Truth of Bharat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

Amazon.inએ ગુજરાતમાં ખરીદી અને વેચાણનાં વલણો જાહેર કર્યા

  • સ્માર્ટફોન, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને બ્યુટી, ઘર અને રસોડા, કરિયાણાં અને દૈનિક જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ સહિત લોકપ્રિય પ્રોડક્ટ્સની ખરીદી કરવામાં આવી
  • અમદાવાદમાં ગ્રાહકો પ્રિમિયમ પ્રોડક્ટ્સનો આનંદ માણી રહ્યા છે – લક્ઝરી બ્યુટી અને ઘડિયાળોમાં વાર્ષિક ધોરણે 30%ની વૃદ્ધિ નોંધાઇ છે
  • વસ્ત્રો, ઘર, રસોડા, વાયરલેસ સહિત ઘણી કેટેગરીઝમાં ગુજરાતના 2.3 લાખથી વધુ વિક્રેતાઓએ in પર વેચાણ કરે છે
  • Amazon.in ગુજરાતના વિક્રેતાઓને નવા લોન્ચ કરેલા ટુલ એઆઇનો ઉપયોગ કરવામાં સહાય કરે છે 

ગુજરાત, અમદાવાદ | ૦૩ સપ્ટેમ્બર ૨૦૨૫: એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2025 પહેલા કંપનીએ આજે અમદાવાદમાં ખરીદી અને વેચાણનાં વલણો જાહેર કર્યા હતા. શહેરમાં ખરીદવામાં આવેલી લોકપ્રિય પ્રોડક્ટ્સમાં સ્માર્ટફોન્સ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને બ્યુટી, ઘર અને રસોડા, કરિયાણાં અને દૈનિક જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. લોકપ્રિય પ્રોડક્ટ્સ વસ્ત્રો, ઘર, રસોડા, વાયરલેસ સહિત ઘણી કેટેગરીઝમાં વેચાય છે.

અમાદાવાદમાં ખરીદીનાં વલણ 

આ તહેવારની મોસમમાં અમદાવાદના ગ્રાહકો કેટેગરીઝમાં પ્રિમિયમ પસંદગીઓમાં વધુ પ્રાથમિકતા દર્શાવી રહ્યા છે. વર્ષ 2025ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં (2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળાની તુલનામાં) એમેઝોન ફેશન અને બ્યુટી, લક્ઝરી બ્યુટી અને ઘડિયાળમાં નોંધપાત્ર 30%ની વૃદ્ધિ નોંધાઇ છે. શહેર પરંપરાગત અને આધુનિકતાનાં અનોખા મિશ્રણને દર્શાવે છે, જેમાં ઓક્સિડાઇઝ્ડ જ્વેલેરી અને કાચકામ કરેલા ચણિયાચોળી, સમકાલિન બાંધણી પ્રિન્ટના કૂર્તાની સાથે સાથે તહેવારો માટે સૌથી વધુ વેચાણ થનારી ચીજવસ્તુઓ તરીકે ઉભરી આવી છે. લગ્નપ્રસંગની ખરીદી સુશોભિત જૂત્તી, રોઝ ગોલ્ડ લગેજ સેટ્સ, અને લાંબા સમય સુધી ચાલતા ફાઉન્ડેશનની માગને પણ વેગ આપી રહી છે. મોસમી વલણો અલગ રહ્યા છે – નવરાત્રીમાં પરંપરાગત એક્સેસરીઝની માગમાં વધારો થયો છે, દિવાળીમાં પ્રિમિયમ ઘડિયાળો અને સોનાની જ્વેલેરીની શોધમાં વધારો થાય છે, જ્યારે લગ્નની મોસમમાં (નવેમ્બરથી ફેબ્રુઆરી) લક્ઝરી બ્યુટી અને બ્રાઇડલ કલેક્શનની લોકપ્રિયતા ટોચ પર જોવા મળે છે.

