Truth of Bharat
ખાણીપીણીગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સ્વિગી અને મેકડૉનાલ્ડે એકમાત્ર સ્વિગી એપ પર મેકડૉનાલ્ડના રિવોલ્યુશનલરી પ્રોટીન પ્લસ બર્ગર લૉન્ચ કરવા માટે જોડાણ કર્યું

  • મેકડૉનાલ્ડ ઇન્ડિયાએ કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય અંતર્ગત કાર્યરત ભારતની અગ્રગણ્ય ફૂડ ટેક્નોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ સેન્ટ્રલ ફૂડ ટેક્નોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (CFTRI)સાથે સહયોગ સાધીને ઇન્ડસ્ટ્રીની સૌ પ્રથમ પ્રોટીન પ્લસ સ્લાઇસ લૉન્ચ કરી
  • બર્ગરની પ્રોટીન પ્લસ રેન્જ હવે 5 ગ્રામની પ્રોટીન પ્લસ સ્લાઇસ સાથે હવે એક્સ્ટ્રા પ્રોટીન ધરાવશે

રાષ્ટ્રીય | ૩૦ જુલાઈ ૨૦૨૫: ભારતનું અગ્રણી ઑન-ડિમાન્ડ કન્વિનિયન્સ પ્લેટફોર્મ સ્વિગી લિમિટેડ (NSE: SWIGGY / BSE: 544285)દ્વારા આજે 24 જુલાઇથી 11 ઓગસ્ટ 2025 સુધી એક્સક્લુઝિવલી સ્વિગી એપ ઉપર ઉપલબ્ધ તેની બર્ગરની પ્રોટીન પ્લસ રેન્જલૉન્ચ કરવા માટે મેકડૉનાલ્ડ (W&S)સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. હવે ગ્રાહકો સ્વિગી એપના ‘હાઇ પ્રોટીન’ સેક્શન પર જઈને તેમના મનપસંદ બર્ગરની આ હેલ્ધી રેન્જમાંથી ઓર્ડર બૂક કરાવી શકશે. આ રેન્જ મુંબઈ, બેંગ્લોર, પૂણે, હૈદરાબાદ, ચેન્નાઇ, અમદાવાદ, કોચી, વિઝાગ, સુરત, મૈસુર સહિત પશ્ચિમ અને દક્ષિણ ભારતના કુલ 58 જેટલા શહેરોમાં સ્વિગી વપરાશકર્તાઓને ઉપલબ્ધ બનશે તથા સ્વિગી એપની આ નવી રેન્જમાંથી બર્ગરનો ઓર્ડર કરવા માટે તેમને સક્ષમ બનાવશે.

મેકડૉનાલ્ડના ‘રીયલ ફૂડ ગૂડ જર્ની’ ઝૂંબેશના ભાગરૂપે મેકડૉનાલ્ડ દ્વારા પ્રોટીન પ્લસ રેન્જ લૉન્ચ કરવામાં આવી છે, જેને સેન્ટ્રલ ફૂડ ટેક્નોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (CFTRI)ના સહયોગમાં નવીન, સ્વાસ્થ્યપૂર્ણ રીતે વિકસાવવામાં આવી છે. પ્રોટીન પ્લસ રેન્જ સાથે મેકડૉનાલ્ડના બર્ગર સ્વાદ સાથે કોઇપણ સમાધાન કર્યા વગર અર્થપૂર્ણ પોષણપૂર્ણ વિકલ્પ ઉપલબ્ધ કરાવે છે. ગ્રાહકો હવે તેમના મનપસંદ બર્ગરમાં વધારે પ્રમાણમાં પ્રોટીનનો આનંદ માણી શકMs. આ રેન્જમાં બેસ્ટ-સેલિંગ વેજિટેરિયન અને નોન-વેજિટેરિયન બર્ગર -મેકસ્પાઇસી પ્રીમિયમ વેજ, ક્રિસ્પી વેજી બર્ગર, મેકવેજી, મેકસ્પાઇસી પનીર, મેકસ્પાઇસી પ્રીમિયમ ચિકન, મેકક્રિસ્પી ચિકન બર્ગર, મેકચિકન, મસાલા મેકએગ અને મેકસ્પાઇસી ચિકન જેવી બર્ગરની રેન્જનો સમાવેશ થાય છે. દરેક પ્રોટીન પ્લસ સ્લાઇસ કોઇપણ આર્ટિફિશિયલ ફ્લેવર અથવા કલરની મિલાવટ વગર વેજિટેરિયન સોયા અને પી પ્રોટીનમાંથી બનાવેલા ઊચ્ચ-ગુણવત્તાયુક્ત 5 ગ્રામ પ્રોટીન ઉમેરે છે, જે પ્રત્યેક સ્લાઇસમાં માત્ર 34 કૅલરીનો ઉમેરો કરીને લોકોની મનપસંદ મેનુ આઇટમ્સમાં કુલ પ્રોટીનની માત્રામાં વધારો કરે છે.

