Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ફરી જલ્દી હાર્વડમાં કથાગાનનાં મનોરથ સાથે રામકથાનું સમાપન; આગામી-૯૬૦મી રામકથાનો ૧૯ જૂલાઇથી સ્વિટ્ઝરલેન્ડથી થશે આરંભ

તલગાજરડામાંગુરુપૂર્ણિમા ઉપર કોઈ ઉત્સવ થતો નથી એટલે વિવેકથી તમે નિર્ણય કરી ને ન આવતા.

હું ગુરુ નથી,આપ બધાની જેમ હું આશ્રિત છું;એડવાન્સમાંગુરૂપૂર્ણિમાનીવધાઇ:મોરારિબાપુ.

માર્ગી નિરોગી પણ છે,ને પ્રેમરોગનો મહારોગી પણ છે.

 

અતિ હરિકૃપાજાહિ પર હોઇ;

પાંઉદેઇએહિ મારગ સોઇ.

-ઉત્તરકાંડ દોહો-૧૨૯

મિલેહૂંગરૂડ મારગ મંહમોહિ;

કવન ભાંતિસમુજાવૌંતોહિ.

-ઉત્તરકાંડ દોહો-૬૧

આ બીજ પંક્તિઓનો આધાર લઇ આર્કાન્સા દક્ષિણ અમેરીકાનાંલિટલ રોક ખાતે મોરારિબાપુનીરામકથા આજે નવમા-પૂર્ણાહૂતિ દિવસમાં પહોંચી.

બાપુએ બાકી રહેલી કથાનો સાર,ઉપસંહારક વાતો સાથે આવી રહેલી ગુરૂપૂર્ણિમાનીઆગોતરી પ્રસાદી રૂપી વાતો વણી લેતા આરંભેમનોરથી પરિવાર તેમજ અહીંનાં સૌ કોઇ પ્રત્યે આયોજનની પ્રસન્નતા અને સાધુવાદ વ્યક્ત કર્યો.

આજે દ્વારિકા નગરીથી આવેલા સ્વામીજીએવ્યાસપીઠનેદ્વારિકાનાથનીછબીજી અર્પણ કરી મમતા કમલેશપરિવારની દીકરીઓ અને દીકરાએ પોતપોતાના આભાર ભાવ વ્યક્ત કર્યા.

હાસ્યકાર જગદીશ ત્રિવેદીએગઈકાલે કરેલા કાર્યક્રમ બાદ મળેલા તમામ પૈસા સાવરકુંડલાલલ્લુભાઈ શેઠ સેવા કેન્દ્રને અર્પણ કર્યા એ વિશે બાપુએ કીધું કે સાધનાનો નિયમને દ્રઢ બને ત્યારે એ વ્રતમાં પરિવર્તિત થઈ જાય છ.

સંક્ષિપ્ત રૂપમાં સમાસ પદ્ધતિથી અયોધ્યાકાંડનાશ્લોકમાં શિવજી અને સીતારામનીવંદના બાદ રામ વનવાસ,રામનો ચિત્રકૂટ નિવાસ અને મહારાજા દશરથનો પ્રાણ ત્યાગ,ભરતની ચિત્રકૂટ યાત્રા,પાદુકા લઈને પાછા આવ્યા.અરણ્યકાંડમાંચિત્રકૂટથી સ્થાનાંતર કરીને અત્રિનાં આશ્રમમાં આગમન. સરભંગ,કુંભજને મળી ગોદાવરીના કાંઠે પંચવટીમાં નિવાસ,જટાયુ સાથે મૈત્રી,લક્ષ્મણના પાંચ પ્રશ્નોના જવાબ બાદ શુર્પણખાને દંડિત કરી.સીતાનું અપહરણ થયું અને રસ્તામાં કબંધને ગતિ દઈ પંપાસરોવરશબરીના આશ્રમમાં આવ્યા.

ભગવાન સીતા,શાંતિ,ભક્તિ અને શક્તિ વિશે પાંચ નાના માણસોને પૂછે છે.જરૂરી નથી કે મોટો માણસ જ માર્ગ દેખાડે. ભગવાનેજટાયુને,શબરીને,નારદને, સુગ્રીવ અને હનુમાનજીને રસ્તો પૂછ્યો છે.વાલીના નિર્વાણ પછી હનુમાનને મળીને સીતાખોજનો આરંભ થયો હનુમાનજીનુંલંકાગમન,લંકાદહન થયું હનુમાનજી પંચમુખી,એની પાંચ ભૂખ છે મધુર ફળ રૂપી રામનામ,સૂર્યને ગળી જાય છે એ જ્ઞાનની ભૂખ, કથા સાંભળવાની,અમરતાની ભૂખ,ભજન માટે ભૂખ અને સેવાની ભૂખ છે.

