Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

નવ વસ્તુ ધીમે-ધીમે છૂટી જાય તો નામમાં તીવ્રતમ નિષ્ઠા થશે

ત્રણ વસ્તુ ન કરતા:ભગવદ અપરાધ,સાધુ ભક્તનો અપરાધ અને ભક્તિનો અપરાધ.

વૈરાગ્ય રૂપાળો,નમણો,સુંદર અને માસુમ હોવો જોઈએ.

બે પાંખ હોવી જોઈએ:અત્યંત વૈરાગ્ય અને બોધ.

વૈરાગ્ય હૃદયનો ધર્મ અને બોધ બુદ્ધિ-પ્રજ્ઞાનો ધર્મ છે.

 

સુંદર રમણીય ભૂમિ દાઓસથી પ્રવાહિત રામકથાનાં બીજા દિવસે સ્વિટઝરલેન્ડના ભારતીય રાજદૂત મૃદુલકુમાર પોતાના પરિવાર સાથે વ્યાસ વંદના માટે આવ્યા અને પોતાની ખુશીઓ પણ વ્યક્ત કરી.

ખૂબ જ જીજ્ઞાશાઓમાં એક પ્રશ્ન હતો કે નામમંત્રથી આપણે શરૂ કરેલું પણ નામમાં રુચિ કઈ રીતે વધે? બાપુએ કહ્યું કે પ્રીતિ ન વધતી હોય,નામમાં રસ ઉત્પન્ન ન થતો હોય,રુચિ ન વધતી હોય એની એક પીડા-કસક-દર્દ હોવું જોઈએ.મારી નામ નિષ્ઠા બળવાન કેમ નથી થાતી?ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે તમારું નામ સાંભળતા જ મારી વાણી ગદગદ થઈ જાય અને ક્યારે આંખમાંથી અશ્રુધારા વહી જાય એવું કરો!તમને પીડા છે એ પણ સારી નિશાની છે. આગાઝ જ અચ્છા હૈ,અને આમ જ ગતિ રહેશે તો અંદાઝ ભી અચ્છા હોગા.કોકિલા,શુક પણ રામનામ બોલે તો આપણે કેમ નથી બોલી શકતા એની પીડા છે.

નામનાં દસ અપરાધમાંથી મુક્ત થયા પછી મંત્રમાં આપણી નિષ્ઠા વધે એવું લખાયું છે.

ઉદ્ધવ જ્યારે ગોપી પાસે ગયો જ્ઞાન લઈને ગયેલો પ્રેમ લઈને પાછો ફર્યો.શબ્દ લઈને ગયો હતો સ્નેહ અને આંસુ લઈને પાછો આવ્યો છે.કૃષ્ણ પૂછે છે વ્રજાંગનાઓએ શું કહ્યું છે ત્યારે બતાવ્યું કે સીધેસીધું કહી દીધું કે અમને કૃષ્ણ નથી જોઈતો!એણે બે વાત કરી કૃષ્ણ નહીં કૃષ્ણની કુશળતા જોઈએ છે અને કૃષ્ણ નહીં પણ કૃષ્ણનું નામ જોઈએ છે.

આપણી ચિત્તવૃત્તિ સદાયમુરારીમાં હોય.

શંકરાચાર્ય પણ કહે છે કે બે પાંખ હોવી જોઈએ: અત્યંત વૈરાગ્ય અને બોધ.વૈરાગ્ય હૃદયનો ધર્મ અને બોધ બુદ્ધિ-પ્રજ્ઞાનો ધર્મ છે.

નવ વસ્તુ ધીમે-ધીમે છૂટી જાય તો નામમાં તીવ્રતમ નિષ્ઠા થશે:

એક-ધનાશ્રય છૂટે-પૂરું ન છૂટે તો દસમો ભાગ.

બે-જડાશ્રય છૂટે-જ વસ્તુનો આશ્રય સારો નથી. જમીનનાટુકડા માટે માણસો અદાલતમાં જાય છે. ત્રણ-જીવાશ્રયછૂટે:આપણે કેટલા ઉપર આધાર રાખીને બેઠા છીએ!પડોશી,મારો શેઠ,મારો પતિ,મારી પત્ની કામ આવશે.જરૂરી છે,પણ છૂટવું જોઈએ. થોડુંક ડિસ્ટન્સ જરૂરી છે.

