Truth of Bharat
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

બીએસએ ગોલ્ડ સ્ટારે ભારતમાં તેની પ્રથમ એનિવર્સરીની ઉજવણી કરી, લિમિટેડ-એડિશન ગોલ્ડી-કિટની જાહેરાત કરી

 સ્ટ્રેપ: આ વર્ષે તહેવારોમાં લિમિટેડ-એડિશન એસેસરી સેટ અને રૂ. 15,896 સુધીના એક્સચેન્જ બૉનસની સાથે ગોલ્ડ સ્ટાર ઘરે લઈ આવો; 21 સપ્ટેમ્બર અગાઉ ખરીદી કરવા પર એક્સ-શોરૂમ કિંમત પર 23,702 રૂપિયા સુધીની બચત થઈ શકે છે.

મુંબઈ | 06 સપ્ટેમ્બર 2025: બીએસએ ગોલ્ડ સ્ટારે ગયા વર્ષે અધિકૃત બ્રિટિશ મોટરસાઇકલિંગનાઅદભૂત આકર્ષણનીસાથે ભારતમાં પુનરાગમન કર્યું હતું. તેણે સુધારો કરવામાં એક નવો માપદંડ પણ સ્થાપિત કર્યો હતો, જેના દ્વારા હવે મોટા સિંગલ-સીલિન્ડરોનુંમૂલ્યાંકન કરવામાં આવે છે.એક વર્ષ બાદ, હવે તહેવારોની સીઝનમાં સમજદાર ઉત્સાહીઓ માટે બીએસએના પ્રથમ એક્સચેન્જ કાર્યક્રમની સાથે ક્લાસિક સિંગલની સરાહના કરવામાં આવી રહી છે.

650 સીસીનીગોલ્ડ સ્ટાર તેની પરિશુદ્ધ ડીઝાઇન અને કારીગરી માટે સૌથી અલગ તરી આવે છે.તેની એનિવર્સરી નિમિત્તે, રાઇડરો કોઇપણ ટુ-વ્હીલરને રૂ. 10,000 સુધીના મૂલ્યમાં એક્સચેન્જ કરી શકે છે.દરેક ખરીદીની સાથે ખાસ પસંદ કરેલી એસેસરીઝનો એક લિમિટેડ-એડિશન સેટ પણ આવે છે, જેમાં સામેલ છે: પવનના પ્રવાહને ઓછો કરવા માટે એક ઊંચી વિન્ડશિલ્ડ, આરામ માટે એક પિલિયન બેકરેસ્ટ, એક પૉલિશ કરેલું એક્ઝોસ્ટ ગાર્ડ અને એક રીઅર રેલ જે ઉપયોગી અને સ્ટાઇલિશ બંને છે

ક્લાસિક લેજન્ડ્સના ચીફ બિઝનેસ ઓફિસર શ્રીશરદ અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘ભારતમાં તેના લૉન્ચથી જબીએસએ ગોલ્ડ સ્ટારને એક વફાદાર ફોલોઇંગ મળ્યું છે.તે ક્લાસિક છતાં સમકાલીન લાગતા સ્વરૂપમાં બીએસએની સ્પિરિટને આગળ વધારે છે. અમારી સફળતાનું એક વર્ષ અમને ગૌરવ અપાવે છેતથા આ પહેલ દ્વારા અમે અમારામાં વિશ્વાસ મૂકનારા રાઇડરોનો આભાર માનીએ છીએ અને વધુને વધુ ઉત્સાહી રાઇડરોનું બીએસએ પરિવારમાં સ્વાગત કરીએ છીએ.”

23 ઑગસ્ટથી 23 સપ્ટેમ્બર, 2025 સુધી આ એક્સચેન્જ પ્રોગ્રામ ચાલશે.રૂ.5,896ના મૂલ્યની ખાસ રીતે તૈયાર કરવામાં આવેલી એસેસરી કિટની સાથેલાભનું કુલ મૂલ્ય રૂ.15,896 થવા જાયછે, જે વર્ષ 1861થી વર્લ્ડ મોટરસાઇકલિંગનો હિસ્સો રહેલી બીએસએના ખ્યાતનામ વારસાને અનુરૂપ રહીને એનિવર્સરી નિમિત્તે જાહેર કરવામાં આવેલોલાભ છે.

બીએસએમોટરસાયકલના નિર્માતા, ક્લાસિક લિજેન્ડ્સે જીએસટી 2.0 સુધારાઓને લીધે બીએસએA ગોલ્ડ સ્ટાર માટે સુધારેલી કિંમતોની જાહેરાત કરી છે. 21 સપ્ટેમ્બર અગાઉ ગોલ્ડી ખરીદનારા ચાલકો એક્સ-શોરૂમ કિંમત પર 23,702 રૂપિયા સુધીની બચત કરી શકે છે.