સેતુબંધરામેશ્વરની સ્થાપના બાદ રામ રાવણના મહાયુદ્ધ પછી રાવણને નિર્વાણ આપી અયોધ્યામાં રાજતિલક થયું.ત્રણેય ઘાટ પર કથાને વિરામ આપ્યા પહેલા બાપુએ કહ્યું કે ૧૦ તારીખે ગુરુપૂર્ણિમા છે બધાને ખાસ વિનય કે તલગાજરડામાંગુરુપૂર્ણિમા ઉપર કોઈ ઉત્સવ થતો નથી એટલે વિવેકથી તમે નિર્ણય કરી ને ન આવતા.હું ગુરુ નથી આપ બધાની જેમ હું આશ્રિત છું.એડવાન્સમાં બધાને વધાઈ.મને જેમ ગુરુ ફળ્યો એમ તમને તમારો ગુરુ ફળે.

વ્યાસ પૂર્ણિમા પર ગુરુપૂર્ણિમાની પ્રસાદી રૂપ પૂર્ણ(૧૫)વંદના:

વ્યાસ પૂર્ણ છે.વ્યાસનો મતલબ વિશાળ છે.વ્યાસેવેદોનો વિસ્તાર કર્યો એ વિસ્તારકછે.વ્યાસ મુનિ પણ છે ઋષિ પણ છે.ચૂપ રહે ત્યારે મુની અને બોલે ત્યારે ઋષિ છે.વ્યાસ મહાન,અદભુત,અજોડ અદ્વિતીય સર્જક છે.વ્યાસથીયરી અને પ્રેક્ટીકલ બંને કરે છે.વ્યાસ શસ્ત્ર અને શાસ્ત્ર બંને રાખે છે. શસ્ત્ર સ્વરક્ષણ માટે અને શાસ્ત્ર શિક્ષણ માટે રાખે છે ૨૪ અવતારનો એક અવતાર પણ વ્યાસ છે.વ્યાસમહાભારતનું પાત્ર પણ છે.ભવિષ્યદ્રષ્ટા છે શૂન્ય અને પૂર્ણની વચ્ચે સેતુ છે.વંશવિસ્તારકછે.સાચા સદગુરુ છે અને ખૂબ અદભુત સૂત્રપાત કરનાર છે.વ્યાસગુણાતિતછે.આરામકથાને ભગવાન વેદ વ્યાસને અર્પણ કરીને સમાપન પ્રસન્નતાથી કર્યું.

આગામી-૯૬૦મી રામકથાઆલ્પ્સ પર્વતો વચ્ચે ઘેરાયેલાદુનિયાનાં મનમોહક દેશ સ્વિટ્ઝરલેન્ડની ભૂમિ પરથી ૧૯ જૂલાઇથી ૨૭ જૂલાઇ દરમિયાન યોજાશે.

સમય તફાવતનાં કારણે ભારતમાં પહેલા દિવસ શનિવારની કથા વેદિક ટીવી ચેનલ તથા ચિત્રકૂટધામતલગાજરડાયુ-ટ્યુબ ચેનલ પર સાંજે ૭:૩૦થી ૧૦:૩૦ તથા એ પછીનાંબાકીનાં દિવસોમાં બપોરે ૧:૩૦થી સાંજનાં ૫:૦૦ સુધી લાઇવ નિહાળી શકાશે.

આસ્થા ટીવી ચેનલ પર ડી-લાઇવ પ્રસારણ ૨૦ જૂલાઇથી ૨૮ જૂલાઇ રોજ સવારે ૯:૩૦થી ૧:૦૦ વાગ્યા સુધી થશે.

Box

પંથસ્થ-માર્ગી સાધુઓનાં લક્ષણો:

માર્ગી ભોગી નહીં યોગી હોય છે.નદી ક્યારેય ભોગી નહીં યોગી હોય છે.વિયોગી હોય છે.માર્ગી સાધુ વૈરાગી છે.હરિચરણ,શાસ્ત્ર અને સૂત્રોનો અનુરાગી હોય છે.સુહાગી હોય છે.તેનોચુડલો અખંડ હોય છે.માર્ગી અનાથ ન હોય એનો કોઈ નાથ હોય છે પછી એ રઘુનાથ,યદુનાથ, દ્વારિકાનાથ, શ્રીનાથ, વિશ્વનાથ, જગન્નાથ કે બદ્રીનાથ કોઈ પણ હોય.માર્ગી સાધુ પ્રયોગી હોય છે.નિરોગી હોય છે.શરીર છે તો ઉર્જા ઓછી થાય જ,પણ સતત ચાલે છે એ નિરોગી રહે છે.આંતરિકરોગોથી પણ મુક્ત હોય છે.માર્ગીપ્રેમરોગનો મહારોગી હોય છે.પુરા સમાજનો સહયોગી હોય છે.અસંગી હોય છે.પરાગી હોય છે.રાગી(રાગ ગાનાર) અને પ્રયાગી પણ હોય છે.હું અને તમે માર્ગીને ઓળખી શકીએ અને એની સાથે સંગતિ કરીએ.

