Truth of Bharat
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કાઇનેટિક ગ્રીન અને ઇટાલીની ટોનિનો લેમ્બોર્ઘીનીએ વૈશ્વિક માર્કેટ માટે ઇલેક્ટ્રિક લક્ઝરી ગોલ્ફ અને લાઇફસ્ટાઇલ કાર્ટ રેન્જ ખુલ્લી મુકી

⇒ “લાઇફસ્ટાઇલ ઇન મોશન” થીમ ધરાવતી, આ અદ્યતન રેન્જ ઇટાલિયન ડિઝાઇન અને ભારતીય નવીનતાનું મિશ્રણ રજૂ કરે છે

નવી દિલ્હી, ભારત | ૧૮ જુલાઈ ૨૦૨૫: લક્ઝરી મોબિલીટીને પુનઃવ્યાખ્યાયિત કરવા સજ્જ એક સીમાચિહ્ન સહયોગમાં ભારતની કાઇનેટિક ગ્રીન એનર્જી એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમીટેડ અને ઇટાલીની ટોનિનો લેમ્બોર્ઘીની એસપીએએ આજે વૈશ્વિક માર્કેટ્સ માટે અદ્યતન અને એડવાન્સ્ડ ગોલ્ફ એન્ડ લાઇફસ્ટાઇલ કાર્ટ્સની તેમની એક્સક્લુસિવ રેન્જને ગર્વપૂર્વક ખુલ્લી મુકી છે. ચોક્સાઇપૂર્વક રચવામાં આવેલ ગોલ્ફ અને લાઇફસ્ટાઇલ કાર્ટ્સ લક્ઝરી મોબિલીટને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે સજ્જ છે, જે કાઇનેટિક ગ્રીનની કસ્ટમાઇઝ્ડ 4-વ્હીલર મોબિલીટી સેગમેન્ટમાં અસાધારણ પ્રવેશને અંકિત કરે છે અને ઇવી ઉત્પાદક દ્વારા મોટા વૈશ્વિક વિસ્તરણનો સંકેત આપે છે, તેની સાથે ટોનિનો લેમ્બોર્ઘીની એસપીએ કે જેની અસમાંતરીત ડિઝાઇન કાઇનેટિક ગ્રીન્સની સાબિત થયેલી ઇલેક્ટ્રિક વ્હિકલ કુશળતા સાથે સરળતાથી મિશ્રીત થાય છે.

આ અનાવરણ પ્રસંગે બન્ને દેશોના જોડાણને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્રિય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી માનનીય શ્રી પિયુષ ગોયલ સન્માનનીય મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, તેમની સાથે ભારત ખાતેના ઇટાલીના રાજદૂત  એચ.ઇ. ડૉ. એન્ટોનિયો બાર્ટોલી ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાઇનેટિક ગ્રુપના ચેરમેન ડૉ. અરૂણ ફિરોદીયા અને ટોનિનો લેમ્બોર્ઘીની એસપીએના સ્થાપક ડૉ. ટોનિનો લેમ્બોર્ઘીની  પણ અન્ય સન્માનનીય મહેમાનો સાથે ઉપસ્થિત રહ્યા હતા.  ઉપરાંત આ લોન્ચમાં સરકારના વરિષ્ટ અધિકારીઓ, અગ્રણી ગોલ્ફ ઉત્સાહીઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ અને હોસ્પિટાલિટી માંઘાતા તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અખબારોના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

