Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

એઆઈએફએફ (AIFF ) હીરો ફુટસલ ક્લબ ચેમ્પિયનશિપમાં જગરનૉટ એફસી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

ગુજરાત, અમદાવાદ | ૨૭ જુલાઈ ૨૦૨૫: જગરનૉટ એફસી ઉતરાખંડના રુદ્રપુરમાં આગામી એઆઈએફએફ હીરો ફુટસલ ક્લબ ચેમ્પિયનશિપ 2024-25માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. સ્ટ્રાઈકર 11 દ્વારા પ્રાયોજિત ગુજરાતનો પ્રથમ ક્લબ છે, જેને પ્રમુખ રાષ્ટ્રીય ફુટસલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. આ રાજ્યના ફૂટબોલ ઇકોસિસ્ટમ માટે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે.

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (જી. એસ. એફ. એ.)ના કાર્યકારી સમિતિના સભ્ય અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન (એ. ડી. એફ. એ.)ના સચિવ ફિલિપ જોબે આ સિદ્ધિને ગુજરાત ફૂટબોલ માટે ગર્વની ક્ષણ ગણાવી હતી.

“રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે જગરનૉટ એફસીની યોગ્યતા રાજ્યમાં ફુટસલની વધતી લોકપ્રિયતા અને ધોરણને દર્શાવે છે. અમને વિશ્વાસ છે કે ટીમ ખૂબ જ કુશળતા અને જુસ્સા સાથે અમારું પ્રતિનિધિત્વ કરશે અને પોતાના પ્રદર્શનથી અમને બધાને ગૌરવ અપાવશે.

ફૂટબોલનાને ઇન્ડોર વેરિઅન્ટમાં વધતા રસની સાથે ટુર્નામેન્ટના ક્ષેત્રમાંથી ઉભરતી પ્રતિભાને પ્રદર્શિત કરવા માટે એક મહત્વપૂર્ણ મંચના રૂપમાં જોવામાં આવે છે.

જગરનૉટ એફસીના ટીમના હેડ અભેશેક રાયે કહ્યું કે, “અમારું ધ્યાન એક મજબૂત પાયાના સ્તરે કાર્યક્રમ અને સ્પર્ધાત્મક ટીમ સંસ્કૃતિના નિર્માણ પર રહ્યું છે. રાષ્ટ્રીય સ્તર પર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવું એ એક મોટું સન્માન છે અને અમે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરીશું. જી. એસ. એફ. એ., એ. ડી. એફ. એ. અને અમારા પ્રાયોજક સ્ટ્રાઇકર્સ 11નું સમર્થન અમારી સફળતામાં મહત્વપૂર્ણ રહ્યું છે.

આ અવસરે એનએક્સ હેલ્થના ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. અદિત પટેલ, જગરનૉટ એફસીના કોચ ક્ષિતિજ જૈન, જગરનૉટ એફસીના મેનેજર હરદીપકુમાર મજિરાના, જગરનૉટ એફસીના ડિફેન્ડર અને સ્ટેટ લેવલ ક્વોલિફાયર જેનિશસિંહ રાણા અને ભારતીય ફુટસલ કેમ્પનો ભાગ રહેલા શિબુ સન્ની પણ હાજર રહ્યા હતા.

ટુર્નામેન્ટમાં જગરનૉટ એફસીની યોગ્યતા અને ભાગીદારી ગુજરાતમાં ફુટસલની સંભાવનાઓને રેખાંકિત કરે છે અને ફૂટબોલમાં વધતા રસ અને રોકાણને દર્શાવે કરે છે. આ ટીમ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં પોતાનું અભિયાન શરૂ કરવા માટે આગામી દિવસોમાં રુદ્રપુર જશે.

એઆઈએફએફ ( AIFF) હીરો ફુટસલ ક્લબ ચેમ્પિયનશિપ દેશની મુખ્ય ફુટસલ સ્પર્ધા છે, જે દેશભરની ટોચની ક્લબોને એક સાથે લાવે છે.

Related posts

મહાતપસ્વી મહાશ્રમણજીની પાવન નિષ્ઠામાં ‘આચાર્ય ભિક્ષુ જન્મ ત્રિશતાબ્દી વર્ષ’નો ભવ્ય આરંભ

truthofbharat

એમેઝોન પેએ લોન્ચ કર્યું UPI સર્કલ; સ્માર્ટ વોચ વડે ચુકવણીઓની પણ રજુઆત કરી

truthofbharat

સેમસંગ ભારતમાં પ્રીમિયમ ફોલ્ડેબલ્સ પર ફેસ્ટિવ ઓફર્સ જાહેર કરે છે

truthofbharat