Campaign Link: Spicy Ko De Sprite Ka Tadka
નવી દિલ્હી | ૨૮ ઓગસ્ટ ૨૦૨૫: પ્રતીકાત્મક લેમન અને લાઈમ ફ્લેવર્ડ પીણું સ્પ્રાઈટ દ્વારા તેના નવી કેમ્પેઈન ‘‘સ્પાઈસી કો દે સ્પાઈટ કા તડકા’’ના લોન્ચ સાથે નવી મીલટાઈમ રસમ રજૂ કરવામાં આવી છે, જે બ્રાન્ડનો આઈડિયા મસાલાઓ માટે ભારતના ભારે પ્રેમથી પ્રેરિત છે. ફિઝ્ઝી સ્પ્રાઈસ- સ્પ્રાઈટ- સ્પાઈસ લૂપ આસપાસ નિર્મિત આ કેમ્પેઈન મસાલેદાર ખાદ્યોનું ઉત્તમ ભાગીદાર હોઈ ગરમીને દૂર કરીને અને દરેક બાઈટમાં વધુ ફ્લેવર લાવીને ગ્રાહકોને અનુભવ બહેતર બનાવે છે.
મનોરંજર બ્રાન્ડ ફિલ્મમાં યુથ આઈકોન અને સ્પ્રાઈટની બ્રાન્ડ એમ્બેસેડર શર્વરી લાઈવ્લી રેસ્ટોરાંમાં પ્રવેશ કરે છે, જ્યારે કોમેડી કિંગ સુનિલ ગ્રોવર રમતિયાળ રીતે શ્રેણીબદ્ધ વ્યક્તિત્વ ધારણ કરે છે, જે દરેક વધુ ને વધુ સ્પાઈસી ડિશ રજૂ કરે છે. દરેક મસાલાની ખૂબી સાથે સ્પ્રાઈટનું આગમન થઈને તે સ્પાઈસી પ્રેમીઓને સ્પાઈસ, દરેક ઘૂંટડાનો રોમાંચ માણવાની પસંદગી આપે છે. રમૂજ અને સંવેદનશીલ નાટિકા થકી ફિલ્મ એ દર્શાવે છે કે સ્પ્રાઈટની મજેદાર સ્વાદ સ્પાઈસીને તો પૂરક છે જ, પરંતુ તે દરેક બાઈટને વધુ રોચક બનાવીને ગ્રાહકોને તેમની ફેવરીટ ડિશ જે રીતે માણે છે તેમાં વધુ રોચક પદ્ધતિ પ્રદાન કરે છે.
કોકા- કોલા ઈન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના માર્કેટિંગના વાઈસ પ્રેસિડેન્ટ સુમેલી ચેટરજીએ જણાવ્યું હતું કે, “ભારતનો સ્પાઈસી ફૂડ માટે પ્રેમ ગાઢ છે, પરંતુ તેની સાથે અનોખું પીણું જોડવાનું મોટે ભાગે રહી ગયું છે. અહીં જ સ્વાભાવિક રીતે સ્પ્રાઈટનો પ્રવેશ થાય છે. ક્રિસ્પ, લેમન- લાઈમ ટ્વિસ્ટ તમને કૂલ ડાઉન કરવા સાથે સંપૂર્ણ મસાલેદાર ખાદ્યનો અનુભવ નવી ઊંચાઈએ લઈ જાય છે. સ્પાઈસી કો દે સ્પ્રાઈટ કા તડકા સાથે અમે મોજીલી જોડી બનાવી છે અને સ્પ્રાઈટ માટે નવો અવકાશ નિર્માણ કરીને લાંબા ગાળાનું જોડાણ શરૂ કર્યું છે, જે અમે માનીએ છીએ કે જેન ઝેડ સાથે ઈંડાણથી સુમેળ સાધશે.’’
શર્વરી ઉમેરે છે, “સ્પ્રાઈટે ‘સ્પાઈસી કો દે સ્પ્રાઈટ કા તડકા’ સાથે ફરી એક વાર એ બતાવી દીધું છે કે તે મોજીલું અને રિલેટેબલ છે. મને ખરેખર એ ગમ્યું કે સ્પ્રાઈટ હંમેશાં અનોખી કેમ્પેઈન લાવે છે, જે દરેક વખતે તાજગીપૂર્ણ અને રોમાંચક અહેસૂસ કરાવે છે. બ્રાન્ડ તરીકે સ્પ્રાઈટ હંમેશાં જેન ઝેડ સાથે જોડાણ સાધે છે અને આ એડ ફિલ્મ તેનો વધુ એક ઉત્તમ દાખલો છે. સ્પ્રાઈટ સાથે સ્પાઈસી ફૂડ જોડવાનો સંપૂર્ણ વિચાર સ્વાદને વધુ બહેતર બનાવે છે. હું દરેક લોકો આ સંયોજનને માણે તેની ઉત્સુકતાથી વાટ જોઈશ.’’
સુનિલ ગ્રોવર કહે છે, “મારે માટે ઉત્તમ ભોજન એટલે અનુભવ છે અને આ કેમ્પેઈન તે અનુભવ મને કરાવે છે. મને મસાલેદાર ખાદ્ય બહુ ગમે છે અને સ્પ્રાઈટ સાથે તેની જોડી મને ઉત્તમ લાવે છે. એડ્સની શૂટ કરવાની બહુ મજા આવી અને સ્પ્રાઈટ રીતસર તેને મસાલેદાર બનાવે તે મોજીલું લાગ્યું અને ગમ્યું.’’
‘‘ભારતનો સ્પાઈસ સાથે પ્રેમસંબંધ દંતકથા સમાન છે અને જન ઝેડ માટે તે સન્માનનું પ્રતીક છે,’’ એમ ઓગિલ્વી ઈન્ડિયાના ચીફ ક્રિયેટિવ ઓફિસર સુકેશ નાયકે જણાવ્યું હતું. “અમને સંપૂર્ણ નવી રીતે તે જોશ સાથે જોડાણ કરવાની ઉત્તમ તક જોવા મળી. ‘સ્પાઈસી કો દે સ્પ્રાઈટ કા તડકા’ ફક્ત કેમ્પેઈન નથી, પરંતુ અગાઉ ક્યારેય નહીં તે રીતે સ્પાઈસનો રોમાંચ માણવા માટે આમંત્રણ છે.’’
આ કેમ્પેઈનના ભાગરૂપે સ્પ્રાઈટે લોકપ્રિય ફૂડ અને સ્નેકિંગ બ્રાન્ડ્સ ચિંગ્સ માસ્ટરચોવ, બિંગો, જોલોચિપ્સ, વાવ!!, ચાયના અને ટૂ યુ સાથે જોડાણ કર્યું છે. આ સહભાગી એક્ટિવેશન્સ અને કો- બ્રાન્ડેડ અનુભવ મસાલા માટે ઉત્તમ ભાગીદાર તરીકે સ્પ્રાઈટની ભૂમિકાને નવી ઊંચાઈ આપે છે, કારણ કે મસાલા હાવી થાય ત્યારે તેને માણવાની એકમાત્ર રીત સ્પાઈસી કો દે સ્પ્રાઈટ કા તડકા સાથે છે.