ઇટાલિયન ડિઝાઇન અને ઙારતીય ટેકનોલોજીનું મિશ્રણ    

ઇટાલીયન ડિઝાઇન અને ભારતીય એન્જિનીયરીંગનું સંયોજન એવા ટોનિનો લેમ્બ્રોઘીની ગોલ્ફ કાર્ટમાં લક્ઝરી લાઇફસ્ટાઇલ (વૈભવી જીવનશૈલી) સ્ટેટમેન્ટનો સમાવેશ કરે છે. વિશ્વમાં સૌપ્રથમ વખત ઇટાલીમાં ડિઝાઇન કરાયેલ આ એડવાન્સ્ડ ઇલેક્ટ્રિક વ્હિકલ્સનું ભારતમાં ઉત્પાદન કરવામાં આવશે અને પ્રતિષ્ઠિત ટોનિનો લેમ્બોર્ઘીની બ્રાન્ડ હેઠળ વૈશ્વિક સ્તરે વેચાણ કરવામાં આવશે અને તેમાં આઇકોનિક બુલ સાથે ઉમદાવા રેડ શિલ્ડ પણ ધરાવશે. ટોનિનો લેમ્બોર્ઘીની વિશ્વની અનેક પ્રતિષ્ઠિત બ્રાન્ડઝમાંની આગવી બ્રાન્ડ છે, જેની સ્થાપના ડૉ. ટોનિનો લેમ્બોર્ઘીની દ્વારા 45 વર્ષ પહેલા કરવામાં આવી હતી. આ આકર્ષક બ્રાન્ડ જીવનશૈલીને પુનઃવ્યાખ્યાયિત કરે છે  અને કસ્ટમાઇઝ્ડ ફર્નીચર અને જીવનશૈલીને લગતી એસેસરીઝ, ઘડિયાળો, સ્મર્ટ કાફે ફોરમેટ TL રોસો કાફે, વિશિષ્ટ બ્રાન્ડેડ રિયલ એસ્ટેટથી લઇને હોસ્પિટાલિટી સુધીનો વ્યવસાય ધરાવે છે.

આ અનોખા સંયુક્ત સાહસ દ્વારા બનાવવામાં આવેલ ગોલ્ફ અને લાઇફસ્ટાઇલ કાર્ટ અત્યાધુનિક અને અદભુત છે. તેમની ડિઝાઇન એક એવી ભાષા વ્યક્ત કરે છે જે અલગ, બોલ્ડ, ભવ્ય અને સમાકાલીન ઇટાલિયન છે! કસ્ટમાઇઝ્ડ લક્ઝરીથી ભરપૂર, આ ગોલ્ફ કાર્ટ ટોનિનો લેમ્ર્ઘીર્નીના વારસાને વિસ્તૃત કરે છે, જે અજોડ સૌંદર્યનું વચન આપે છે. ટોનિનો લેમ્બોર્ઘીની ગોલ્ફ અને લાઇફસ્ટાઇલ કાર્ટ 2-સીટર, 4-સીટર, 6-સીટર અને 8-સીટર રૂપરેખાંકનોમાં ઉપલબ્ધ હશે, જે ચેમ્પિયનશિપ ગોલ્ફ કોર્સ અને વિશાળ લક્ઝરી રિસોર્ટ અને હોટલથી લઈને વિશાળ ખાનગી એસ્ટેટ, વિશિષ્ટ ગેટેડ સમુદાયો, એરપોર્ટ, કોર્પોરેટ કેમ્પસ, મોટી મનોરંજન મિલકતો અને ઔદ્યોગિક સુવિધાઓ સુધીના વિવિધ ઉચ્ચ સ્તરીય એપ્લિકેશનો માટે સંપૂર્ણ ફિટ હોવાનું સુનિશ્ચિત કરશે.

