પિતામાં પ્રતાપ હોય છે,માતામાં પ્રભાવ હોય છે.
ભજનમાં પ્રભાવ અને પ્રતાપ બંને હોય છે.
ભજનાનંદી પોતાના સ્વભાવમાં જીવતો હોય છે.
જે દેવામાં વાર લાગે એ ધન,જે હાથમાંથી જલ્દી નીકળી જાય એ દ્રવ્ય-લક્ષ્મી સમજવું.
જેનામાં એકાંત પ્રિયતા,પ્રશાંત પ્રિયતા,નિતાંત પ્રિયતા અને જલ્પાન્તતા એટલે કે વ્યર્થ બક્વાસ ન હોય એ સાધુનાં લક્ષણ છે.
આરંભમાં એક વિશેષ કાર્યક્રમ દ્વારા યવતમાલ ખાતે સાતમા દિવસની રામકથાનો આરંભ થયો.
માનવસેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા ભેગા થયેલા ૭૦ લાખ રૂપિયાનો,કેન્સર પિડીતોની સેવા માટે કામ કરતી કેન્સર ઇન્સ્ટિટ્યૂટનાં સચિવ અને સીઈઓ શૈલેષ જોગલેકરને,મનોરથી દર્ડા પરિવાર,ચંદ્રપુરના સાંસદ અને અહીંના એમ.એલ.એ દ્વારા બાપુના હસ્તે ચેક વિતરણનો નાનકડો પણ ખૂબ જ મહત્વનો કાર્યક્રમ થયો.
બાપુએ પણ આ કાર્યની ખૂબ જ સરાહના કરી અને કહ્યું કે પિતા અને માતામાં કંઈક વિશેષતાઓ હોય છે રામના પિતા દશરથ,જાનકીનાં પિતા જનક-આ બધા જ મહાન છે.છતાં પણ પિતા સીમિત હોય છે,માતા અમિત હોય છે,અસીમ હોય છે.
પિતામાં પ્રતાપ હોય છે.પ્રતાપમાં તાપ છે ઉગ્રતા છે. માતામાં પ્રભાવ હોય છે.પ્રભાવમાં ભાવ હોય છ.મા પાસે ચાર વસ્તુ હોય છે:એક હોય છે-આંસુ.જે પરિવાર માટે માતા ખર્ચતી હોય છે.ભજનનો પ્રભાવ અને પ્રતાપ બંને હોય છે પણ જેણે ભજન પચાવેલું છે એ સાધુ પ્રતાપને દબાવે છે,પ્રભાવ ક્યારેક બહાર આવી જતો હોય છે.આમ છતાં ભજનાનંદી પોતાના સ્વભાવમાં જીવતો હોય છે.
જે દેવામાં વાર લાગે એને ધન સમજવું અને જે હાથમાંથી જલ્દી નીકળી જાય એ દ્રવ્ય લક્ષ્મી સમજવું એવું કહ્યું.પોતાની પાસેથી પૈસા કોઈની મદદ માટે નીકળી જાય તો સમજવું કે એ લક્ષ્મી છે. જેની પાસે મૂળ પુરુષે આપેલ સંપદા છે એ જ સંપ્રદાય એવો લોક અર્થ પણ કાઢી શકાય.
માતાનું અપમાન એ મંદિરમાં રહેલી મૂર્તિનું અપમાન કહેવાય છે.મા ની પાસે પરસેવો હોય છે.એ જ રીતે મા પોતાના લોહીનું પાણી કરે છે એટલે કે રક્ત હોય છે.પરિવાર માટે રક્ત વહાવી અને માતા વિરક્ત બને છે.
મા ની પાસે શરીરનું દ્રવ્ય દૂધ બનીને પરિવારનું પોષણ કરે છે.આંસુ જ્યારે નીચે આવે ત્યારે પરમાત્મા એની સીડી બનાવીને મનુષ્યમાં પ્રવેશ કરે છે.પિતામાં ગૌરવ છે કે એ પાલક છે.પિતા બાળકોને પોતાની પરંપરા શીખવાડે છે.પિતા આચરણ કરીને બોલે ત્યારે પરિવારજનોમાં ઉતરે છે.
જેનામાં એકાંત પ્રિયતા,પ્રશાંત પ્રિયતા,નિતાંત પ્રિયતા અને જલ્પાન્તતા એટલે કે વ્યર્થ બક્વાસ ન હોય એ સાધુનાં લક્ષણ છે.
છોટા કરકે દેખીએ જીવનકા વિસ્તાર;
આંખો ભર આકાશ હે,બાહોં ભર સંસાર.
-નિદા ફાઝલી
