Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વૈષ્ણોદેવી ખાતે પૂરમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૨૮ ઓગસ્ટ ૨૦૨૫: છેલ્લા કેટલાક દિવસોથી દેશનાં વિવિધ રાજ્યોમાં ભારે વરસાદને પગલે જાનમાલની ભારે ખુવારી થઈ છે અને અનેક લોકોના મોત નિપજયા છે. જમ્મુમાં વાદળ ફાટવાથી કિશતવાડ વિસ્તારમાં તબાહી મચી હતી તે સમાચાર હજુ તાજા છે ત્યાંપ્રાપ્ત માહિતી મુજબ વૈષ્ણોદેવીમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલન થતાં ૩૩ લોકોનાં કરુણ મોત નિપજ્યા છે તેવા દુઃખદ સમાચારો પ્રાપ્ત થયા છે. રિયાસી જીલ્લામાં ભારે વરસાદ પગલે ભૂસ્ખલન થતાં વૈષ્ણોદેવી મંદિર માં દર્શનાર્થે આવેલા લોકોમાંથી ૩૩ લોકોનાં મોત નિપજયા છે.

પૂજ્ય મોરારીબાપુની રામકથા પોલેન્ડ ખાતે ચાલી રહી છે ત્યારે તેમણે આ કરુણાંતિકામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને રુપિયા ૪,૯૫,૦૦૦ ની હનુમંત સંવેદના રાશિ પણ અર્પણ કરી છે. ટ્રસ્ટ દ્વારા સ્થાનિક સરકાર ને આ રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

ફિનો પેમેન્ટ્સ બેન્કે એ ગુજરાત યુપીઆઈ વ્યવહારોને વેગ આપવા માટે ગતિ ખાતું રજૂ કર્યું છે.

truthofbharat

કોટક મહિન્દ્રા બેન્કએ જરૂરિયાત અનુસારના ઇક્વિપમેન્ટ ધિરાણ ઉકેલો સાથે MSMEને સક્ષમ બનાવવા જ્યોતિ CNC સાથે ભાગીદારી કરી

truthofbharat

ટાટા મોટર્સે ફોર-વ્હીલ ઇ-કાર્ગો સોલ્યુશન્સમાં તેનું નેતૃત્વ મજબૂત કર્યું

truthofbharat