એમેઝોન ઈન્ડિયાના ફેશન અને બ્યુટીના નિર્દેશક સિદ્ધાર્થ ભગતે જણાવ્યું હતું કે, “અમને અમદાવાદમાં ગ્રાહકો દ્વારા આ તહેવારની મોસમમાં પ્રિમિયમ ફેશન અને બ્યુટીને અપનાવી રહ્યા હોવાનું જોઇને આનંદ થાય છે. એમેઝોન ફેશન એન્ડ બ્યુટીમાં અમે ‘વેર-ઇટ-વિથ’ સ્ટાઇલિંગ ના સૂચનો, બ્યુટી અને આઇવેર માટે વર્ચ્યુઅલ ટ્રાઇ-ઓન અને વ્યક્તિગત સૂચનો માટે સ્કિનકેર એનાલાઇઝર જેવી ટેકનોલોજી આધારિત વિશેષતાઓ મારફતે અમારા ગ્રાહકોના ખરીદીના અનુભવને સતત સારો બનાવી રહ્યા છીએ. આ નવીનીકરણ તહેવારની ખરીદીને માત્ર વધુ અનુકૂળ બનાવતા નથી, પરંતુ વધુ વ્યક્તિગત પણ બનાવે છે, જેમાં ગ્રાહકો પોતાની પસંદ અને પ્રાથમિકતાઓને અનુરૂપ પ્રોડક્ટ્સને શોધવામાં સહાય મળે છે.” 

અમદાવાદમાં વેચાણનાં વલણો

Amazon.in વસ્ત્રો, ઘર, રસોડા, વાયરલેસ સહિત ઘણી કેટેગરીઝમાં ગુજરાતના 2.3 લાખથી વધુ વિક્રેતાઓ અને 68,000થી વધુ સ્થાનિક દુકાનો ધરાવે છે.એમેઝોન કારીગર ગ્રાહકોને 470થી વધુ અનોખી કળા અને શિલ્પ પરંપરાઓના 200,000થી વધુ હસ્તનિર્મિત પ્રોડક્ટ્સ સાથે જોડે છે, જેનાથી દેશવ્યાપી કારીગરોને સહાય મળે છે; એમેઝોન સહેલી મહિલા ઉદ્યોગસાહસિકોને વસ્ત્રો, જ્વેલેરી અને કરિયાણામાં પસંદગીઓ ઓફર કરવા માટે સક્ષમ બનાવે છે; એમેઝોન લોન્ચેપેડ 30 કેટેગરીઝમાં 700થી વધુ ઉભરતી બ્રાન્ડ્સની 200,000થી વધુ અનોખી પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરે છે; અને એમેઝોન પર સ્થાનિક દુકાનોએ 350,000થી વધુ ઓફલાઇન રિટેઇલર્સ અને પડોશની દુકાનોને ઓનલાઇન લાવીને ખરેખર સમાવેશી બજારસ્થળની ઇકોસિસ્ટમ તૈયાર કરે છે.

એમેઝોન ઈન્ડિયાના પ્રોડક્ટ મેનેજમેન્ટ નિર્દેશક વિક્રમ દેશપાંડેએ જણાવ્યું હતું કે “ઘણા વર્ષોથી એમેઝોન ગ્રેટ ઈન્ડિયા ફેસ્ટિવલ ભારતના મુખ્ય તહેવારોની ખરીદીની ઉજવણીમાં પરિવર્તિત થયો છે, જે દેશભરમાં લાખો એસએમબી, કારીગરો અને ઉદ્યોગસાહસિકો માટે વૃદ્ધિની તકોનું સર્જન કરે છે. માત્ર ગુજરાતમાંથી Amazon.in પર 2.3 લાખથી વધુ વિક્રેતાઓ છે, જે રાજ્યના ભવ્ય કાપડ વારસો, ઉત્કૃષ્ઠ હસ્તકલા અને અભૂતપૂર્વ નવીનતાઓને દેશભરના લાખો ગ્રાહક સમક્ષ પ્રદર્શિત કરે છે. સ્થાનિક દુકાનો, સહેલી, કારીગર અને લોન્ચપેડ જેવી અમારી લક્ષ્યાંકિત પહેલો અને આ વર્ષની શરૂઆતમાં અત્યાર સુધીના સૌથી વધુ ફી ઘટાડા દ્વારા અમે વેચાણને માત્ર સરળ અને વ્યાજબી બનવાવા જ નહીં, તમામ કદના કારોબારો માટે ખરેખર લાભદાયી બનાવવા માટેની અમારી પ્રતિબદ્ધત્તા દર્શાવી છે. કારણ કે એમેઝોન, અમે ખરેખર માનીએ છીએ કે જ્યારે અમારા વિક્રેતાઓ સફળ થાય છે ત્યારે અમે પણ સફળ થઈએ છીએ.”

