Truth of Bharat
અવેરનેસગુજરાતગુજરાત સરકારપર્યાવરણબિઝનેસમોટીવેશનરાષ્ટ્રીયહેડલાઇન

ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઈ બેરાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ‘ એક વૃક્ષ મા કે નામ ૨.૦’ અંતર્ગત આનંદમ્ પરિવાર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમ અંતર્ગત આનંદમ્પરિવારે ૨ લાખ ૧૧ હજાર વૃક્ષ વાવવાનો સંકલ્પ શરૂ કર્યો

ગુજરાત, ગાંધીનગર | ૨૨ જુલાઈ ૨૦૨૫: વન અને પર્યાવરણ તેમજ પ્રવાસનમંત્રી શ્રી મુળભાઈપેરાના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર જિલ્લાના કલોલમાં  આવેલા મુ. દંતાલી ખાતે ‘ એક વૃક્ષ મા કે નામ ૨.૦’ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ૨ લાખ ૧૧ હજાર વૃક્ષ વાવવાનો સંકલ્પ આનંદમ્  પરિવાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.

આ અંગે વાત કરતા આનંદમ્ પરિવારના શ્રી અનિલ પટેલે કહ્યું કે  ગાંધીનગર લોકસભા ભારતના સૌથી મજબૂત અને સંઘીય રીતે મહત્વના મત વિસ્તારોમાંનું એક છે. એટલું આ વિધાનસભા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈશાહના નેતૃત્વમાં વિકાસની હરણફાળસર્જી રહી છે. શ્રી અમિત ભાઈ શાહે વિકાસની સાથે સાથે ગાંધીનગર હરિયાળાપણુંધરાવતો એક દૃઢ વીઝન પણ આપ્યો છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, શ્રી અમિત શાહના નેતૃત્વમાં શરૂ થયેલ ‘હરિયાળી લોકસભા-ગાંધીનગર લોકસભા’ અભિયાન અંતર્ગત તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈમોદીના’ એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત અમે એક પહેલનું આયોજન કર્યું છે. આ પહેલ હેઠળ ૨ લાખ ૧૧ હજાર વૃક્ષો વાવવામાં આવશે.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યકક્ષાનાગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ શ્રી હરિભાઈ પટેલ, સાંસદ શ્રી મયંકભાઈ નાયક, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર, ધારાસભ્ય શ્રી જયંતીભાઈસોમાભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર, ધારાસભ્યશ્રીબલરાજસિંહચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વન અને પર્યાવરણ વિભાગ ગુજરાત રાજ્ય તેમજ આનંદમ્ પરિવાર ના શ્રી અનિલ પટેલ તેમજ શ્રી નયના પટેલના સહયોગથી કરવામાં આવ્યું હતું.

Related posts

એબ્ડોમિનલ કેન્સર સામે જાગૃતિ દોડ – કેન્સર દિવસ માટે મલ્ટી-સીટી વોકેથોનના રૂપમાં એક પ્રભાવશાળી પ્રારંભ

truthofbharat

ક્રાઉન પ્લાઝા અમદાવાદ “મેવાડ ટુ મારવાડ – ફ્લેવર્સ ઓફ રોયલ્ટી” રજૂ કરે છે

truthofbharat

ભારતમાં એસી સેગમેન્ટમાં ઉદ્યોગની વૃદ્ધિને સેમસંગે આંબી

truthofbharat