Truth of Bharat
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

લાઈફલાઇન હોસ્પિટલ દ્વારા અમદાવાદમાં “ઉત્કર્ષ” કાર્યક્રમનું આયોજન – તંદુરસ્ત ભવિષ્ય તરફ ખુશહાલ પગલાં

અમદાવાદ | ૨૧ જુલાઈ ૨૦૨૫: અમદાવાદમાં આવેલી લાઈફલાઇનમલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ડૉ. ચંદ્રેશ શર્માના સહયોગથી “ઉત્કર્ષ – એક ઉત્તમ ભવિષ્ય તરફનું પગલું” આ કાર્યક્રમનું આયોજન અમદાવાદના બ્લિસડાઇન બેન્ક્વેટ્સ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ પોસ્ટ ઓપરેટિવ દર્દીઓ, ખાસ કરીને વડીલ નાગરિકોને એકસાથે લાવવામાં તથા આધુનિક તબીબી પદ્ધતિઓ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.

ઉત્કર્ષ માત્ર એક તબીબી કાર્યક્રમ નથી—તે એક સંવેદનાશીલ પહેલ છે.

આ મંચના રૂપમાં શરૂ કરાયેલઉત્કર્ષનો ઉદ્દેશ્ય લોકોમાં આરોગ્ય અંગેની જાણકારી ફેલાવવાનો છે સાથે સાથે દર્દીઓ માટે ભાવનાત્મક અને મનોરંજનસભર સહારો પૂરું પાડવાનો પણ છે. કાર્યક્રમના મુખ્ય હેતુઓમાં વિવિધ મુદ્દાઓ પણ ધ્યાન અપાયું હતું જેમ કે,

આધુનિક તબીબી પ્રગતિઓ અંગે સામાન્ય લોકો માટે સરળ ભાષામાં જાગૃતિ ફેલાવવી

દર્દીઓ માટે મનોરંજન પ્રવૃત્તિઓ દ્વારા માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન

આર્થિક રીતે જરુરિયાતમંદ વર્ગ માટે ચેરિટી હેલ્થ કેમ્પનું આયોજન

સમાજ આરોગ્ય માટે બ્લડ અને અંગદાનડ્રાઇવનું આયોજન

કાર્યક્રમમાં મુખ્ય પ્રાસંગિક ભાષણ ડૉ. ચંદ્રેશશર્મા દ્વારા આપવામાં આવ્યું હતું, જે લાઈફલાઇન હોસ્પિટલના કો-ડિરેક્ટર અને જાણીતા તેમજ આ હોસ્પિટલના લીડિંગ સિનિયર સર્જન છે. તેમણે આ વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું જેમ કે, ઘૂંટણ અને હીપરીપ્લેસમેન્ટ પછીની જરુરી સારસંભાળ કેમ રાખવી તેમજ ઘૂંટણ બદલાવની અદ્યતન ટેકનિક્સ અંગે માહિતી આપી હતી.

કાર્યક્રમની વિશિષ્ટ બાબત એ રહી કે, તેમાં લાઈફલાઇન હોસ્પિટલમાં સફળ રીતે ઘૂંટણ અને હીપરીપ્લેસમેન્ટસર્જરી કરાવી ચૂકેલા વડીલ દર્દીઓએઉત્સાહભેર ભાગ લીધો. આ દર્દીઓએ પોતાની પીડાથી સ્ફૂર્તિ તરફની યાત્રા શેર કરી અને ગીત-સંગીત, મ્યુઝિકલચેર્સ અને ગરબામાં આનંદપૂર્વક ભાગ લઈ પોતાના નવા જીવનની ઉજવણી કરી હતી. તેમની વાતોથી નમ દ્રષ્ટિ અને પ્રેરણાનું વાતાવરણ સર્જાયું હતું.

Related posts

કોક સ્ટુડિયો ભારત ધરતી, વફાદારી અને ગીતાત્મક વારસાની વાર્તા પંજાબ વેખ કે સાથે ત્રીજું ગીત રજૂ કરે છે

truthofbharat

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સાબરમતી નદીને સ્વચ્છ બનાવવાના મહા અભિયાનમાં સંસ્થાકીય પ્રદાન

truthofbharat

સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ દ્વારા ભવ્ય ગરબા મહોત્સવ યોજાયો

truthofbharat