આ ખાસ અનારમ પ્રસંગ દરમિયાન પોતાનો ઉત્સાહને વ્યક્ત કરતા, કાઇનેટિકના સ્થાપક અને સીઇઓ ડૉ. સુલજા ફિરોદીટા મોટવાણીએ જણાવ્યું હતુ કે, ” લાંબા સમયથી, ગોલ્ફ કાર્ટ સેગમેન્ટ એક સાચા વિક્ષેપકની રાહ જોઈ રહ્યું છે – એક અસાધારણ ઓફર જે સામાન્ય બાબતોને પાર કરે છે. વર્ષોથી, ગોલ્ફ કાર્ટનો ઉપયોગ ગોલ્ફથી આગળ વધીને – લક્ઝરી રિસોર્ટ્સ, વિશ્વ-સ્તરીય એરપોર્ટ્સ, વિશાળ ટાઉનશીપ્સ અને કોર્પોરેટ કેમ્પસ અને વ્યક્તિગત ઉપયોગ સુધી વિસ્તર્યો છે. પરંતુ લોકપ્રિય ગોલ્ફ કાર્ટની ડિઝાઇન અને વિશિષ્ટતાઓ લગભગ સમાન રહી છે, અને આ તે સ્થાન છે જ્યાં આપણે એક વિશાળ વૈશ્વિક બજારમાં હલચલ મચાવવા તૈયાર હોવા તરીકે જોઈએ છીએ!

અમારું સંયુક્ત સાહસ ઓટોમોટિવ એન્જિનિયરિંગમાં કાઇનેટિક ગ્રુપના લાંબા વારસા, ઇલેક્ટ્રિક વાહનોના ડિઝાઇન અને ઉત્પાદનમાં કાઇનેટિક ગ્રીનની અગ્રણી કુશળતા અને ડિઝાઇન અને જીવનશૈલીના અનુભવોને ફરીથી વ્યાખ્યાયિત કરવામાં અમારા ભાગીદાર, ટોનિનો લેમ્બોર્ગિનીના વૈશ્વિક અનુભવનો લાભ લેશે અને તેની ઉપર, પ્રખ્યાત રેડ શિલ્ડનો ઉપયોગ કરીને આઇકોનિક બુલ સાથે વૈશ્વિક સ્તરે અમારા ઉત્પાદનોનું માર્કેટિંગ કરશે. ટોનિનો લેમ્બોર્ઘીનીની અપ્રતિમ ડિઝાઇન કૌશલ્ય અને વૈશ્વિક લક્ઝરી વિઝન સાથે અમારી મજબૂત ભારતીય એન્જિનિયરિંગ અને EV ક્ષમતાઓનું આ મિશ્રણ ફક્ત ભાગીદારી જ નથી પરંતુ તે એક આત્મવિશ્વાસ પૂર્વકની ઘોષણા છે. અમે આ સેગમેન્ટમાં હલચલ મચાવવા અને વૈશ્વિક સ્તરે નેતૃત્વ મેળવવા માટે કામ કરવા માટે તૈયાર છીએ, જે ક્રાંતિ માટે તૈયાર બજારોમાં એક આત્મવિશ્વાસપૂર્ણ અને મહત્વાકાંક્ષી નવો માપદંડ લાવશે. કાઇનેટિક ગ્રીન માટે, આ અમારી વૈશ્વિક યાત્રાની શરૂઆત છે, જે મેડ ઇન ઇન્ડિયા ઇવીને વિશ્વમાં લાવશે. કાઇનેટિક ગ્રીનનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં 1 અબજ ડોલરનો ઇવી વ્યવસાય બનાવવાનો છે અને આ સંયુક્ત સાહસ અમારી વૈશ્વિક મહત્વાકાંક્ષાઓમાં મુખ્ય ભાગ ભજવશે.”

