Truth of Bharat
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયસેલિબ્રેશનહેડલાઇન

આંતરરાષ્ટ્રીય જાવા-યેઝદી દિવસ પર 6,000થી પણ વધુ રાઇડર્સે ક્લાસિક જુસ્સાને જીવંત રાખ્યો

પુણે | ૧૬ જુલાઈ ૨૦૨૫: ભારતના ખૂણે-ખૂણેથી રાઇડર્સ જુલાઇના બીજા રવિવારની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા, જે ક્લાસિક મોટરસાઇકલ્સનાં વિશ્વમાં કંઈક ખાસ બની ગયું છેઃ આંતરરાષ્ટ્રીય જાવા-યેઝદી દિવસ. મણીપુરના પહાડોમાં વહેલી સવારથી રમ્બલ-આઉટ્સથી લઈને કોચીના માર્ગો અને કોંકણના બીચ પર સૂર્યાસ્ત સુધીની સવારી સુધી ક્લાસિક મોટરસાઇકલ બ્રાન્ડ જાવા અને યેઝદીના પ્રશંસકોએ પોતાની સ્ટાઇલમાં રેટ્રો બાઇકની સવારી કરી, ગર્વથી સવારી કરી.

પ્રશંસકો દ્વારા નિર્ધારિત આ દિવસ એક વિશેષ ઘટના બની છે, અને જાવા યેઝદી મોટરસાઇકલ્સ બે પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સના રાઇડર સમુદાયો અને ડીલરશીપ દ્વારા સંચાલિત સાંસ્કૃત્તિક ઉત્સાહની ઉજવણી કરવા પર ગર્વ અનુભવે છે. આ વર્ષે 12 રાજ્યો, 20 શહેરો અને 18 રાઇડિંગ સમુદાયોના, જાવા યેઝદી મોટરસાઇકલ્સની 120 ડીલરશીપમાંથી 6,000થી વધુ રાઇડર્સે ભાગ લીધો હતો.

ઉત્તરમાં રાજધાની દિલ્હીના જાવા યેઝદી ક્લબ, હરિયાણાના જાવા યેઝદી ક્લબ અને રાજસ્થાનના જાવા યેઝદી ક્લબથી લઈને દક્ષિણના કન્યાકુમારીના જાવા યેઝદી ક્લબ, બીજેવાયએમસી બેંગલુરુ, રીબોર્ન રાઇડર્સ ચેન્નઈ અને સ્મોકિંગ બેરલ્સ ત્રિવેન્દ્રમમાં રાઇડિંગ સમુદાયો સુધી, આ દિવસે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. પૂર્વોત્તરના જાવા યેઝદી મોટરસાઇકલ ક્લબ મણિપુર, પશ્ચિમ ભારતમાં વાયજેઓસી પશ્ચિમ મહારાષ્ટ્ર અને જાવા યેઝદી ક્લબ પુણેના રાઇડર્સ અને મેંગલોર, નાગરકોઇલ, પલક્કડ, વારાણસી, ચંડીગઢ અને છત્તીસગઢના રાઇડિંગ સમુદાયોએ રાઇડર્સમાં પોતાની વિશિષ્ટ ઓળખ બનાવી છે. આ દિવસ એવા મશીનોની રાષ્ટ્રવ્યાપી ઉજવણી બની ગયો છે, જે પોતાની ટાંકીમાં ગાથાઓ અને પોતાના અરીસામાં યાદો એકત્રિત કરે છે.

આ વર્ષની ભીડ જોઇને જાવા અને યેઝદી મોટરસાઇકલ્સ પેઢી દર પેઢી જુસ્સાને જગાડે છે, અને સ્ટીલ, સાદાઇ અને પ્રમાણિક ક્લાસિક આત્માની પરંપરાને આગળ વધરાવા માટે રાઇડર્સનો પ્રેમ એકત્રિત કરે છે. 90ના દશકના ક્લાસિક ક્રૂઝર પર હજારો કિલોમીટરથી વધુની યાત્રા કરનારા રાઇડર્સ, આધુનિક જાવા અને યેઝદી પર જનરેશન ઝેડ બાઇકર્સની સાથે ખભાથી ખભા મિલાવીને સવારી કરે છે. નવા યુગમાં રાઇડર્સ ગોપ્રો અને પ્લેલિસ્ટની સાથે; જૂના સમયના રાઇડર્સ ટુલકિટ અને ગાથાઓની સાથે. આ બધા જાવા યેઝદી મોટરસાઇકલ માટેના સમાન પ્રેમ દ્વારા ભેગા થયા હતા.

ક્લાસિક લિજેન્ડ્સના ચીફ બિઝનેસ ઓફિસ શરદ અગ્રવાલે જણાવ્યું હતું કે “યુવા રાઇડર્સનો વધી રહેલો રસ દર્શાવે છે કે ક્લાસિક મોટરસાઇકલિંગ વય અને જૂની યાદો સાથે જોડાયેલી નથી, પરંતુ ચરિત્ર સાથે જોડાયેલી છે. ક્લાસિક અને નિયો-ક્લાસિક મશીનો કોઇ ગહન વાત વ્યક્ત કરે છે. તે અલગ રીતે અનુભવ કરે છે અને સવારી કરે છે. અને આજની પેઢીઓ તેમને ભૂતકાળના અનુભવો તરીકે નહીં, પરંતુ એક નિવેદન તરીકે વધુ જોઇ રહી છે.”

જાવા અને યેઝદી એવા રાઇડર્સ માટે બનાવવામાં આવી હતી, જેઓ પોતાની રીતે આગળ વધે છે, અને જો તેમાથી 6,000થી વધુ રાઇડર્સ પોતાના મશીનો માટે એક દિવસની ઉજવણી કરવાનું પસંદ કરે છે, તો ક્લાસિક લિજેન્ડ્સને આ આંતરરાષ્ટ્રીય જાવા-યેઝદી દિવસ પર તેમને તેમના હેલ્મેટ આપવાનું સન્માન મળે છે. દર વર્ષે પ્રશંસકો દ્વારા ઉજવવામાં આવતી આ ઉજવણી વધુ ને વધુ શાનદાર બને છે. દર વર્ષે તે અમને યાદ અપવા છેઃ ક્લાસિક ક્યારેય પણ ઝાંખા પડતા નથી. તે ચાલતાને ચાલતા રહે છે.

Related posts

મોરારી બાપુની રામ કથા કેટોવાઈસમાં: ઓશવિટ્ઝ પીડિતોને એક ભાવુક શ્રદ્ધાંજલિ

truthofbharat

EDII દ્વારા ભવિષ્યના નવીનીકરણ પર એમ્પ્રેસારિયો 2025 વાર્ષિક સ્ટાર્ટઅપ સમિટનું આયોજન

truthofbharat

જે આ ત્રણ વસ્તુને ન જાણે એ જીવ છે:માયા,ઇશ અને હું કોણ એ.

truthofbharat