Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રિચ પ્રેઝન્ટ્સ હોસ્પિટાલિટી હોરાઇઝન એવોર્ડ્સ 2025 – બેકિંગ અને કન્ફેક્શનરીમાં શ્રેષ્ઠનું સન્માન

ગુજરાત, અમદાવાદ | 29 ઓગસ્ટ 2025: મુંબઈ શહેર અંધેરી પૂર્વના નોવોટેલ એરપોર્ટ ખાતે આયોજિત રિચ પ્રેઝન્ટ્સ હોસ્પિટાલિટી હોરાઇઝન બેકરી, પેટિસરી અને ચોકલેટ એવોર્ડ્સ 2025 ખાતે ઉજવણીની એક ઝાકઝમાળ સાંજનું સાક્ષી બન્યું હતું. રિચ પ્રોડક્ટ્સ દ્વારા પ્રસ્તૂત કરાયેલા આ કાર્યક્રમનું આયોજન ઉદ્યોગજગતના અગ્રણી પ્રકાશન‘હોસ્પિટાલિટી હોરાઇઝન’ મેગેઝિન દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રિચ પ્રોડક્ટ્સ ઇન્ડિયા, MENA અને તુર્કીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પંકજ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે: “રિચ ખાતે, અમે હંમેશા બેકરી અને પેટિસરી સમુદાયને વિશ્વ કક્ષાના ઘટકો અને ઉકેલો સાથે સશક્ત બનાવવામાં માનતા આવ્યા છીએ. આ એવોર્ડ્સ ભારતના બેકિંગ ઉદ્યોગને આગળ ધપાવી રહેલા અદ્ભુત પ્રતિભાવાન, સર્જનાત્મક અને જુસ્સાવાન લોકોનું સન્માન છે. શ્રેષ્ઠતાના નવા માપદંડો સ્થાપિત કરી રહેલા આ અગ્રણીઓનું સન્માન કરવા બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ.”

બેકરી, પેસ્ટ્રી અને ચોકલેટની દુનિયામાં શ્રેષ્ઠતા અને ઇનોવેશનને સન્માનિત કરવા માટે આ એવોર્ડ નાઇટમાં બેકિંગ ઉદ્યોગના પ્રખ્યાત શેફ અને ઉદ્યોગના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. શેફ અજય ચોપરા, રાખી વાસવાની, સંજના પટેલ, શેફ વિનેશ જોની, રોહિત સાંગવાન, તેજસ્વી ચંદેલા, ઝેબા કોહલી સહિતના સંખ્યાબંધ પ્રતિષ્ઠિત લોકોની ઉપસ્થિતિના કારણે એવોર્ડની સાંજ બેકરી, પેસ્ટ્રી અને ચોકલેટ ક્ષેત્રમાં પ્રતિભા, સર્જનાત્મકતા અને કારીગરીની વાસ્તવિક ઉજવણી બની ગઈ હતી.

આ એવોર્ડ સંધ્યાની મુખ્ય વિશેષતા એ હતી કે, ભારતની ટોચની 10 ચેઇન બેકરીઝ અને ટોચની 10 સ્ટેન્ડઅલોન બેકરીઝનું સન્માન કરવામાં આવ્યું હતું, જેઓ આ સન્માન પ્રાપ્ત કરવા માટે દેશભરમાંથી આવ્યા હતા. આ સેગમેન્ટમાં ગુણવત્તા, ઇનોવેશન અને ગ્રાહક અનુભવમાં બેન્ચમાર્ક સ્થાપિત કરનારી બ્રાન્ડ્સ અને ઉદ્યોગસાહસિકોની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. વિજેતાઓની યાદીમાં નીચે ઉલ્લેખિતસામેલ છે:

  • પશ્ચિમ ક્ષેત્ર: રિબન્સ એન્ડ બલૂન્સ, હેંગઆઉટ, ઓ કેક્સ, મેરવાન, અતુલ બેકરી
  • ઉત્તર ક્ષેત્ર: બ્રાઉન સુગર, મેક્સિમ, ડોનાલ્ડ પેસ્ટ્રી શોપ, બેકિંગો
  • દક્ષિણ ક્ષેત્ર: જસ્ટ બેક્સ, સ્વિસ કેસલ, કાફે નિલોફર, કેક સ્ક્વેર
  • પૂર્વ ક્ષેત્ર: ગો કૂલ, ડેનબ્રો, ડૉ એઝ યુ લાઈક, ક્રીમ્ઝ

આ એવોર્ડ નાઇટમાંઆ ઉદ્યોગના અગ્રણીઓનું સન્માન કરવાની સાથે-સાથે, શેફ, ચોકલેટિયર્સ અને બેકરી ઉદ્યોગસાહસિકોને વિચારોનું આદાન-પ્રદાન કરવા તેમજ સતત વિકસી રહેલા બેકરી અને કન્ફેક્શનરી ક્ષેત્રમાં ઇનોવેશનને પ્રેરણા આપવા માટે એક નેટવર્કિંગ પ્લેટફોર્મ પણ તૈયાર કરી શકાયું હતું.

Related posts

લક્ષ્મીપતિ લોર્ડ વ્યંકટેશ તિરૂપતિ-બાલાજીથી ૯૬૯મી રામકથાનો આરંભ થયો

truthofbharat

વિશ્વ પ્રસિદ્ધ ફિલોસોફર ઓશોનાં ૯૫માં જન્મોત્સવ પર તેની કર્મભૂમિ જબલપુરથી ૯૬૮મી રામકથાનો આરંભ

truthofbharat

વેજ પિઝાના 5.8 લાખ ઓર્ડરથી લઈને વેજ થાળીના 4.9 લાખ ઓર્ડર…2025માં અમદાવાદીઓએ આ રીતે સ્વિગી ઉપર પસંદગી ઉતારી

truthofbharat