંયશોધર્મંલોકાનાશિષએવ ચ

હન્તિશ્રેયાંસીસરવાણિકુસોમહદઅતિક્રમય

એ બતાવે છે કે જે માતા-પિતાનું અતિક્રમણ કરે છે, એના વચનોનેઅનુરાગપૂર્વકનિભાવતો નથી, અપમાન કરે છે.એનું આયુષ્ય,કલ્યાણ,યશ,કીર્તિ, ધર્મ અને લોકોનાં આશીર્વાદ ખતમ થઇ જાય છે.

પરમાત્મા ક્યાં ક્યાં નિવાસ કરે છે?યજ્ઞ આપણા પિતા છે,આહૂતિ આપણી મા છે.ઈશ્વર યજ્ઞમાં, આહૂતિમાં,બ્રાહ્મણમાં તેમજ તપમાં,ગાયમાં,શ્રદ્ધામાં અને દયામાં નિવાસ કરે છે.

બાપુએ સંપૂર્ણ રામકથા માટે પોતાની વિશેષ પ્રસન્નતા વ્યક્ત કરી અને મનોરથી પરિવારને ખૂબ જ ખુશ રહેવાનાસાધુવાદ આપ્યા અને આ રામકથાનું

સુ-ફળ આખી દુનિયાના માતૃ પિતૃઓને સમર્પિત કર્યા.

આજે રામકથામાં ગૃહ રાજ્યમંત્રી ઉપરાંત અનેક સાંસદો,અંગ્રેજી અખબારનાં પત્રકાર મિત્રો,અહીંની જાણીતી અભિનેત્રી સહિત વિશાળ સંખ્યામાં વિશેષ લોકો પણ ઉપસ્થિત રહ્યા

આગામી-૯૬૪મી રામકથામુંબઇનાં વીણા ડેવલપર્સનાં માલિક હરેશનટવરલાલ સંઘવી પરિવારનાંમનોરથથીશારદીય નવરાત્રિ પર વૃષભાનુનંદિની શ્રી રાધારાણીજીની જન્મભૂમિ શ્રી બરસાનાધામમાં,પદ્મશ્રીથી અલંકૃત પરમ વિરક્ત સંત શ્રી રમેશબાબાજીની દિવ્ય ઉપસ્થિતિમાં ૨૦ થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન ગૂંજશે.

આ કથાનું જીવંત પ્રસારણ આસ્થા ટી.વી.ચેનલ તેમજ ચિત્રકૂટધામતલગાજરડાયુ-ટ્યુબચેનલનાંમાધ્યમથી પહેલા દિવસે સાંજે ૪થી૭ અને બાકીનાં દિવસોમાં સવારે ૧૦થી ૧:૩૦ સુધી નિહાળી શકાશે.

Box

સાધુ ત્રણ ‘એચ’ પકડે છે:હેડ,હાર્ટ અને હેન્ડ.

બાપુ કહે આજે મારા માતા પિતાને પણ યાદ કરું.

ખૂબ નાનપણમાં,અભાવ વખતે મારી મા ખોળામાં બેસાડી અને મારા માથા પર આંગળીઓફેરવતી. માથામાં નાખવા માટે તેલ પણ ન હતું.ત્યારે એક વખત મેં પૂછ્યું કે તેલ નથી તો માથામાં શું કરે છે! ત્યારે એણે કહ્યું કે મસ્તકમાં રામનામ લખી રહી છું. આ માતાની ‘હેડ’ દીક્ષા હતી.

એક વખત હું રમતો હતો અને પિતાજીએ બોલાવ્યો અને કહ્યું કે તારા ડાબા હાથમાં રામનામ લખી દઉં! અને પછી એ વ્યવસ્થિત રીતે તું લખાવીલેજે.

એ પિતાજીએ રામનામ આપ્યું પિતાનીએ’હેન્ડ’ દીક્ષા હતી.રામ જેના હાથમાં હોય એ ક્યારેય હરામનો સ્પર્શ ન કરે.

દાદાજીની આખરી પળો હતી.દાદાએ મને શોધીને બોલાવ્યો અને પોતાનો હાથ મારી છાતી ઉપર ઘુમાવીને કહ્યું કે હૃદયમાં રામ લખી રહ્યો છું.

આ દાદાની ‘હાર્ટ’ દીક્ષા હતી.

માતૃદેવથી હેડ દીક્ષિત થઈ જાય,પિતૃદેવથી હેન્ડ દીક્ષિત થઈ જાય અને આચાર્ય દેવથી આપણું હાર્ટ દીક્ષિત થઈ જાય એ મહત્વનું છે.

Related posts

પીબીએલ 4.0 વ્યૂહ ઓક્શનએ બિઝનેસ સ્ટ્રેટેજી, ટીમવર્ક અને ઉત્સાહની ઉજવણી કરી

truthofbharat

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા “RANGAT GARBA FOR A CAUSE”નું આયોજન

truthofbharat

પૂજ્ય મોરારી બાપુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને તેમના જન્મદિવસ પર પત્ર લખી શુભેરછા પાઠવી

truthofbharat