- ટોટલ ઇશ્યુ સાઇઝ – પ્રત્યેક ₹10ના અંકિત મૂલ્યના 1,00,00,000 ઇક્વિટી શેર સુધી
- આઈપીઓ સાઇઝ – ₹12,600.00 લાખ (અપર પ્રાઇઝ બેન્ડ પર)
- પ્રાઇઝ બેન્ડ – ₹120 – ₹126 પ્રતિ શેર
- લોટ સાઇઝ – 119ઇક્વિટી શેર
મુંબઈ | ૨૫મી ઓગસ્ટ ૨૦૨૫ – અમાન્ટા હેલ્થકેર લિમિટેડ, એક ફાર્માસ્યુટિકલ કંપની જે લાર્જ અને સ્મોલ વોલ્યુમ પેરેન્ટરલ્સ (એલવીપીઅને એસવીપી) સહિત સ્ટેરાઇલ લિક્વિડ પ્રોડક્ટ્સના ડેવલપમેન્ટ, મેન્યૂફેક્ચરિંગ અને માર્કેટિંગમાં રોકાયેલી છે, તે 01 સપ્ટેમ્બર, 2025ના રોજ તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાની દરખાસ્ત કરે છે, જેનો ઉદ્દેશ્ય એનએસઇઅને બીએસઇપ્લેટફોર્મ પર લિસ્ટેડ થનારા શેર સાથે ₹12,600.00 લાખ (અપર પ્રાઇઝ બેન્ડ પર) એકત્ર કરવાનો છે.
ઇશ્યુની સાઇઝ પ્રત્યેક ₹10ના અંકિત મૂલ્ય પર અને પ્રતિ ઇક્વિટી શેર ₹120 – ₹126ની પ્રાઇસ બેન્ડ સાથે 1,00,00,000 ઇક્વિટી શેર સુધીની છે
ઇક્વિટી શેરની ફાળવણી
- ક્વાલિફાઇડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર – 50,૦૦,૦૦૦ ઇક્વિટી શેરથી વધુ નહીં
- નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ – 15,૦૦,૦૦૦ ઇક્વિટી શેરથી ઓછા નહીં
- ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ – 35,૦૦,૦૦૦ ઇક્વિટી શેરથી ઓછા નહીં
આ આઈપીઓમાંથી મળેલી ચોખ્ખી રકમનો ઉપયોગ સિવિલ કન્સ્ટ્રક્શન કામ માટે મૂડી ખર્ચની જરૂરિયાતોને પૂર્ણ કરવા અને ગુજરાતના ખેડાના હરિયાળા ખાતે સ્ટીરીપોર્ટની નવી મેન્યૂફેક્ચરિંગ લાઇન સ્થાપવા માટે સાધનો, પ્લાન્ટ અને મશીનરી ખરીદવા માટે, સિવિલ કન્સ્ટ્રક્શન કામ માટે મૂડી ખર્ચની જરૂરિયાતોને પૂર્ણ કરવા, ગુજરાતના ખેડાના હરિયાળા ખાતે એસવીપીમાટે નવી મેન્યૂફેક્ચરિંગ લાઇન સ્થાપવા માટે સાધનો, પ્લાન્ટ અને મશીનરી ખરીદવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. એન્કર પોર્શન શુક્રવાર, 29 ઓગસ્ટ, 2025ના રોજ ખુલશે અને શુક્રવાર, 29 ઓગસ્ટ, 2025ના રોજ બંધ થશે.
આ ઇશ્યુના બુક રનિંગ લીડ મેનેજર બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ છે, અને રજિસ્ટ્રાર MUFG ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (અગાઉ લિંક ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાતી) છે.
અમાંતા હેલ્થકેર લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ભાવેશ પટેલે જણાવ્યું, “અમારી કંપની થેરેપ્યુટિક સેગમેન્ટ્સ અને મેડિકલ ડિવાઇસિઝમાં સ્ટેરાઇલ લિક્વિડ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણીને વિકસિત અને સપ્લાય કરીને વિકાસ પામી છે. અમે ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં અમારી ઉપસ્થિતિને સુદૃઢ બનાવી છે. આ આઈપીઓઅમારી વૃદ્ધિ યાત્રામાં એક પગલું આગળ ધપાવશે, જે અમને અમારા હરિયાળા પ્લાન્ટ ખાતે નવી સ્ટીરીપોર્ટ અને એસવીપીલાઇન સાથે અમારી ઉત્પાદન ક્ષમતાઓને વિસ્તૃત કરવામાં મદદ કરશે, જે અમારી ક્ષમતાને મજબૂત બનાવશે અને ભવિષ્યની યોજનાઓ માટે અમને ટેકો આપશે.”
