બેંગાલુરુ | ૧૪ જુલાઈ ૨૦૨૫: ભારતની સૌથી મોટી વ્યાપારી વાહનોની ઉત્પાદક એવી ટાટા મોટર્સે આજે વધારાના 148 એડવાન્સ્ડ ટાટા સ્ટારબસ ઇલેક્ટ્રિક બસની બેંગાલુરુ મેટ્રોપોલીટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (BMTC)ને ડિલીવરીનો પ્રારંભ કર્યો હોવાની ઘોષણા કરી છે. આ તાજેતરનું ડિપ્લોયમેન્ટ શહેરમાં 921 ઇલેક્રિટક બસના સફલ ઓપરેશનનુ નિર્માણ કરે છે, તે રીતે બેંગાલુરુની ટકાઉ શહેરી મોબિલિટીની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આ કાફલાનું સંચાલન અને નિભાવ TML સ્માર્ટ સિટી સોલ્યુશન્સ લિમીટેડ દ્વારા કરવામાં આવશે, જે ટાટા મોટર્સની 12 વર્ષના કરાર હેઠળની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે.
કર્ણાટક સરકારના પરિવહન મંત્રી માનનીય શ્રી રામલિંગા રેડ્ડી અને BMTCના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રામચંદ્રન આર., IAS દ્વારા નવી ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી, જેમાં કર્ણાટક સરકાર અને BMTCના વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.
કાફલાના સમાવેશ અંગે ટિપ્પણી કરતા, BMTCના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રામચંદ્રન આર; IASએ જણાવ્યું હતું કે, “બેંગાલુરુમાં પહેલેથી જ ચાલી રહેલી ટાટા મોટર્સની ઇલેક્ટ્રિક બસોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવ્યું છે, લાંબા સમય સુધી કામ કર્યું છે અને આરામ અને સુવિધા અંગે લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરી છે. આ સફળતાના આધારે, અમને ટાટા મોટર્સ તરફથી વધારાની 148 ઇ-બસોનો સમાવેશ કરવામાં આનંદ થાય છે. આ બસો બેંગલુરુમાં વ્યાપક નેટવર્ક પર નાગરિકોને સલામત, ટકાઉ અને કાર્યક્ષમ મુસાફરી વિકલ્પ પ્રદાન કરવાની અમારી ક્ષમતામાં વધુ વધારો કરશે.”
ટાટા મોટર્સના TML સ્માર્ટ સિટી મોબિલિટી લિમિટેડ અને કોમર્શિયલ પેસેન્જર વ્હીકલ બિઝનેસના વાઇસ પ્રેસિડેન્ટ અને વડા શ્રી આનંદ એસ. એ જણાવ્યું હતું કે, “આ એક મહત્વપૂર્ણ પ્રસંગ છે કારણ કે અમે અમારી પર્યાવરણને અનુકૂળ અને કાર્યક્ષમ સ્ટારબસ ઇલેક્ટ્રિક બસોના વધુ એક કાફલા માટે સમયપત્રક મુજબ BMTCને ડિલિવરી શરૂ કરી રહ્યા છીએ. BMTC દ્વારા ફક્ત અમારા ઉત્પાદનો માટે જ નહીં પરંતુ બે વર્ષ માટે અજોડ અપટાઇમ પહોંચાડવાની અમારી ક્ષમતા પર પણ અમને સન્માનિત કરવામાં આવે છે, જે છ કરોડથી વધુ કિલોમીટરથી વધુનું અંતર છે. અમે ટેકનોલોજી, સેવા અને અમલીકરણ દ્વારા સમર્થિત નવીન ઇ-મોબિલિટી સોલ્યુશન્સ પહોંચાડીને ટકાઉ, જાહેર પરિવહન માટેના તેમના વિઝનને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છીએ.”
ટાટા સ્ટારબસ EV સઘન ઇન્ટ્રા-સિટી કામગીરી માટે રચાયેલ છે અને વર્ગમાં શ્રેષ્ઠ આરામ, સલામતી અને ઉચ્ચ અપટાઇમ પ્રદાન કરે છે. એડવાન્સ ઇલેક્ટ્રિક બસ નવી-જનરેશન ઇલેક્ટ્રિક પાવરટ્રેન, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, ઇલેક્ટ્રોનિક બ્રેક ડિસ્ટ્રિબ્યુશન અને ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમથી સજ્જ છે. લો-ફ્લોર ડિઝાઇન, 35 મુસાફરો માટે એર્ગોનોમિક સીટિંગ સાથે, તે સરળ, અનુકૂળ સવારી સુનિશ્ચિત કરે છે. શૂન્ય ટેલપાઇપ ઉત્સર્જન સાથે, સ્ટારબસ EV એ બેંગલુરુમાં સ્વચ્છ હવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. બેંગલુરુ તેના ગ્રીન કાફલાનું વિસ્તરણ કરી રહ્યું છે, ત્યારે ટાટા મોટર્સ અને BMTCએ જાહેર પરિવહન ભવિષ્ય માટે તૈયાર અને નાગરિક-પ્રથમ બંને હોઈ શકે છે તેવુ દર્શાવવાનું ચાલુ રાખ્યું છે..
