- Amazon.inના બજેટ શોપિંગ પ્રોગ્રામ બજારમાં ગુજરાતમાંથી નવા ગ્રાહકોમાં 5 ગણો વધારો જોવા
મળ્યો છે - ગુજરાતના ગ્રાહકો પૈસાનું વળતર આપતી ખરીદીનો આનંદ માણે છે. એમેઝોન બજારમાં લોકપ્રિય ઉત્પાદનોમાં વસ્ત્રો, ઘર અને રસોડાના ઉત્પાદનો, ફૂટવેર, ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઝ અને હેરિટેજ ક્રાફ્ટ વસ્તુઓ સામેલ છે
ગુજરાત, અમદાવાદ | ૨૮ ઓગસ્ટ ૨૦૨૫: તહેવારોની મોસમની શરૂ થતા જ, Amazon.in દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે, ગુજરાત એમેઝોન બજાર માટે સૌથી ઝડપથી વિકસી રહેલા રાજ્યોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે, અને તેના ઓર્ડરમાં વાર્ષિક ધોરણે 30 ગણો વધારો થયો છે. રાજ્યમાં ગુજરાત, અમદાવાદ અને વડોદરા જેવા મોટા શહેરો તેમજ અમરેલી, ભુજ, નવસારી, જૂનાગઢ, જામનગર અને અન્ય શહેરોમાંથી નવા ગ્રાહકોની નોંધણીમાં 5 ગણો વધારો જોવા મળ્યો છે. ₹99થી શરૂ થતા ઉત્પાદનો, મફત ડિલિવરી, રિટર્ન કરવાની અનુકૂળ વ્યવસ્થા અને ફેશન, ઘર, કિચન, શૂઝ અને ઇલેક્ટ્રોનિક એસેસરીઝ જેવી શ્રેણીઓમાં બે કરોડથી વધુ ઉત્પાદનો પર વધારાનું કૅશબૅક મળતું હોવાથી, મૂલ્ય શોધનારા લોકો બજેટ શોપિંગ માટે એમેઝોન બજાર પર ભરોસો મૂકી રહ્યા છે.
આ જાહેરાત અંગે ટિપ્પણી કરતા, એમેઝોન બજારના પ્રોડક્ટ અને બિઝનેસ હેડ સમીર લાલવાણીએ જણાવ્યું હતું કે: “એમેઝોન બજાર માટે ગુજરાત એક વ્યૂહાત્મક વિકાસનું ક્ષેત્ર છે, જ્યાં ગ્રાહકોમાં ખૂબ જ પરવડે તેવા ઉત્પાદનોની સ્પષ્ટ માંગ જોવા મળે છે. રાજ્યના વિક્રેતાઓએ એમેઝોન બજારમાં વાર્ષિક ધોરણે 4 ગણો વધુ સિલેક્શનનો ઉમેરો કર્યો છે, જેનાથી ગ્રાહકો માટે ઉપલબ્ધ એકંદર સિલેક્શનમાં કાપડ, ઉત્સવની ફેશન અને દાગીના સહિત અન્ય કેટેગરીમાં લગભગ 6 ગણો વધારો થયો છે. આનાથી ગુજરાતના વિક્રેતા સમુદાયની ઉદ્યમિતાની ભાવના અને તેના ખરીદદારોના પૈસાના વળતર પ્રત્યેનો અભિગમ દેખાઈ આવે છે. આ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં, ગ્રાહકો વિવિધ કેટેગરીમાં વિક્રેતાઓ પાસેથી ગ્રેટ ડીલ્સની રાહ જોઈ શકે છે, જેથી એમેઝોન બજાર પર તેમની ખરીદી વધુ સસ્તી થઈ જાય.”
ગુજરાતમાં, એમેઝોન બજારમાં ફેશન કેટેગરીમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે; કુર્તીની માંગ ગયા વર્ષની સરખામણીએ 25 ગણી વધી છે, પુરુષોના શર્ટમાં 12 ગણો વધારો થયો છે અને સાડીઓમાં ગયા વર્ષ કરતાં 10 ગણો વધારો જોવા મળ્યો છે. યુવાન ગ્રાહકો રેડી-ટુ-વેર સાડી, કો-ઓર્ડ સેટ અને શરારા અને અનારકલી જેવા પરંપરાગત પોશાક તેમજ ઈન્ડો-વેસ્ટર્ન ફ્યુઝન શૈલીઓના સમકાલીન અર્થઘટનની માંગને વધારી રહ્યા છે. રાજ્યના બજાર ગ્રાહકો પણ ભારતભરના ઉત્પાદનો, ખાસ કરીને ચંદીગઢની કુર્તી, જયપુરની હોમ ફર્નિશિંગ અને દિલ્હીની ઇલેક્ટ્રોનિક એસેસરીઝની ખરીદીનો આનંદ માણે છે.
ગુજરાત એવા વિક્રેતાઓનું ગૃહસ્થાન પણ છે જે રાષ્ટ્રીય અને વૈશ્વિક ગ્રાહકો સુધી પહોંચવા માટે Amazon.in નો ઉપયોગ કરે છે. રાજ્યમાં 2.3 લાખથી વધુ એવા વિક્રેતાઓ છે જે ગુજરાતના અનોખા ઉત્પાદનોને ઑનલાઇન ખરીદદારો સુધી પહોંચાડવા માટે Amazon ના ટૂલ્સ, કાર્યક્રમો અને ઓપરેશન્સ નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છે. વિક્રેતાઓને સક્ષમ બનાવવા અને ગ્રાહકોને તેમના ઉત્પાદનો ઝડપથી તેમજ વિશ્વસનીય રીતે મેળવવામાં મદદ કરવા માટે, એમેઝોન રાજ્યમાં બે ફુલફિલમેન્ટ કેન્દ્રો ચલાવે છે, લગભગ 850 ‘આઇ હેવ સ્પેસ’ સ્ટોર્સ અને 100થી વધુ ડિલિવરી સ્ટેશનો ચલાવે છે.
તહેવારોની આ મોસમમાં, એમેઝોન બજાર ખિસ્સા માટે અનુકૂળ ડીલ્સ, વિશાળ સિલેક્શન અને પોતાની અનુકૂળતા મુજબ ગમે ત્યાંથી ખરીદી કરવાની સવલત આપવાની સાથે-સાથે દરેક ઘરમાં ખુશીઓ લાવવા માટે તૈયાર છે.
