Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ગ્રીન હાઉસિંગ: નેટ ઝીરો અને ટકાઉક્ષમ શહેરી જીવનનો માર્ગ

ગુજરાત, અમદાવાદ | ૧૫મી સપ્ટેમ્બર ૨૦૨૫: ક્લાઇમેટનું સંકટ હવે તીવ્ર બની રહ્યું છે અને ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે, તેની સાથે-સાથે ગ્રીન હાઉસિંગની આવશ્યકતા હવે ફક્ત પર્યાવરણીય બાબત નથી રહી – પરંતુ તે આર્થિક, સામાજિક અને અસ્તિત્વલક્ષી બાબત પણ બની ગઈ છે. ભારતની પરવડે તેવા મકાનોની જરૂરિયાતોને પૂરી કરવાથી લઈને વૈશ્વિક નેટ ઝીરોનુંલક્ષ્ય પ્રાપ્ત કરવા સુધીમાં, ગ્રીન ઇમારતો એક સર્વાંગી માર્ગ પૂરો પાડે છે.

સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ મુજબ, 1970થી વૈશ્વિક સંસાધન નિષ્કર્ષણમાં ત્રણ ગણો વધારો થયો છે અને જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો 2060 સુધીમાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન 40%થી વધુ થઈ જશે તેવો અંદાજ છે. આ સંદર્ભમાં, ગ્રીન હાઉસિંગ ભવિષ્યલક્ષી આદર્શ હોવાની સાથે-સાથે, તે તાકીદની જરૂરિયાત પણ છે.

ગ્રીન હાઉસિંગ: ઊર્જા કાર્યક્ષમતાથી ઘણું વિશેષ

ગ્રીન હાઉસિંગના મૂળમાં એવી ઇમારતો ડિઝાઇન કરવાની અને જાળવવાની વાત છે જેનાથી પર્યાવરણ પર થતી તેની વિપરિત અસરોને ઓછામાં ઓછી કરી શકાય અને તેમાં રહેતા લોકોના જીવનની ગુણવત્તામાં વધારો થાય. આમાં સૌર ઊર્જા જેવા અક્ષય ઊર્જા સ્ત્રોતો અપનાવવા, કુદરતી પ્રકાશ અને વેન્ટિલેશનનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરવો, વરસાદી પાણીનો સંગ્રહ કરવો અને ગ્રે વોટર (ગંદા પાણી) રિસાયક્લિંગનો અમલ કરવો, વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા કચરાનું મેનેજમેન્ટ કરવું અને સ્થાનિક રીતે પ્રાપ્ત ટકાઉક્ષમ સામગ્રીનો ઉપયોગ કરવાનું સામેલ છે. આ પદ્ધતિઓ અપનાવવાથી યુટિલિટી બિલમાં ઘટાડો થાય છે, ઘરની અંદરની હવાની ગુણવત્તામાં સુધારો થાય છે અને લાંબા ગાળે આરોગ્યલક્ષીતેમજ નાણાકીય બંને પ્રકારના લાભ થાય છે.

નેટ ઝીરો: એક વૈશ્વિક અને રાષ્ટ્રીય આદેશ

“નેટ ઝીરો”ની સ્થિતિ પ્રાપ્ત કરવી એ એક એવી અવસ્થા છે જ્યાં કાર્બન દૂર કરીને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન સંતુલિત કરવામાં આવે છે. વર્તમાન પરિસ્થિતિમાં આબોહવા સંબંધિત સૌથી મહત્વપૂર્ણ લક્ષ્યોમાંથી એક આ લક્ષ્ય છે. ભારતે તેના અપડેટેડ રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત યોગદાન (NDC) હેઠળ, 2070 સુધીમાં આ સીમાચિહ્ન સુધી પહોંચવાનો સંકલ્પ લીધો છેઅને વૈશ્વિક ઉત્સર્જનમાં લગભગ 40% યોગદાન આપતા મકાન તેમજ બાંધકામ ક્ષેત્રએ આ લક્ષ્યને પૂરું કરવામાં અચૂક મુખ્ય ભૂમિકા ભજવવી જોઈએ. ગ્રીન હાઉસિંગ ઊર્જા-કાર્યક્ષમ ડિઝાઇન તૈયાર કરીને કાર્યરત કાર્બન ઉત્સર્જન ઘટાડીને, ટકાઉક્ષમ બાંધકામ સામગ્રી અને પ્રથાઓ સાથે સંકલિત કાર્બન ઘટાડીને, છત પર સૌર જેવા વિકેન્દ્રિત અક્ષયઊર્જા ઉત્પાદનને પ્રોત્સાહન આપીને અને કાર્બન-ન્યૂટ્રલ જીવનનો માહોલ તૈયાર કરીને આ મહત્વાકાંક્ષાને પ્રત્યક્ષરૂપે સમર્થન આપે છે.