આ પ્રસંગે ટિપ્પણી કરતા ટોનિનો લેમ્બોર્ઘીની એસપીએના વાઇસ પ્રેસિડન્ટ શ્રી ફેરુસ્સિયો લેમ્બોર્ધીનીએ જણાવ્યું હતુ કે, ” કાઇનેટિક ગ્રીન સાથેનો આ સહયોગ મારા પિતા દ્વારા 45 વર્ષ પહેલાં સ્થાપિત બ્રાન્ડના ઇતિહાસમાં એક રોમાંચક નવો અધ્યાય છે. સાથે મળીને, અમે એક એવો પ્રોજેક્ટ બનાવ્યો છે જે બે શ્રેષ્ઠ બાબતો ઇટાલિયન ડિઝાઇનની ભવ્યતા અને ઓળખ ભારતીય ઉત્પાદનની તાકાત, કાર્યક્ષમતા અને નવીનતા સાથે જોડે છે. આ એક ઔદ્યોગિક સંયુક્ત સાહસ કરતાં વધુ છે – તે બે ઉદ્યોગસાહસિક સંસ્કૃતિઓ વચ્ચેનો સેતુ છે, જે ભવિષ્યના સહિયારા દ્રષ્ટિકોણથી એક થાય છે. ટોનિનો લેમ્બોર્ઘીની ખાતે, અમે રોજિંદા અનુભવોને શૈલી, પ્રદર્શન અને અસ્પષ્ટ ઓળખના અભિવ્યક્તિઓમાં ફરીથી વ્યાખ્યાયિત કરવામાં માનીએ છીએ. અમારી બ્રાન્ડ ફિલોસોફી મારા પરિવારના વારસામાં ઊંડે સુધી મૂળ ધરાવે છે છતાં સતત નવીનતા અને શ્રેષ્ઠતા માટેના જુસ્સા દ્વારા સંચાલિત છે.

આ ગોલ્ફ અને જીવનશૈલી કાર્ટ સાથે, અમે ફક્ત વાહનો જ નહીં, પરંતુ ગતિશીલ જીવનશૈલીનું એક બોલ્ડ સ્ટેટમેન્ટને ફિલોસોફીને એક નવા સેગમેન્ટમાં જીવંત કરી રહ્યા છીએ . અમે ભારતને માત્ર વ્યૂહાત્મક ઉત્પાદન આધાર તરીકે જ નહીં, પણ નિખાલસતા, વૃદ્ધિ અને વૈશ્વિક મહત્વાકાંક્ષાના પ્રતીક તરીકે પણ પસંદ કર્યું છે. કાઇનેટિક ગ્રીન સાથે, અમે મૂળભૂત મૂલ્યો શેર કરીએ છીએ: ગ્રાહક પર ઊંડું ધ્યાન, સતત નવીનતા અને વિગતો પર ઝીણવટભર્યું ધ્યાન. પરિણામ એ એક એવી પ્રોડક્ટ રેન્જ છે જે અમારા બ્રાન્ડના મૂળને પ્રતિબિંબિત કરે છે – જે અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા સંચાલિત અને વિશ્વભરના સમજદાર ગ્રાહકો માટે રચાયેલ છે. ટોનિનો લેમ્બોર્ઘીની ગોલ્ફ કાર્ટ ઇલેક્ટ્રિક જીવનશૈલી ગતિશીલતાના અમારા વિઝનને રજૂ કરે છે: જેમ કે ભવ્ય, ઉચ્ચ પ્રદર્શન કરનાર અને હેતુ-સંચાલિત. અમને ભારત જેવા ગતિશીલ બજારમાં આ સફર શરૂ કરવાનો ગર્વ છે, અમને વિશ્વાસ છે કે તે અમારી સ્ટાઇલ અને શ્રેષ્ઠતા માટેના જુસ્સાને વિશ્વના દરેક ખૂણા સુધી લઈ જશે.”

ડિઝઇન અને ટેકનિકલ સ્પેસિફિકેશન્સ

આ મનમોહક બાહ્ય ભાગ પાછળ એક એન્જિનિયરિંગ અજાયબી છુપાયેલી છે, જે અજોડ પ્રદર્શન અને સંપૂર્ણ માનસિક શાંતિ પ્રદાન કરે છે. મુખ્ય વિશેષતાઓમાં અજોડ સરળતા માટે તૈયાર કરેલ મેકફર્સન સસ્પેન્શન અને રોક-સ્ટેડી સ્થિરતા માટે અદ્યતન ફોર-વ્હીલ બ્રેક્સ સાથે હાઇડ્રોલિક ખાતરીનો સમાવેશ થાય છે. 45 Nm ટોર્ક અને 30% ગ્રેડેબિલિટી સાથે પાવર ઓફ ધ બુલ અનુભવી શકાય છે, જે ગમે ત્યાં સરળ નેવિગેશન સુનિશ્ચિત કરે છે. ટોનિનો લેમ્બોર્ઘીની ગોલ્ફ કાર્ટ એક અદ્યતન લિ-આયન બેટરી દ્વારા સંચાલિત એક શાંત રાઈડ ઓફર કરે છે – વાયરલેસ બેટરી ચાર્જિંગ સિસ્ટમ સાથે – જાળવણી-મુક્ત કામગીરી, 10-વર્ષનું આયુષ્ય અને 150 કિમી સુધીની પ્રભાવશાળી રેન્જ ધરાવે છે; આ બધું મનની શાંતિ માટે 5-વર્ષની વોરંટી દ્વારા સુરક્ષિત છે.

