તહેવારોની સીઝન પહેલાં ઉદ્યમ અને એફએસએસએઆઈ લાઇસન્સધારકો માટે બિઝનેસની ખરીદીને સુવ્યવસ્થિત કરવાનોમાર્ગ મોકળો થયો
ગુજરાત, અમદાવાદ | ૨૧ ઓગસ્ટ ૨૦૨૫: એમેઝોન બિઝનેસના ડિરેક્ટર શ્રી મિત્રંજન ભાદુરીએ જણાવ્યું હતું કે, ‘‘એમએસએમઈ ખરીદદારો માટેપ્રોક્યોરમેન્ટ ઘણીવાર ભુલભુલામણીમાં ભટકવા જેવું થઈ પડે છે – જેમાં અનેક વિક્રેતાઓ, અસંગત કિંમતો અને લાંબી પ્રક્રિયાઓ હોય છે.એમેઝોન બિઝનેસમાં, અમે આ સમસ્યાને નિરંતરપણે ઉકેલી રહ્યાં છીએ અને ખરીદીની પ્રક્રિયાને સરળ તથા કાર્યક્ષમ બનાવી રહ્યાં છીએ.જોકે, અત્યાર સુધી, એમેઝોન બિઝનેસનુંએક્સેસ જીએસટી અને બિઝનેસ પાન ધરાવતા વ્યવસાયો પૂરતું જ મર્યાદિત હતું.સમયાંતરે અમને ઉદ્યમ અને એફએસએસએઆઈ જેવા અન્ય બિઝનેસ લાઇસન્સ ધરાવનારા ઘણાંમાઇક્રો-વ્યવસાયો પાસેથી જાણવા મળ્યું છે કે,તેમને પણ એમેઝોન બિઝનેસ દ્વારા પૂરી પાડવામાં આવતી ડિજિટલ ખરીદીનો લાભ થશે. આ વિસ્તરણની સાથેઅમે હવે કરોડો બિઝનેસને ખરીદી સુવ્યવસ્થિત કરવા માટે અધિકૃત ઉત્પાદનો, સ્પર્ધાત્મક જથ્થાબંધ કિંમતો, ક્રેડિટ અને ઘણા બધા એમેઝોન બી2બી લાભ મેળવવા માટે સક્ષમ બનાવ્યા છે અને તે પણ બિલકુલ યોગ્ય સમયે.’’
ઉદ્યમ અને એફએસએસએઆઈ લાઇસેન્સધારકો માટે એમેઝોન બિઝનેસની તકો ઉજાગર થયાં બાદ હવે કૃષિ અને ફૂડ પ્રોસેસિંગથી માંડીને ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ, પૅકેજિંગ વગેરે જેવા વિવિધ ક્ષેત્રોના માઇક્રો બિઝનેસજથ્થાબંધ કિંમત, વ્યાજમુક્ત ધિરાણ અને ભારતના 100% સર્વિસેબલ પિન કૉડમાં ડીલિવરી જેવા એમેઝોન બિઝનેસના લાભનો ફાયદો ઉઠાવીને તેમની ખરીદીને પ્રક્રિયાને સરળ બનાવી શકશે.
નાના વ્યવસાયો માટે ખરીદીની જે પ્રક્રિયા અગાઉ જટિલ અનેસમય માંગી લે તેવી હતી, તેને હવે એમેઝોન બિઝનેસેખૂબ જ સરળ, પારદર્શક અને ઓછી ખર્ચાળ બનાવી દીધી છે.આથી વિશેષ, એમેઝોન પે લેટર સાથેની સહભાગીદારીમાં, એમેઝોન બિઝનેસ 30-દિવસની વ્યાજમુક્ત ક્રેડિટ પણ આપે છે, જે મોટી ખરીદી માટે રોકડના પ્રવાહનું સંચાલન કરવામાં મદદરૂપ થાય છે.ડિજિટલ ખરીદી તહેવારોની સિઝન માટે તૈયારી કરી રહેલા બિઝનેસના માલિકોનેએક મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક લાભ પણ પૂરો પાડે છે.તેઓ એમેઝોન બિઝનેસના વ્યાપક વિકલ્પો, જથ્થાબંધ ડિસ્કાઉન્ટ, ખામીરહિત ટેક્સ ક્રેડિટ્સ અને વિશ્વસનીય ડીલિવરી મારફતે સમય અને નાણાંની બચત કરી શકે છે, જે લાભ તહેવારોમાં ઊંચી માગને ધ્યાનમાં રાખીને ઇન્વેન્ટરીનું સ્ટોકિંગ કરતી વખતે ખૂબ જ આવશ્યક ગણાય છે.
એમેઝોન બિઝનેસ દ્વારા પૂરાં પાડવામાં આવેલા આ મૂલ્ય પ્રસ્તાવને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.વર્ષ 2025ના પ્રથમ 6 મહિના (H1) દરમિયાન, એમેઝોન બિઝનેસને અગાઉના વર્ષની સરખામણીએ નવા ખરીદદારોની સંખ્યામાં 35%થી વધુની વૃદ્ધિ નોંધાઈ છે, કારણ કે વ્યવસાયો કામગીરીને સુવ્યવસ્થિત બનાવવા માટે વધુને વધુ ડિજિટલ ખરીદી તરફ વળી રહ્યાં છે.ટિયર-2 અને ટિયર-3 શહેરોના ઉદ્યોગસાહસિકો આ સેવાને અપનાવવામાં મોખરે રહ્યાં છે, જેમનો હિસ્સો ગ્રાહકોના બેઝના 70% થવા જાય છે, જે સૂચવે છે કે, આ પ્લેટફૉર્મની પહોંચ મેટ્રો શહેરોથી પણ આગળ પહોંચી છે.આ વૃદ્ધિ વ્યાપક વલણો સાથે સુસંગત છે – બેસેમર વેન્ચર પાર્ટનર્સના જણાવ્યાં મુજબ, ભારતમાં ડિજિટલ ખરીદીનું માર્કેટ વર્ષ 2030 સુધીમાં 200 બિલિયન યુએસ ડૉલર સુધી પહોંચવાની અપેક્ષા છે, જે ભારતીય વ્યવસાયોની સોર્સિંગ અને ખરીદીની પદ્ધતિમાં થઈ રહેલા મોટા પરિવર્તનને દર્શાવે છે.