ગ્રીન રેટિંગ એજન્સીઓની ભૂમિકા: ધોરણો અને જવાબદારી સુનિશ્ચિત કરવી

રેટિંગ એજન્સીઓ દ્વારા પ્રમાણપત્રો આપવાથી આ ગ્રીન ઇમારતોની વિશ્વસનીયતા મજબૂત બને છે, કારણ કે તેનાથીટકાઉપણા માટે માપી શકાય તેવા બેન્ચમાર્ક સ્થાપિત થાય છે. ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (IGBC) ઘરો, ટાઉનશીપ અને કોમર્શિયલ ઇમારતો માટે રેટિંગ સિસ્ટમોપૂરી પાડે છે, જે ઊર્જા કાર્યક્ષમતા, જળ સંરક્ષણ, ઇન્ડોર હવાની ગુણવત્તા અને ટકાઉક્ષમ સ્થળના વિકાસ જેવા પરિમાણોનું મૂલ્યાંકન કરે છે અને પ્રમાણિત, સિલ્વર, ગોલ્ડ અથવા પ્લેટિનમ જેવા સ્તરો આપે છે.નવી અને અક્ષયઊર્જા મંત્રાલય (MNRE) દ્વારા સમર્થિત ભારતની રાષ્ટ્રીય સિસ્ટમ, GRIHA (ઇન્ટિગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ માટે ગ્રીન રેટિંગ)માંસંદર્ભ-વિશિષ્ટ ડિઝાઇન અને પેસિવ આર્કિટેક્ચરલ સ્ટ્રેટેજી પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં ઊર્જા, પાણી, કચરો, સ્વાસ્થ્ય અને સુખાકારીને આવરી લેવામાં આવે છે.IFC-વર્લ્ડબેંક દ્વારા વિકસિત EDGE (એક્સેલન્સ ઇન ડિઝાઇન ફોર ગ્રેટર એફિશિઅન્સી) અંતર્ગતઊર્જા, પાણી અને સામગ્રીમાં મૂર્ત ઊર્જામાં દેખીતી બચત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ખાસ કરીને સસ્તા રહેઠાણો માટે અસરકારક, EDGE મુખ્ય કેટેગરીઓમાં ઓછામાં ઓછી 20% બચત પ્રાપ્ત કરનારા પ્રોજેક્ટ્સને પ્રમાણિત કરે છે અને તેના ઓછા ખર્ચ અને અમલીકરણની સરળતા માટે લોકપ્રિય છે.

IIFL હોમ લોન: પાયાના સ્તરે ગ્રીન હાઉસિંગને શક્ય બનાવવું

IIFL હોમ લોન્સમાં, પરવડે તેવા હાઉસિંગની અમારી વ્યૂહરચનામાં કેન્દ્ર સ્થાને ટકાઉપણું છેઅને અમારી મુખ્ય પહેલ, હમારા કુટુંબ દ્વારા, અમે ઓછી અને મધ્યમ આવક ધરાવતા પરિવારોને ગ્રીન લિવિંગ અપનાવવા માટેસમર્થ બનાવી રહ્યા છીએ. આ કાર્યક્રમ પરિવારોને પાણીનીબચત અને ઊર્જા-કાર્યક્ષમ ઉકેલો અપનાવવા, કચરાનું અલગીકરણ કરવા અને ખાતર બનાવવા, સૌર ઊર્જા અને કુદરતી પ્રકાશનો ઉપયોગ કરવા અને વ્યક્તિગત ઘરો માટે EDGE-HPC જેવા પ્રમાણપત્રો મેળવવામાં પણ સહાય કરે છે. ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યોમાં અમલમાં મૂકવામાં આવેલી, આ પહેલ અત્યાર સુધીમાં સેંકડો ઘરો સુધી પહોંચી ચૂકી છે જેનાથી આ પરિવારોને યુટિલિટી બિલ ઘટાડવામાં, તેમના જીવનની ગુણવત્તા સુધારવામાં અને કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં યોગદાન આપવામાં મદદ મળી રહી છે.

