Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

શેફલર ઇન્ડિયાએ મેડ-ઇન-ઇન્ડિયા સ્ફેરિકલ રોલર બેરિંગ્સ, કાસ્ટ સ્ટીલ હાઉસિંગ અને એસેસરીઝની સાથે તેના મોટી સાઇઝના ઇન્ડસ્ટ્રીયલ બેરિંગ્સ પોર્ટફોલિયોને વિસ્તાર્યો

પુણે, ભારત | ૦૧ ઓગસ્ટ ૨૦૨૫: અગ્રણી મોશન ટેકનોલોજી કંપની શેફલર ઇન્ડિયાએ મોટી સાઇઝની મેડ-ઇન-ઇન્ડિયા સ્ફેરિકલ રોલર બેરિંગ્સ (એસઆરબી), કાસ્ટ સ્ટીલ હાઉસિંગ્સ અને એસેસરીઝનો સમાવેશ કરીને તેના વર્તમાન ઇન્ડસ્ટ્રીયલ પોર્ટફોલિયોને વિસ્તારવાની તેની સ્થાનિક કટિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે.અમારા સ્થાનિકીકરણના પ્રયાસોને મહત્તમ સ્તરે લઈ જવાના ક્રમમાં આ બેરિંગ્સનું ઉત્પાદન ગુજરાતના સાવલીમાં આવેલી શેફલર ઇન્ડિયાની અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે કરવામાં આવે છે.

આ લૉન્ચ સ્ટીલ, સીમેન્ટ, ખનન, પાવર પ્લાન્ટ્સ તથા પલ્પ અને પેપર જેવા મૂળભૂત ક્ષેત્રોમાં હેવી-ડ્યુટી કામગીરીઓ માટે કંપનીના ઇન્ડસ્ટ્રીયલ પોર્ટફોલિયોનું નોંધપાત્ર વિસ્તરણ થયું હોવાનું દર્શાવે છે.

ભારતના વર્તમાન પ્રોડક્ટ પ્રોગ્રામમાંસીરીઝ 222, 223, 230, 231, 240 અને 241માં<=720 મિમીના બાહ્ય વ્યાસ સુધીની સ્ફેરિકલ રોલર બેરિંગ્સને પોતાનું લક્ષ્ય બનાવવામાં આવશે. એક્સ-લાઇફ ગુણવત્તાના માપદંડો મુજબ ઉત્પાદિત કરવામાં આવેલ એસઆરબી ઊંચા ડાયનેમિક અને સ્ટેટિક લૉડ રેટિંગ્સ, સુધરેલો કાર્યદેખાવ, ઓછું ઘર્ષણ અને લાંબી સર્વિસ લાઇફ પૂરી પાડે છે.

બેરિંગના પોર્ટફોલિયોને પૂરક રહીને કંપનીએ મોટી સાઇઝના કાસ્ટ સ્ટીલ હાઉસિંગ્સ, એડેપ્ટર, વિડ્રોઅલ અને હાઇડ્રોલિક સ્લીવ્સ પણ રજૂ કર્યા છે, જે હવે ઓઇએમ અને કન્સલ્ટન્ટ્સને શેફલરનો સંપૂર્ણ પોર્ટફોલિયો પસંદ કરવાની તક પૂરી પાડે છે. આ હાઉસિંગની રચના એ રીતે કરવામાં આવી છે કે, તે સંચાલનની આત્યંતિક પરિસ્થિતિઓ હેઠળ પણ ચઢિયાતી મજબૂતાઈ અને ટકાઉપણું પૂરું પાડી શકે.અત્યાધુનિક સીલિંગ, આંતરિક લ્યુબ્રિકેશન ગ્રૂવ, વાઇબ્રેશન અને ટેમ્પરેચર સેન્સરો લગાવવાની જોગવાઈ અને ઑટો-લ્યુબ્રિકેટર્સ જેવી ડીઝાઇનની વધારાની વિશેષતાઓ કાર્યદેખાવ સુધારે છે, વિશ્વસનીયતા અને જાળવણી કરવાની સરળતાને વધારે છે.

