Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જેની પાસે ભક્તિનો મણિ છે એને બૂઝાવાની બીક નથી

“બીજાઓનું મૂલ્યાંકન કરવાનું બંધ કરો,ખુદનું મૂલ્યાંકન કરો”

પ્રશંસા હંમેશા કુંવારી હોય છે કારણ કે સાધુ એને સ્વિકારતો નથી અને અસાધુને પ્રસન્નતા જ સ્વિકારતી નથી!

“ભોજન ઘી લગાકર,ભજન જી લગાકરકરેં”

જો બરાબર તરસ હોય તો કૂવો જ તરસ્યાનેગોતીલ્યે છે.

હરિકૃપાથી પણ મોટી ગુરુકૃપા છે.

અમેરીકાનાંલિટલ રોક ખાતે ચાલી રહેલી રામકથાનાં આઠમા દિવસે બીજ પંક્તિમાં શિવજી ગરૂડને કહે છે તમે મને મારગમાં સામા મળ્યા તો કેમ સમજાવું?

“જેની જોતાં વાટ એ શેરીમાં સામા મળ્યાં,ઉઘડી ગયા હૈયાનાંકમાડ,પછી કામ ન પડ્યું કૂંચીઓનું…”-ગુરૂ કઇ રીતે મળે?શંકરગરૂડને રસ્તામાં જ મળી ગયા એમ.ગરૂડનેપક્ષીરાજનોઅહંકાર,મારી પીઠ પર વિષ્ણુ,હુંગગનગામી,જ્ઞાન અને ભક્તિમાં શિરોમણિ,વૈકુંઠ નિવાસનો-એવા અહંકારો હતા આથી મહાદેવે વિચાર્યું કે એ અહંકાર મટાડવા ક્યો માર્ગ દેખાડું?નથીસમજાવ્યો એવું નથી,એ જ સમજાવ્યું કે કેમ સમજાવુ.પક્ષીપક્ષીની જ ભાષા સમજે એટલે એને કાગભુશુંડી પાસે મોકલ્યો.

રામચરિતમાનસમાં ત્રણ મુખ્ય મણિ છે.એનીછાંયામાં અનેક મણિઓછે.વોશિંગ્ટનડીસીમાં એક મણિ-ભક્તિમણિ ઉપર આખી કથા કરેલી.આ એવો મણિ છે જેમાં ના દીવાની,ન વાટની,ન દિવેલની જરૂર પડે.કોઈ પ્રચંડ વાયુ પણ એને બૂઝાવી ન શકે.એટલે જ ખુલ્લા મેદાનમાં-કુરુક્ષેત્રમાં કૃષ્ણ કહે છે જેની પાસે ભક્તિનો મણિ છે એને બૂઝાવાની બીક નથી.જ્ઞાનદીપની ચર્ચા-ઉત્તરકાંડમાં છે એ-ભચાઉમાં કથા વખતે કરેલી.

આજે હોલી(એચ-ઓ-એલ-આઇ)નો અર્થ સમજાવતા બાપુએ એચ-હેટ(ધિક્કાર),ઓ-આઉટ (બહાર),એલ-લવ(પ્રેમ) આઇ-ઇન(અંદર) દ્વારા સમજાવીને કહ્યું કે ધિક્કાર તિરસ્કારને બહાર કાઢી પ્રેમને અંદર લ્યો.

બીજાઓનું મૂલ્યાંકન કરવાનું બંધ કરો,ખુદનું મૂલ્યાંકન કરો.એટલે રોજ થોડું એકાંતમાં બેસો.

પ્રશંસા હંમેશા કુંવારી હોય છે કારણ કે સાધુ એને સ્વિકારતો નથી અને અસાધુને પ્રસન્નતા જ સ્વિકારતી નથી!

બીજો મણિ-ચિંતામણીછે.જે આપણી ચિંતાઓને લઈ લે છે.ત્રીજો મણિ ચૂડામણિ છે.માજાનકીએ મુદ્રિકા રુપી સવાલ સામે પ્રમાણ,જવાબ અને પ્રત્યુતર આપેલો એ ચૂડામણિ છે.

આ મણિઓનીછાંયામાંરઘુવંશમણિ,સતી શિરોમણિ,ભગત શિરોમણિ,સંત શિરોમણિ,ચતુર શિરોમણિ-એવા અનેક મણિઓ છે.

શ્રોતાઓનેસંબોધીને કહ્યું કે હું હવે આપના માટે જ બધું કરું છું.દિવસમાં પાંચ વખત યજ્ઞ કરું છું.મારું કામ તો પૂરું થઈ ગયું છે,મારે કરવાનું કંઇ નથી રહ્યું પણ આપના માટે કરી રહ્યો છું.આપણને જો બરાબર તરસ હોય તો કૂવો જ તરસ્યાનેગોતીલ્યે છે.