સમગ્ર ક્ષેત્રમાં વ્યાપક સંવાદ અને સહયોગનું સંચાલન

વ્યાપક કુટુંબ પ્લેટફોર્મ પાયાના સ્તરે અમલીકરણ ઉપરાંત, ગ્રીન હાઉસિંગને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સમગ્ર ઉદ્યોગમાં ફેલાયેલું જોડાણ સ્થાપિત કરવા માટે પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. 10 પ્રાદેશિક ચેપ્ટર, 36થી વધુ નિષ્ણાતોનાનેતૃત્વ હેઠળના સેશન અને 900થી વધુ ડેવલપરો અને 300 હિતધારકોની સક્રિય ભાગીદારી દ્વારા, કુટુંબ એક સહયોગી કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે, જે નીતિ ઘડનારાઓ, આર્કિટેક્ટ્સ, ફાઇનાન્સરો, ડેવલપરો અને ટેકનોલોજી પ્રદાતાઓને એકબીજા સાથે જોડે છે. આપ્લેટફોર્મ આવા વિવિધ હિતધારકોને એકજૂથ કરીને તેમની વચ્ચે સંવાદ, જ્ઞાનનું આદાન-પ્રદાન અને ભાગીદારીને આગળ ધપાવવાનો મંચ પૂરો પાડે છે જેનાથી સમગ્ર દેશમાં ટકાઉક્ષમરહેઠાણોને વ્યાપક રીતે તૈયાર કરવામાં મદદ મળે છે.

તારણ: હવે ગ્રીન હાઉસિંગનો સમય આવ્યો છે

ગ્રીન હાઉસિંગ હવે કોઈ વૈભવી બાબત કે મહત્વાકાંક્ષાની વાત નથી રહી, પરંતુતે આબોહવા માટે અનુકૂળ, આર્થિક રીતે સમાવેશી અને સ્વસ્થ ભવિષ્યના નિર્માણનો પાયો છે. જેમ જેમ ભારતમાં શહેરીકરણ એકધારું આગળ વધી રહ્યું છે, તેમ તેમ પડકાર પણ સ્પષ્ટ છે કે: ઝડપથી, સસ્તું અને ટકાઉક્ષમ નિર્માણ કેવી રીતે થઈ શકે? ગ્રીન રેટિંગ સિસ્ટમ્સ સાથે સહયોગમાં હાથ ધરવામાં આવતી IIFL હોમ ફાઇનાન્સની પહેલ, દર્શાવે છે કે આ સંતુલન પ્રાપ્ત કરી શકાય છે. હાઉસિંગ નીતિ, આર્થિક સહાય અને ટકાઉક્ષમ ડિઝાઇનને એકરૂપ કરીને, આપણે એવા ઘરોનું નિર્માણકરી શકીએ છીએ જે લોકો અને પૃથ્વીને વ્યાપકપણે સેવા આપે.

ગ્રીન હાઉસિંગ એ આજની વિકાસલક્ષી જરૂરિયાતો અને આવતીકાલના ટકાઉપણાનાં લક્ષ્યો વચ્ચેનો સેતુ છે – અને તે સેતુ પાર કરવાનો સમય હવે આવી ગયો છે.

Related posts

એમેઝોન એમજીએમ સ્ટુડિયોઝ, એક્સેલ એન્ટરટેઇન્મેન્ટ અને ટાઇગર બેબીએ સુપરબૉય્સ ઓફ માલેગાંવ માટે થિયેટ્રિકલ ટ્રેલર પ્રસ્તુત કર્યું, ફિલ્મ 28 ફેબ્રુઆરી, 2025ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે

truthofbharat

ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા કેન્સર અવેરનેસને પ્રમોટ કરવા માટે ‘રેલી ઓફ હોપ’નું આયોજન કરવામાં આવ્યું.

truthofbharat

ઇલેક્ટ્રોનિકા ઇન્ડિયા અને પ્રોડક્ટ્રોનિકા ઇન્ડિયાએ ભારત ઇલેક્ટ્રોનિક્સ યાત્રા શરૂ કરી

truthofbharat