વૈરાગ્ય રૂપાળો,નમણો,સુંદર અને માસુમ હોવો જોઈએ.ચાર-કર્માશ્રય છૂટે-અતિ કર્મ અથવા કર્મનું ફળ છૂટે.પાંચ-ધર્માશ્રય પણ છૂટે -બધા જ ધર્મ છોડવા.જેને કીર્તિ,ઐશ્વર્ય અને સુગતિ જોઈએ એને ધર્મની જરૂર છે.છ-જ્ઞાન આશ્રય છૂટે-જાણકારી પણ મોટું બંધન છે.સાતસ્વબલ આશ્રય-પોતાના બળનો આશ્રય છૂટે.વિધિ વિધાન છુટે.આઠ-દેવાશ્રય છૂટે: દેવતાઓનો આશ્રય છૂટે એમાં દેવતાઓનું અપમાન નથી.નવ-અન્યાશ્રય છૂટે.

શ્રદ્ધારૂપી પાર્વતી પાસે માગીએ કે અમારી અંદરની શાંતિને કેવો રામ જોઈએ છે? સહજ,સુંદર,સાંવરો કરુણા નિધાન,સુજાન,શીલ અને સ્નેહ જાણતો હોય એવો જોઈએ છે.

અતિ વિકટ પરિસ્થિતિમાં કામ આવે એવી એક પંક્તિ ખિસ્સામાં રાખજો:

હરી ઈચ્છા ભાવિ બલવાનાં;

હૃદય બિચારત શંભુ સુજાના.

ત્રણ વસ્તુ ન કરતા:ભગવદ અપરાધ,સાધુ ભક્તનો અપરાધ અને ભક્તિનો અપરાધ.

નામ વંદના પ્રકરણ જે નામચરિત માનસ પણ છે એનું ગાયન કરીને રામકથાનો આધ્યાત્મિક ઇતિહાસ કહ્યો.

તુલસીજીએ કર્મને પણ ક્રમ લખ્યું છે.કોઈને ખૂબ મોટો સાહિત્ય અપરાધ લાગે પરંતુ તુલસીદાસજીએ જાણી જોઈને આ કર્યું છે.જેને કારણે તેની વિધ્વતા ન દેખાય.પરમાત્માનાં ઘણા નામ છે.જેમકેદુર્ગાનાસહસ્ત્રનામ,વિષ્ણુનાસહસ્ત્રનામ.જે નામ સૂર્ય,ચંદ્ર અને અગ્નિનો હેતુ છે એવા રામનામનેમહામંત્રનો દરજ્જો આપ્યો.પ્રથમ પૂજ્ય હોવાની સ્પર્ધા પહેલેથી ચાલી આવે છે,આજે પણ ચાલે છે.રામ નામનો ખુબ આશ્રય કરજો.આપના જે પણ ઇષ્ટદેવ હોય એનું નામ.કારણ કે રામ સંકીર્ણ નથી.રામનામ પણ છે,મંત્ર પણ છે.સાર હોય તો હરિનામ છે.

એ પછી તુલસીજીએરામાયણનો આધ્યાત્મિક ઇતિહાસ બતાવ્યો.રામકથાશિવજીનાંમાનસમાંથી ઉતરી અને ધીમે-ધીમે સૂકરખેત સુધી આવી.અનેતુલસીદાસનાગુરુએ વારંવાર એને કહીને તુલસીજીએરામજન્મરામનવમીના દિવસે અયોધ્યામાં ૧૬૩૧માં એનું પ્રકાશન કર્યું.

એ પછી ચાર ઘાટ પરથી રામકથાનો આરંભ થયો છે.

Related posts

સોની લાઈવ દ્વારા તિગ્માંશુ ધુલિયા અને મયુર મોરે અભિનિત બ્લેક, વ્હાઈટ એન્ડ ગ્રે- લવ કિલ્સનું ટ્રેલર રજૂઃ 2જી મેથી સ્ટ્રીમ થશે

truthofbharat

ગુરુદ્વારે જ આપણી આંખો ખુલી જાય છે.

truthofbharat

ગુરુનાનક એગ્રીકલ્ચર ઇન્ડિયા NSE Emerge પર ₹28.8 કરોડનો IPO લૉન્ચ કરશે

truthofbharat