બીએસએનો ડીઝાઇનનો વારસો

ગોલ્ડ સ્ટાર બીએસએના અદભૂત બ્રિટિશ ડીએનએને આગળ વધારે છે.આઇકોનિક બેજ ધરાવતી ગોળાકાર ફ્યુઅલ ટેન્ક, પૉલિશ કરેલા મેટલ ટચિઝ, પિનસ્ટ્રાઇપિંગ અને ક્રૉમ પાઇપ્સ તેની સુંદરતાને ચાર ચાંદ લગાવે છે.એલઇડી લાઇટિંગ, વાયર-સ્પોક વ્હીલ્સ અને ક્રિસ્પ સ્વિચગીયર જેવી આધુનિક વિગતો તેના ક્લાસિક કેફે રેસર સિલુએટ સાથે કુદરતી રીતે ભળી જાય છે. સ્કલ્પ્ટેડ લાઇન્સ, એક ઊંચો સ્ટાન્સ અને એક ઊંડી રૂપરેખા ધરાવતી સીટની સાથે,તે તેના દેખાવ જેવી જ શાશ્વત લાગે છે.

પર્ફોમન્સ અને એન્જિનીયરિંગ

તેના મૂળમાં એક 652સીસીનું, લિક્વિડ-કૂલ્ડ, સિંગલ-સીલિન્ડર ડીઓએચસી એન્જિન છે, જે 45એચપી અને 55એનએમનો ટૉર્ક આપે છે, જે તેના ક્લાસમાં સૌથી શક્તિશાળી અને સૌથી વધુ પરિશુદ્ધ છે.તેની રચના સહજતાથી સંચાલન માટે કરવામાં આવી છે, પછી ભલે તમે તેને શહેરના ટ્રાફિકમાં ચલાવી રહ્યાં હો કે ખુલ્લા હાઇવે પર.
5-સ્પીડના ગીયરબૉક્સ, આસિસ્ટ અને સ્લિપર ક્લચ, ડ્યુઅલ-ચેનલ એબીએસઅને ટેલિસ્કોપિક ફોર્ક્સધરાવતી ડબલ-ક્રેડલ ચેસિસની મદદથી આત્મવિશ્વાસપૂર્વક અનેસરળતાથીસવારી કરી શકાય છે. પહોળા ટાયર, પ્રીમિયમ ડિસ્ક બ્રેક્સ અને સચોટ રીતે સંતુલિત કરવામાં આવેલું સસ્પેન્શન આ મોટરસાઇકલને સંપૂર્ણ બનાવે છે, જેની સવારી કરવાથી સ્થિરતા, નિયંત્રણ અને લાંબા અંતર સુધી આરામ મળે છે.

રંગો અને વેરિયેન્ટ્સ
ગોલ્ડ સ્ટાર 5ફિનિશમાં આવે છે, જે દરેકની એક અલાયદી ઓળખ છે:

  • શેડો બ્લેક – સૌમ્ય અને ક્લાસિક
  • ઇન્સિગ્નીયા રેડ – બોલ્ડ, રેસિંગના વારસાના પિનસ્ટ્રાઇપ્સની સાથે
  • મિડનાઇટ બ્લેક – સ્લીક અને દમદાર
  • ડૉન સિલ્વર – ભવ્ય, પ્રીમિયમ ડિટેઇલિંગની સાથે
  • હાઇલેન્ડ ગ્રીન – ડીપ, રિચ અને સોફિસ્ટિકેટેડ

તેના દરેક વેરિયેન્ટની ઓળખ તેના ક્રૉમ ટચ, સચોટ ડિટેઇલિંગ અને બ્રાન્ડના વારસાને સન્માન આપતી ફિનિશ દ્વારા નિર્ધારિત થાય છે.

આ વર્ષે તહેવારોની સિઝનમાંવારસાના પાયા પર નિર્માણ પામેલી, વર્તમાન સમય માટે બનાવવામાં આવેલી અને અલગ તરી આવવા માટે તૈયાર કરવામાં આવેલી મોટરસાઇકલ,ગોલ્ડ સ્ટારની સફળતાની ગાથાનો હિસ્સો બનો.

Related posts

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ખાતે ‘HCG આસ્થા’ કેન્સર હોસ્પિટલના નવનિર્મિત કેન્સર સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું

truthofbharat

મુકકા પ્રોટીન્સ લિમિટેડે FABBCO માં વ્યૂહાત્મક હિસ્સેદારી મેળવી, વિકલ્પ પ્રોટીન ક્ષેત્રમાં ઝડપી વિસ્તરણને ગતિ આપી

truthofbharat

અસ્મિતા જેનગ્રીનનું ઇન્ટરેક્ટ ક્લબ આનંદ અને ઉદ્દેશ્ય સાથે ઇન્સ્ટોલ થયું

truthofbharat