Box

બાપુની પવિત્ર,પ્રવાહી,પરોપકારી પરંપરાનો આધ્યાત્મિક આંબો:

ઉપસંહારક વાત કરતા એક પ્રશ્ન પૂછાયોઆપનાં દાદા અને ગુરુનો માર્ગ કયો હતો?અહીં બાપુએ કહ્યું કે અમારી પવિત્ર,પ્રવાહી,પરોપકારી પરંપરા માર્ગી જ હતી.મૂળ પુરુષ ધ્યાન સ્વામી બાપા.(સેંજળ) નિમ્બાર્કી પરિવારના પરિવારજકવ્રજમંડળથીતુલસીશ્યામ ગયા.(લોકસાહિત્ય લેખક નાનાભાઈજેબલીયાએપૂછેલું કે ધ્યાન સ્વામી બાપાનું જીવન ચરિત્ર લખું? ત્યારે બાપુએ કહેલું કે પરચા અને ચમત્કારો બની શકે તો એમાં ન નાંખતા કારણ કે બુદ્ધપુરુષ વિશે સપનામાં આપણને પ્રેરણા થાય છે ).સ્વામી યોગાનંદજીને ચૈતસિક અનુભવો થયા એ પોતે જ બતાવી શકે છે.ધ્યાન સ્વામી બાપાસેંજળ,આવ્યા ફુલઝર નદીના કિનારે લીમડાનાં વૃક્ષ નીચે બેઠા ત્યાં સમાધિ લાગી ગઈ,ત્યાં જ રહ્યા.એધ્યાનમાર્ગના માર્ગી હતા.એ પછી તલગાજરડાની પાસે કોંજળી ગામના જીવનદાસ મહેતા,નાગર બ્રાહ્મણ હતા.યોગેન્દ્રભાઈ અને યોગીની બહેન જે થિયોસોફિસ્ટ હતા એ જીવણદાસમહેતાનાપરિવારનાં.ધ્યાન સ્વામી બાપાનાસંગમાં આવ્યા. નાગર નાગર જ હોય છે.દીક્ષા આપી ત્યારે ધ્યાન સ્વામી બાપાએ આદેશ કર્યો કે ગૃહસ્થી થઈ જાઓ જીવનદાસબાપા જીવન માર્ગી હતા.ગૃહસ્થી બન્યા અને પરંપરા આગળ ચાલી.એ પછી નારાયણદાસ બાપુ જે નામમાર્ગીહતા.પરમ તત્વ નારાયણ, બદ્રીનારાયણ,લક્ષ્મીનારાયણ,સત્યનારાયણ,નર નારાયણ.એ પછી પ્રેમદાસ બાપુ પ્રેમમાર્ગી રહ્યા હશે લઘુરામ દાદા જે રઘુરામના વિશાળ માર્ગે આવ્યા. ત્રિભુવનદાદા-ત્રિભુવન માર્ગી,સત્ય પ્રેમ અને કરુણાના માર્ગી રહ્યા.માર્ગ પણ સમર્થ હોવો જોઈએ એ પછી પ્રભુદાસ બાપુ એ પ્રભુમાર્ગી હતા અને બાકી રહ્યો હું!બાપુએ કહ્યું કે હું ગ્રંથસ્થ થઈને નહીં પણ પંથસ્થ થઈને બોલી રહ્યો છું.અત્યારે માર્ગી સાધુઓ માટે તુચ્છ નિમ્ન શબ્દોનો પ્રયોગ પણ થાય છે પણ મંદિરમાં ઘંટ અને ઘંટી હોય છે.ઘંટ બહાર રહેતો હોય,ઘંટી ભગવાનની પાસે રહે છે.જેટલા નાના થઈએ ઈશ્વરથી નજીક રહીએ.

Related posts

વેજ પિઝાના 5.8 લાખ ઓર્ડરથી લઈને વેજ થાળીના 4.9 લાખ ઓર્ડર…2025માં અમદાવાદીઓએ આ રીતે સ્વિગી ઉપર પસંદગી ઉતારી

truthofbharat

કોકા-કોલા અને ગૂગલ જેમિની દ્વારા ‘‘ફેસ્ટિકોન્સ’’ સાથે દિવાળીનો ઝળહળાટ, જ્યાં પંરપરાનું મિલન AIના જાદુ સાથે થાય છે

truthofbharat

મેકમાયટ્રિપ એ ભારતમાં યર-એન્ડ ટ્રાવેલ પ્લાનિંગ માટે બનાવી નવી કેલેન્ડર મોમેન્ટ

truthofbharat