આ વિશિષ્ટ ગોલ્ફ કાર્ટની લક્ઝરી જીવનશૈલી ઉન્નત અર્ગનોમિક્સ સાથે કાર્યક્ષમતા સુધી વિસ્તરે છે, જેમાં સરળ ડ્રાઇવિંગ અનુભવ માટે લક્ઝરી બેઠક, વિશાળ લેગરૂમ અને સાહજિક નિયંત્રણો સામેલ છે. નવીન ડિઝાઇન અને એન્જિનિયરિંગનો પુરાવો, યુનિવર્સલ ડ્રાઇવ ક્ષમતા ટોનિનો લેમ્બોર્ઘીનીને ગોલ્ફ કાર્ટ્સને ડાબા અને જમણા હાથના ડ્રાઇવ બંનેમાં સરળતાથી અનુકૂલન કરવાની મંજૂરી આપે છે, જે ખરેખર વિશ્વના કોઈપણ ભાગમાં સ્ટાઇલમાં વાહન ચલાવવાની સ્વતંત્રતાને સ્વીકારે છે.

ટોનિનો લેમ્બોર્ઘીની ગોલ્ફ કાર્ટ રોજિંદા સુવિધાને વધારવા માટે રચાયેલ ઇન્ટેલિજન્ટ સુવિધાઓથી ભરપૂર છે. સ્માર્ટ TFT ડેશબોર્ડ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરે છે, જે સલામતી માટે હિલ હોલ્ડ અને ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક્સ જેવી આવશ્યક સલામતી સુવિધાઓ દ્વારા પૂરક છે. વાયરલેસ મોબાઇલ ચાર્જિંગ સાથે આધુનિક જીવનશૈલી પૂરી પાડવામાં આવે છે, જ્યારે LED હેડલાઇટ સ્પષ્ટ દૃશ્યતા સુનિશ્ચિત કરે છે. વિસ્તૃત સ્માર્ટ સ્ટોરેજ, સમર્પિત ગોલ્ફ બેગ હોલ્ડર, ઓન-બોર્ડ ચાર્જર, કેડી સ્ટેન્ડ અને ફોલ્ડેબલ વિન્ડશિલ્ડ સાથે વ્યવહારિકતાને અવગણવામાં આવતી નથી.