આ જાહેરાત કરતી વખતે બેરિંગ્સ અને ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સના પ્રેસિડેન્ટ શ્રી સેશાન ઐયરે જણાવ્યું હતું કે, ‘આ લૉન્ચ મેક-ઇન-ઇન્ડિયા પ્રત્યેની શેફલરની કટિબદ્ધતા તથા સ્થાનિક એન્જિનીયરિંગ અને રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટની ક્ષમતાની મદદથી ઉત્પાદનમાં શ્રેષ્ઠતા પર રહેલા અમારા ફૉકસને દર્શાવે છે. આ મહત્વના ઘટકોના ઉત્પાદનનું સ્થાનિકીકરણ કરીને અમે અમારા ઉકેલોને વધુ સુલભ, આર્થિક રીતે પરવડે તેવા અને ભારતીય ઉદ્યોગોની જરૂરિયાતોને સંતોષી શકે તેવા બનાવી રહ્યાં છીએ.’

ઉચ્ચ-ગુણવત્તા, મૂલ્ય-આધારિત ઉકેલોની માગ સતત વધતી જઈ રહી છે ત્યારે અમને અમારી વૈશ્વિક કુશળતાને ભારતમાં લાવવાનો તથા અમારા ગ્રાહકોને ઝડપી અને વધુ સારી સેવા પૂરી પાડવાની અમારી ક્ષમતાને મજબૂત બનાવવાનો ગર્વ છે.’

અમારા ઉકેલોના સંપૂર્ણ સમુહમાં બેરિંગ્સ, હાઉસિંગ્સ, એડેપ્ટર અને વિડ્રોઅલ સ્લીવ્સ, અત્યાધુનિક સીલિંગ સોલ્યુશન્સ, લ્યુબ્રિકેન્ટ્સ અને કન્ડિશનિંગ મોનિટરિંગ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે, જે શેફલરને મોશન સોલ્યુશન્સ માટેના એક વિશ્વસનીય, સિંગલ-વિન્ડો પાર્ટનર બનાવે છે. આ નવા ઉત્પાદનોથી ભારે ઉદ્યોગોમાં કાર્યરત મહત્વના ઔદ્યોગિક ક્ષેત્રોને લાભ થશે, જે કન્વેયર્સ, સ્ટેકર રીક્લેમર્સ, ગીયરબૉક્સ, ક્રશર્સ અને પલ્પિંગ સિસ્ટમ સહિતની કામગીરીઓને સમર્થન પૂરું પાડશે.

શેફલર ઇન્ડિયાએ ઉત્પાદનનું સ્થાનિકીકરણ કરવામાં રોકાણ કરવાનું ચાલું રાખ્યું છે અને તેની એપ્લિકેશન એન્જિનીયરિંગની ક્ષમતાઓ ભારત સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલની સાથે સુસંગત છે તથા તે ભવિષ્યલક્ષી મોશન ટેકનોલોજી વડે ભારતીય ઉદ્યોગની સતત વિકસી રહેલી જરૂરિયાતોને પૂરી કરવાની કંપનીની લાંબાગાળાની કટિબદ્ધતાને દર્શાવે છે.

Related posts

સેમસંગ ઈલેક્ટોનિક્સ લાગલગાટ છઠ્ઠા વર્ષ માટે ગ્લોબલ બ્રાન્ડ્સમાં પાંચમા ક્રમે

truthofbharat

હિમાચલ પ્રદેશ અને તેલંગણાની ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને ૧૨ લાખથી વધુ રુપિયાની સહાય

truthofbharat

RummyCultureને યુનોમર અને સાયબરમીડિયા રિસર્ચ (CMR) દ્વારા ‘ભારતની નંબર એક રમી ઍપ’ તરીકે ઓળખી કઢાઇ

truthofbharat