Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મહુવા, મુંબઈ અને અન્યત્ર અકાળે મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૫: ગત બે દિવસ પહેલા મહુવાની એક વ્યક્તિ નું કતપર પાસે પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું તેવા સમાચારો પ્રાપ્ત થયા છે. દેવપ્રયાગ રેસીડેન્સી ના એક યુવકનું અકસ્માતે મોત નિપજ્યું હતું. તેમનાં બંનેના પરિવારજનોને સંવેદના રુપે રુપિયા ૩૦,૦૦૦ની રાશિ અર્પણ કરવામાં આવી છે. તે જ રીતે થોડા દિવસ પહેલાં પોરબંદર નજીકના દરિયામાં ડૂબી જતાં ચાર માછીમારોના મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૬૦,૦૦૦ ની સહાયતા રાશિ પૂજ્ય મોરારીબાપુએ અર્પણ કરી છે.

મુંબઈ નજીકના પાલધર ખાતે એક મકાન ધરાશયી થયા બાદ ૧૭ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ તેમના પરિવારજનોને પણ રુપિયા ૨,૫૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ વિતિય સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

JCI INDIA Zone 8 દ્વારા 300 સભ્યોની વિધાનસભા મુલાકાત – યુવા નેતૃત્વ માટે અનોખી પ્રેરણા

truthofbharat

ગાંધીનગર, ગુજરાતના યુવાનો રસ્તાના વર્તન બદલવામાં આગેવાની લઈ રહ્યા છે

truthofbharat

IOQM 2025: આકાશ–વાપી વિદ્યાર્થીઓનો સર્વગ્રાહી શાનદાર દેખાવ – તમામ હાઈસ્કૂલ ગ્રેડમાં ઉત્તમ પ્રદર્શન

truthofbharat