Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રાજસ્થાનની શાળા દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૨૬ જુલાઈ ૨૦૨૫: રાજસ્થાનમાં ઝાલાવાડ જીલ્લામાં ગઈકાલે એક કરુણ ઘટના બની હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૭ બાળકોનાં મોત નિપજયા હતા. મળતી વિગતો અનુસાર રાજસ્થાનના ઝાલાવાડ જીલ્લામાં પીપલોદ ગામમાં ગઈકાલે સવારે એક પ્રાથમિક શાળાના વર્ગખંડનો સ્લેબ તૂટી પડ્યો હતો અને તેને કારણે વર્ગમાં બેઠેલાં અનેક બાળકો કાટમાળમાં દબાઈ ગયાં હતા. તે પૈકી સાત બાળકોનાં મોત નિપજયા હતા. આ કરુણ ઘટનામાં અનેક બાળકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલા નિર્દોષ બાળકોને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૦૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ રાશિ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક રામકથાના શ્રોતા ની સહાયતા લઈ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

એએલબી ઇન્ડિયાની ટોચની આઇપી બુટિક ફર્મ્સ 2024માં એનએસ લીગલને સ્થાન આપવામાં આવ્યું છે

truthofbharat

કાઈનેટિક ગ્રીન દ્વારા 2-વ્હીલરના બિઝનેસના પ્રેસિડેન્ટ તરીકે જયપ્રદીપ વાસુદેવનની નિયુક્તિ સાથે આગામી તબક્કાની વૃદ્ધિ પ્રેરિત કરવા માટે આગેવાની મજબૂત બનાવવામાં આવી

truthofbharat

EDII દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

truthofbharat