આવનારા દિવસોમાં ગુરુપૂર્ણિમા આવી રહી છે ત્યારે જણાવ્યું કે પોતાના મૂળને ક્યારેય ન ભૂલતા અને કોઈ પ્રલોભનમાં ન જતા.આપણે જે માર્ગ પકડીએ છીએ એમાં અનેક વિઘ્નો છે.’અપરોક્ષાનુંભૂતિ’ ગ્રંથમાં શંકરાચાર્યજી કહે છે કે આ વિઘ્નોમાં: અનુસંધાન ખંડન,આળસ,ભોગ લાલસા,લયનું તૂટવું તમસ,રસાસ્વાદ,આકસ્મિક ઘટના,શુન્યતા.-આવા વિઘ્નો આવતા હોય છે

આપણે બુદ્ધપુરુષેબતાવેલા માર્ગ પર નથી ચાલી શકતા કારણ કે:મારાથી નહીં થાય,મારો મૂડ નથી, કિસ્મત નથી,લોકો શું કહેશે!-આવી વાત વિચારતાહોઈએછીએ.ધીરે ધીરે આ બધા જ વિઘ્નોનો ત્યાગ કરો.હરિકૃપાથી પણ મોટી ગુરુકૃપા છે.

રવિવારે કથાની પૂર્ણાહૂતિ છે.

કથા-વિશેષ:

સાત ‘ડોન્ટ્સ’ની સાથે સાત ‘ડૂઝ’:

નંદ પ્રયાગની કથામાં જૈન મુનિ પ્રસન્ન સાગરજીમહારાજે એક પુસ્તક આપેલું.એમાં છ-સાત પ્રકારની ડોન્ટ્સ-આવું ન કરવું-એવી વાત લખેલીછે.જેમાં તેઓ કહે છે:

રવિવારે નમક ન ખાઓ- બીપી કંટ્રોલ રહેશે.

સોમવારે લીલા શાકભાજી ન ખાઓ-પેટ સારું રહેશે.

મંગળવારે મીઠાઈ ન ખાઓ-શુગરકંટ્રોલમાં રહેશે. બુધવારે ઘી ન ખાઓ-ચરબી નહીં વધે.

ગુરુવારે દૂધ ન પીઓ-ગેસ ટ્રબલ નહીં થાય.

શુક્રવારે દહીં નહીં ખાવું-સાંધાઓના દર્દ ઓછા થશે શનિવારે તેલ ન ખાવું-કોલેસ્ટ્રોલકંટ્રોલમાં રહેશે.

પણ,બાપુએ કહ્યું કે ભોજન ઘી લગાડીને,ભજન જીવ લગાડીને કરવું.

મુનિ જી આગળ પણ કહે છે:

સોમવારે મોબાઈલ બંધ રાખો,મંગળવારેફેસબૂક, બુધવારે વીજળી બંધ,ગુરુવારે ઇન્ટરનેટ,શુક્રવારે વાહનનો ત્યાગ,શનિવારે વોટ્સએપ બંધ અને રવિવારે ટીવી બંધ રાખો.

પણ આ બધી વાતો નકારાત્મક-ડોન્ટ્સ છે,એની સામે સાત ડૂઝ-હકારાત્મક વાતો હું તમને કહું છું: સોમવારે શિવ અભિષેક કરો.

મંગળવારે રામ પ્રાગટ્યની સ્તુતિ.

બુધવારે અત્રિ સ્તુતિ,ગુરુવારે ગુરુ અષ્ટકતત: કીમ્ શુક્રવારે શુકદેવજી કથિત ભાગવતનાંદશમસ્કંધનો પાઠ,શનિવારે હનુમાન ચાલીસા અને રવિવારે કંઈ ન કરીને બાળકો અને પરિવાર સાથે વિતાવો

Related posts

રાજસ્થાનમાં અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

truthofbharat

બીડબ્લ્યૂએફ વિશ્વ જુનિયર ચેમ્પિયનશિપ 2025: ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો, ક્વાર્ટર ફાઈનલમાં કોરિયાને હરાવી પ્રથમ મિશ્રિત ટીમ મેડલ નિશ્ચિત કર્યો

truthofbharat

વિશ્વવિખ્યાત રામકથા વ્યાખ્યાતા મોરારી બાપુનાં ધર્મપત્ની પૂજ્ય શ્રી નર્મદા “બા” નિર્વાણ પામ્યા

truthofbharat