વિક્રેતાઓને એઆઇ અપનાવવા અને તેમના કારોબારને વધારવા સક્ષમ બનાવવા માટે, એમેઝોન ઈન્ડિયા તહેવારની મોસમ નવા વિક્રેતાઓ કાર્યક્રમો રજૂ કર્યા છે. આ ટેકનોલોજીકલ નવીનતાઓ અને ખર્ચના બચત ઉપાયોની સાથે 1.6 મિલિયનથી વધુ ભારતીય વિક્રેતાઓની સહાય કરશે.

વિક્રેતાઓની સહાય કરવા માટે નવીનીકરણને કેન્દ્રમાં રાખીને એમેઝોને એક જેન એઆઇ ટુલ લોન્ચ કર્યું છે, જે પ્રોડક્ટ પેજિસને 70% સુધી ઝડપી બનાવે છે, બીએક્સજીવાય (બાય એક્સ ગેટ વાય) પ્રમોશન્સને માત્ર બે ક્લિકમાં સરળ કર્યા છે અને ઐતિહાસિક ડેટા અને એન્વેન્ટરી ભલામણોની સાથે વ્યુહાત્મક યોજના માટે સમૃદ્ધિ ડેશબોર્ડને તબક્કા પ્રમાણે રજૂ કરે છે. ખર્ચ અસરકારક પહેલોમાં 1.2 કરોડથી વધુ પ્રોડક્ટ્સ પર રેફરલ ફીઝ દૂર કરવી, મલ્ટિ-આઇટમ ઓર્ડર્સ પર 90% સુધી ફી ઘટાડવી, બઝાર ઝીરો ફી પ્રોગ્રામ મારફતે રૂ. 600 હેઠળ પ્રોડક્ટ્સ માટે વેચાણ ફી દૂર કરવી અને કારીગરો અને સહેલી કાર્યક્રમો મારફતે મહિલાઓ દ્વારા સંચાલિત કારીગર કારોબારો માટે ફીમાં રાહત પૂરી પાડવાનો સમાવેશ થાય છે. કંપનીએ ઓપર્ચ્યુનિટી એક્સપ્લોરર જેવા વૃદ્ધિ ટુલ્સ પણ રજૂ કર્યા છે, જે ગ્રાહકોની માગના ડેટાનો ઉપયોગ કરીને આશાસ્પદ નવી પ્રોડક્ટ્સની ઓળખ કરે છે, હાઇપરલોકલ ભાગીદારો મારફતે અલ્ટ્રા-ફાસ્ટ 3-કલાકની ડિલિવરી માટે, 14,000થી વધુ પિનકોડ ધરાવતા એસએમબી માટે એમેઝોન શોપિંગને વધુ સારી બનાવે છે, અને એમેઝોન સેલર એપને વધુ સારી બનાવી છે, જેથી વિક્રેતાને કુપન્સ, ડીલ્સ, પ્રાયોજિત પ્રોડક્ટ ઝુંબેશો અને પ્રદર્શન ટ્રેકિંગ સહિત તેમની સમગ્ર કારોબારની કામગીરીઓને સરળતાથી સંચાલિત કરવા સક્ષમ બનાવે છે.