પ્રોટીન પ્લસ બર્ગર ઉપરાંત, મેકડૉનાલ્ડ ઇન્ડિયા CFTRIના સહયોગમાં તૈયાર કરાયેલા મલ્ટી-મિલેટ બન્સ પણ ઉપલબ્ધ કરાવે છે, જે 5 પોષકતત્વોથી ભરપૂર મિલેટ્સના લાભોનો ઉમેરો કરે છે. આ બન આવશ્યક વિટામિન્સ, મિનરલ્સ અને નેચરલ ડાયેટરી ફાઇબરથી ભરપૂર છે, જે દરેક બાઇટમાં પોષણ અને આનંદનો સમન્વય ઉપલબ્ધ કરાવે છે. કેટલાક લોકપ્રિય બર્ગર જે મિલેટ બનની પસંદગી ધરાવે છે તેમાં મેકઆલૂ ટિક્કી બર્ગર, મેકચિકન બર્ગર, મેકવેજી બર્ગર, મેકસ્પાઇસી ચિકન બર્ગર, મેકક્રિસ્પી ચિકન બર્ગર અને ક્રિસ્પી વેજી બર્ગરનો સમાવેશ થાય છે.

આ ભાગીદારી અંગે સ્વિગી ફૂડ માર્કેટપ્લેસના ચીફ બિઝનેસ ઓફિસર શ્રી સિદ્ધાર્થ ભાકૂએ જણાવ્યું હતું કે,”મેકડૉનાલ્ડના પ્રોટીન પ્લસ અને મિલેટ બન રેન્જ ધરાવતાં બર્ગર્સના ઑનલાઇન લૉન્ચ માટે એક્સક્લુઝિવ પ્લેટફોર્મ બનીને અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ. આજકાલ ગ્રાહકો પોતાના ડાયેટ્સમાં પ્રોટીનના મહત્ત્વ વિશે જાગૃત બની રહ્યાં છે ત્યારે અમે જાણીએ છીએ કે તેઓ તેમની મનપસંદ ફૂડ આઇટ્મથી તાત્કાલિકપણે દૂર જશે નહીં. જોકે આ નવી રેન્જનું લૉન્ચિંગ ગ્રાહકોને તેમના મનપસંદ બર્ગરનો આનંદ પૂરો પાડવાની સાથે સાથે તેમના પ્રોટીનયુક્ત આહારમાં વધારો કરવા તરફ ભરવામાં આવેલું આવકારદાયક પગલું છે. આ માત્ર શરૂઆત છે, અને મને ખાતરી છે કે અમે ભારતીય ગ્રાહકો માટે વધુ હાઇ પ્રોટીન પ્રોડક્ટ્સ લૉન્ચ કરવા માટે મેકડૉનાલ્ડ સાથે ભાગીદારી કરીશું.”

સ્વિગીએ ચાલુ માસમાં અગાઉ તેની એપ ઉપર એક અલગ ‘હાઇ પ્રોટીન’ કેટેગરી લૉન્ચ કરી છે, જે રોજિંદા આહારની આદતોમાં પ્રોટીનથી ભરપૂર ખાદ્યપદાર્થો શોધવા અને તેનો સમાવેશ કરવો વધુ આસાન બનાવે છે. 34,000થી વધારે રેસ્ટોરન્ટ પાર્ટનર્સ તરફથી પાંચ લાખથી વધારે ડિસનો સમાવેશ કરતા પ્લેટફોર્મ ઉપર તેની આ ઓફરિંગ ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે, જે વપરાશકર્તાઓને સ્પષ્ટપણે નિર્ધારિત કરેલા ન્યુટ્રિશનલ બેન્ચમાર્ક સાથે સમતોલ આહાર શોધવામાં મદદ કરે છે. આવી પહેલો સાથે, સ્વિગી ભારતના આહાર સંબંધિત આયામને માત્ર સુગમ જ નહીં પરંતુ સજાગ પણ બનાવવાના દૂરંદેશી ખ્યાલનું નિર્માણ કરે છે.

Related posts

સેમસંગ દ્વારા 2025 સુધી 20,000થી વધુ શિક્ષકોની કુશળતા વધારવા માટે અજોડ સમુદાય પ્રેરિત કાર્યક્રમ ‘‘ગેલેક્સી એમ્પાવર્ડ’’ લોન્ચ કરાયો

truthofbharat

GYPL VII ક્રિકેટ લીગ 28 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન યોજાશે

truthofbharat

સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ 7નો સ્ટોક ભારતમાં ચુનંદી બજારમાં ખતમઃ કંપનીને અભૂતપૂર્વ માગણી જોવા મળી

truthofbharat