વૈશ્વિક કારોબાર યોજના

વૈશ્વિક ઇલેક્ટ્રિક ગોલ્ફ અને લાઇફસ્ટાઇલ કાર્ટ માર્કેટ 5 અબજ ડોલરનું  બજાર હોવાનો અંદાજ છે અને તે ગોલ્ફ ઉપરાંત બહુવિધ એપ્લિકેશનો માટે આ કાર્ટના વધતા ઉપયોગને કારણે, અને છેલ્લા માઇલ માટે ટકાઉ પરિવહનની પસંદગીને કારણે અસાધારણ પરિવર્તનના આરે આવીને ઊભુ છે. યુરોપના સુસંસ્કૃતતા અને એશિયા-પેસિફિકના ચઢાણ સાથે, ઉત્તર અમેરિકાનો 40.3% બજાર હિસ્સો, ગોલ્ફના 60% પ્રભુત્વ અને 40% પ્રવેશ પર જીવનશૈલીના વધતા યોગદાનમાં અભૂતપૂર્વ તક ઊભી કરે છે. કાઇનેટિક ગ્રીન ટોનિનો લેમ્બોર્ઘીની પ્રાઇવેટ લિમિટેડ પાસે એક મહત્વાકાંક્ષી વૈશ્વિક વિસ્તરણ યોજના છે, જે એશિયાથી શરૂ થાય છે, જેમાં ખાસ કરીને ભારત અને યુએઈથી, અને પછી યુરોપ, યુએસએ અને તેનાથી આગળના બજારોમાં ઝડપથી પ્રવેશ કરવાની યોજના છે. આગામી પાંચ વર્ષમાં, સંયુક્ત સાહસ 30 દેશોમાં હાજર રહેવાનો ઇરાદો ધરાવે છે જે વૈશ્વિક ગોલ્ફ કાર્ટ બજારના 80% પ્રતિનિધિત્વ કરે છે, અને આક્રમક વૃદ્ધિ યોજના 5 વર્ષમાં 300 મિલિયન ડોલરના વાર્ષિક આવકને ટાર્ગેટ બનાવે છે.

કંપનીએ બે મહત્વપૂર્ણ શ્રેણી સાથે ટોનિનો લેમ્બોર્ગિની ગોલ્ફ કાર્ટની તેમની શ્રેણીનું અનાવરણ કર્યું છે: જેમાં ધ જિનેસિસ રેન્જ, મૂળનો વારસો, જે એક ભવ્ય ઇટાલિયન ડિઝાઇનનું પ્રતિનિધિત્વ કરે છે; અને અલ્ટ્રા-પ્રીમિયમ, ભવિષ્યવાદી પ્રેસ્ટિજ રેન્જ, ભવિષ્યના વારસાનો સમાવેશ થાય છે. બે વેરિયન્ટ શ્રેણી કંપનીને બહુવિધ એપ્લિકેશનો પ્રદાન કરવા અને બજારના વિવિધ વિભાગોને ટાર્ગેટ બનાવવા માટે સક્ષમ બનાવશે.

કંપનીએ પુણે નજીક સ્થિત તેની ઇન્ટીગ્રેટેડ ઉત્પાદન સુવિધા પર આ અદભુત ઇ-કાર્ટનું ઉત્પાદન શરૂ કર્યું છે અને તેના નિકાસ કામગીરી માટે મુંબઈ નજીક ન્હાવા શેવા બંદરનો લાભ લેવાનો ઇરાદો ધરાવે છે. કંપનીએ ભારતમાં, દુબઈ, અબુ ધાબી અને સાઉદી અરેબિયા, માલદીવ સહિત યુએઈના વિવિધ બજારોમાં વિતરકોની નિમણૂંક કરી છે; અને ટૂંક સમયમાં ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયા સહિત એશિયાના મુખ્ય બજારોમાં તેના વિતરણ ભાગીદારોને અંતિમ સ્વરૂપ આપવાની યોજના ધરાવે છે. પ્રથમ તબક્કામાં આ બજારોને સર કર્યા પછી, કાઇનેટિક ગ્રીન ટોનિનો લેમ્બોર્ઘીની બાકીના એશિયા, યુરોપ અને યુએસએ બજારોમાં તેની કામગીરીનો વિસ્તાર કરશે.

Related posts

કોગ્નિઝન્ટે બેંગલુરુમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબ અને કોગ્નિઝન્ટ મોમેન્ટમ સ્ટુડિયોનું અનાવરણ કર્યું

truthofbharat

પોતાના સૌપ્રથમ સોશિયલ ઇનોવેટર ફેલોશિપ પ્રોગ્રામના વિજેતાઓને ઓળખી કાઢતી શેફલર ઇન્ડિયા

truthofbharat

2025 MT-15 વર્ઝન 2.0ટેક અપગ્રેડ્સ અને આકર્ષક નવા રંગો સાથે લોન્ચ

truthofbharat