ગુજરાતમાં, કંપની ફુલફિલમેન્ટ સેટર, બે સોર્ટ સેન્ટર્સ, 100થી વધુ ડિલિવરી સ્ટેશન્સ અને લગભગ 850 ‘આઇ હેવ સ્પેસ’ સ્ટોર ભાગીદારોનું નેટવર્ક ધરાવે છે, જે ઝડપી ડિલિવરીઝ અને સ્થાનિક કાર્યની તકોનું સર્જન કરવા માટે સહાય કરે છે.

આ તહેવારની મોસમમાં ગ્રાહકો પ્રાઇમ અને એમેઝોન પેના વર્ધિત લાભો માણવાનું જારી રાખી શકે છે – પ્રાઇમ સભ્યો નિઃશુલ્ક અને ઝડપી ડિલિવરી, વિશેષ બચતો, મનોરંજનના લાભો સહિત ઘણું મેળવે છે. એમેઝોન પે પ્રાઇમ સભ્યો માટે વધારાનાં કેશબેકની સાથે સુરક્ષિત, સહજ અને લાભદાયક વ્યવહારો કરી શકે છે. ગ્રાહક વિભિન્ન પ્રાઇમ પ્લાનમાંથી પસંદગી કરી શકે છેઃ રૂ. 1,499માં એન્યુઅલ પ્રાઇમ (સંપૂર્ણ લાભ), રૂ. 799માં પ્રાઇમ લાઇટ (સંપૂર્ણ ખરીદી, મર્યાદિત વિડિયો), અથવા રૂ. 399માં પ્રાઇમ શોપિંગ એડિશન (માત્ર ખરીદીના લાભ).

એમેઝોનની વર્ષની સૌથી મોટી ખરીદીની ઇવેન્ટ ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2025 પ્રાઇમ સભ્યો માટે ખાસ 24 કલાક પહેલા એક્સેસ સાથે ટૂંક સમયમાં શરૂ થશે. ગ્રાહક સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, ઘરની આવશ્યક ચીજવસ્તુઓ અને અન્ય પર શ્રેષ્ઠ ડીલ્સનો આનંદ માણી શકે છે, જેમાં એપલ અને સેમસંગના સ્માર્ટફોન્સ પર 40% સુધીની છૂટ, ઇલેક્ટ્રોનિક્સ પર 80% સુધીની છૂટ તથા ફેશન અને બ્યુટી બ્રાન્ડ્સ પર 50-80% સુધીની છૂટ, અને અન્ય ઘણું બધું સામેલ છે. આ ઇવેન્ટ દરમિયાન ગ્રાહક નવી પ્રોડક્ટ્સનાં લોન્ચ, એઆઇ-સંચાલિત ખરીદીના અનુભવ અને એમેઝોન લોન્ચપેડ, સ્થાનિક દુકાનો, કારીગરો અને સહેલી કાર્યક્રમોના નાના કારોબારો સહિતના એક મિલિયનથી વધુ વિક્રેતાઓ પાસેથી વિશેષ ઓફર્સનો લાભ લઈ શકે છે. વધુ જાણકારી મેળવવા માટે અહીં ક્લિક કરો.

Related posts

LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડે અર્જૂન પુરસ્કાર વિજેતા વન્તિકા અગ્રવાલને બ્રાન્ડ એમ્બેસડર બનાવવાની જાહેરાત કરી

truthofbharat

નાનાં શહેરોથી વૈશ્વિક મંચ સુધીઃ સેમસંગ અને સ્ટાર્ટઅપ ઈન્ડિયા દ્વારા ઈનોવેટર્સની ભારતની નેક્સ્ટ જનરેશનને સશક્ત બનાવવા માટે સમજૂતી કરાર

truthofbharat

લીવાઇશ બ્રાન્ડે જાહેરાત કરી કે, આલિયા ભટ્ટ અને દિલજીત દોસાંઝ એક ન્યુ કેમ્પિયન ફિચર્સની સાથે બેગી પાછા આવ્યા

truthofbharat