Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શ્રી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં તુલસી જન્મોત્સવનો પ્રારંભ

શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી સાહિત્ય સંગોષ્ઠિમાં ધર્માચાર્ય વિદ્વાનો જોડાયાં

( મૂકેશ પંડિત )

ઈશ્વરિયા | ૨૮ જુલાઈ ૨૦૨૫: શ્રી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવનો પ્રારંભ થયો છે. તુલસી સાહિત્ય સંગોષ્ઠિમાં ધર્માચાર્ય વિદ્વાનો જોડાયાં છે.

તુલસી જન્મોત્સવ પ્રસંગે સંગોષ્ઠિ પ્રારભે જગતગુરુ શ્રીધરાચાર્યજી, જગતગુરુ શ્રી રામસ્વરૂપ આચાર્યજી, શ્રી મૈથિલીશરણજી, જગતગુરુ શ્રી સતુઆબાબા, શ્રી ઉમાશંકર વ્યાસજી, શ્રી જૈનજી સાથે શ્રી યશોમતીજી જોડાયાં હતાં અને શ્રી મોરારિબાપુનાં સાનિધ્ય સાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ.

શ્રી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં તુલસી સાહિત્ય સંગોષ્ઠિમાં ધર્માચાર્ય વિદ્વાનો જોડાયાં છે. પ્રથમ દિવસે શ્રી વેદપ્રકાશ મિશ્રજીનાં સંચાલન સાથે વક્તાઓમાં જગતગુરુ શ્રી રામસ્વરૂપ આચાર્યજી, શ્રી નરહરિદાસજી મહારાજ, શ્રી અખિલેશ ઉપાધ્યાયજી, શ્રી યશોમતીજી, જગતગુરુ શ્રી શ્રીધરાચાર્યજી, શ્રી શશી શેખરજી, શ્રી ઉમાશંકર વ્યાસજી અને શ્રી રામહૃદયદાસજી દ્વારા વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવેલ. પ્રારંભે શ્રી હરિશ્ચંદ્ર જોષીએ પ્રાસંગિક વાત કરેલ.

સોમવારથી બુધવાર દરમિયાન યોજાયેલ સંગોષ્ઠિમાં ધર્માચાર્ય વિદ્વાનો જોડાયાં છે. શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી સાહિત્ય સંગોષ્ઠિ સાથે ગુરુવારે રત્નાવલી, તુલસી, વ્યાસ અને વાલ્મિકી સન્માન અર્પણ સમારોહ યોજાશે.

Related posts

કાઇનેટિક ગ્રીન અને ઇટાલીની ટોનિનો લેમ્બોર્ઘીનીએ વૈશ્વિક માર્કેટ માટે ઇલેક્ટ્રિક લક્ઝરી ગોલ્ફ અને લાઇફસ્ટાઇલ કાર્ટ રેન્જ ખુલ્લી મુકી

truthofbharat

ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસે ગુજરાતી નવા વર્ષની ઉજવણી માટે નવો દ્વિભાષી ગુજરાતી શબ્દકોશ લોન્ચ કર્યો

truthofbharat

રેમેડિયમ લાઇફકેરના રાઇટ્સ ઇશ્યૂને મળ્યો સકારાત્મક પ્રતિસાદ : પહેલા બે દિવસમાં જ 26% સબસ્ક્રાઇબ થયો

truthofbharat