Truth of Bharat
ગુજરાતબિઝનેસબેંકિંગ સેક્ટરરાષ્ટ્રીયહેડલાઇન

ધી- ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિએશન (FGSCDA), દ્વારા ફિનટેક અને બેંકિંગ સિનર્જી”ના વિષય પર કૉંફરેન્સનું આયોજન કરાયું

ગુજરાત, અમદાવાદ | ૦૭ સપ્ટેમ્બર ૨૦૨૫: સિટીના અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલોપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (SIDBI) તથા એથિક્સ ફિંટેક પ્રા. લી. સાથે મળીને” ફિનટેક અને બેંકિંગ સિનર્જી” વિષય પર આજે કૉંફરેન્સનું આયોજન કરવામાંઆવ્યું છે. આ કાર્યક્રમમાં SIDBI, ભારત સરકારના પ્રતિનિધિઓ, FGSCDA ના પ્રમુખ અને પદાધિકારીઓ, ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ, એથિક્સ ફિંટેક પ્રા. લી. નાCFO તેમજ દવા ક્ષેત્રના અન્ય વહેપારીઓ અને અનેક ઉદ્યોગપતિઓ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં

નીચેના મુદ્દાઓ પર ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં

  • નાના-મધ્યમ ફાર્મા ઉદ્યોગો માટે નાણાકીય સહાય
  • વ્યવસાયિક વૃદ્ધિ અને સ્પર્ધાત્મકતા માટે માર્ગદર્શન
  • બેંકિંગ અને ફિનટેક સહયોગી ટેક્નોલોજી
  • SIDBI દ્વારા નાના ઉદ્યોગો માટે ખાસ ડિજિટલ સહાય
  • ફાર્મા ક્ષેત્રના વેપારીઓ માટે સરળ લોન વ્યવસ્થા
  • ઉદ્યોગની વૃદ્ધિ અને વિસ્તરણ માટેની યોજનાઓને આવરી લેવામાં આવ્યું હતું.

જસવંત પટેલ: આજે જે રીતે  કોર્પોરેટ જગત ભારતમાં વેપાર કરવા માટે આતુર છે તેમાં નાનામાં નાનો વેપારી પોતાના કેપીટલ દ્વારા કોઈ કોમ્પિટિશનમાં ટકી રહે તે માટે એક ફેડરેશન દ્વારા સિડબી (sidbi) સાથે આજે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેં મારા કેમિસ્ટોને આવનારા દિવસોમાં જે સ્પર્ધાઓ છે તેને ધ્યાનમાં રાખી સિડબી (sidbi) નાના ઉદ્યોગોને જે ઓછા વ્યાજે લોન આપે છે જે જીએસટીના આધારે આપતા હોઈએ છે. તમે જાણો છો એ પ્રમાણે હાલમાં દવાઓની અંદર GST 5 % થયું છે અને ફોરેનથી લોકો અહીંયા ધંધો કરવા આવી રહ્યા છે ત્યારે એક નાનો વેપારી પોતાના ધંધાને વધુમાં વધુ મજબૂત રીતે આગળ વધારી શકે તેના માટે સિડબી શું છે ? તેની પુરેપુરી માહિતી આપવામાં આવી જેમાં મેં અમદાવાદથી આ સફરની શરૂઆત કરી છે જેમાં અમારા પ્રમુખ તેમજ સેક્રેટરી પણ હાજર છે. ત્યારે મારા મેમ્બર્સને તેમજ નાનામાં નાનો વેપારી આવનારી કોમ્પિટિશનમાં કેવી રીતે વેપાર કરી શકે તેમજ ટકી આગળ વધી શકે તેના માટે આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે.

આનંદ યાદવ: સિડબીની નવી નવી સ્કિમો આવી રહી છે અને ઘણા નવા ઇન્ડટવેશન આવી રહ્યા છે, જેમાં અને તેને આગળ લઈ જવા માંગીએ છે. અને લોકોને હવે બેંક આવાની જરૂર ન પડે અને તમામ નિર્ણયો ડિજિટલી લે અને લોન જ્યારે જોઈએ ત્યારે મળે, જે અમે MSME માટે કરી રહ્યા છીએ, જેમાં અમે પ્લેટફોર્મ બનાવા માંગીએ છીયે જેમાં GST બેસ્ડ લોન મળી શકે જે ઓનલાઇન છે. અમારી જે પણ સપ્લાય ચેઇન છે તમામ msmeની છે જેમાં વેપારી ફાઇનાન્સ ડિજિટલી કરી શકે તે માટે અમેં આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને બેંક પણ અને વેપાર પર વિશ્વાસ વધે તે વિશે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પહેલા એક જ બ્રાન્ચ હતી હવે ૧૧ બ્રાન્ચ છે. અને નથી ઇચ્છતા msme વધારે પે કરે.

Related posts

દુબઈની શ્રેષ્ઠ હોટેલો અને રિસોર્ટ્સની માર્ગદર્શિકા

truthofbharat

15 સૌથી ઝડપથી વિકસતી સ્કિલ જે ભારતીયોને કાર્યસ્થળ પર આગળ રહેવા માટે જરૂરી : લિંક્ડઇન સ્કિલ્સ ઑન ધ રાઇસ 2025

truthofbharat

નૂતનવર્ષના સૌને અભિનંદન અને જય સીયારામ

truthofbharat