Truth of Bharat
ગુજરાતટ્રાવેલિંગબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સ્ટાર એરએ અમદાવાદથી મુસાફરો માટે મોનસૂન સેલ જાહેર કર્યો: ભાડું રૂ. 2,799 થી શરૂ

⇒ બેઠકો મર્યાદિત છે અને ફર્સ્ટ કમ ફર્સ્ટ બેસિસ પર ઉપલબ્ધ છે

બેંગલુરુ | 2 જુલાઈ 2025: સંજય ઘોડાવત ગ્રૂપની કંપની સ્ટાર એરએ અમદાવાદથી મુસાફરો માટે આકર્ષક મોનસૂન સેલની જાહેરાત કરી છે. હવે માત્ર રૂ. 2,799થી શરૂ થતા ભાડાથી ઘણી પ્રાદેશિક ફ્લાઇટ્સ ઉપલબ્ધ છે. આ ઓફર સ્ટાર એરના -“Connect Real India” અભિયાનની એક કડીરૂપ છે.

આ ઓફરમાં અમદાવાદ -દિવ-ગોવાની ફ્લાઇટ રૂ. 2,799 માં રહેશે જે મંગળ અને બુધ સિવાય દરરોજ ઉડશે જ્યારે હૈદરાબાદ – નાંદેડ – અમદાવાદની ફ્લાઇટ રૂ. ₹3,199માં સોમ, મંગળ, ગુરૂ, રવિના દિવસોએ ઉડશે. સ્ટાર એરની મોનસૂન સેલમાં મુસાફરો એમ્બ્રેયર જેટ્સ (2×2 બેઠક વ્યવસ્થા) માં પ્રવાસ માણી શકે છે જેમાં વિશાળ કેબિન સાથે આરામદાયક મુસાફરીનો અનુભવ મળે છે.

સ્ટાર એરના ચીફ કોમર્શિયલ અને માર્કેટિંગ ઓફિસર, શ્રીમતી શિલ્પા ભાટિયા કહે છે, “મોનસૂન સેલની સાથે, અમે પ્રાદેશિક હવાઈ મુસાફરીને વધુ સસ્તી બનાવી રહ્યા છીએ. આ ઓફર મોસમનો ઉત્સવ છે અને અમારા ગ્રાહકોને સતત નવું આપવાની અમારી પ્રતિબદ્ધતા છે.”

તેમણે ઉમેર્યું કે સ્ટાર એરનો મુખ્ય ઉદ્દેશ છે ભારતના નાના શહેરોને હવાઈ સેવા સાથે કનેક્ટ કરવો અને લોકો વધુ વાર પ્રવાસ કરી શકે તેવી સેવા આપવી.

આ ઓફરનો લાભ અને વધુ માહિતી સ્ટાર એરની વેબસાઇટ ([www.starair.in](http://www.starair.in)), મોબાઈલ એપ અથવા અધિકૃત ટ્રાવેલ પાર્ટનર્સ મારફતે બુકિંગ કરીને મેળવી શકે છે. બેઠકો મર્યાદિત છે અને ફર્સ્ટ કમ ફર્સ્ટ બેસિસ પર ઉપલબ્ધ છે.

સ્ટાર એર સરકારની ઉડાન યોજના હેઠળ ચાલતી એકમાત્ર પ્રાદેશિક એરલાઇન છે જેણે છ વર્ષ સુધી સતત સેવા આપી છે. અત્યાર સુધીમાં લગભગ 16 લાખથી વધુ મુસાફરોએ લાભ લીધો છે. કંપની હાલમાં દર અઠવાડિયે 300 ફ્લાઇટ્સ ચલાવે છે અને આગામી ઉનાળા સુધી તેને 350 ફ્લાઇટ સુધી વધારવાની નેમ ધરાવે છે.

સ્ટાર એર એ ઉડાન હેઠળ મળેલ તમામ રૂટ્સ સફળતાપૂર્વક ઓપરેટ કરનાર ભારતની એકમાત્ર રીજનલ એરલાઇન છે. કંપની હવે Tier-2 અને Tier-3 શહેરો વચ્ચેના રૂટ્સથી આગળ વધીને વધુ કોમર્શિયલ શહેરોને જોડવા તરફ આગળ વધી રહી છે.

સ્ટાર એર તમામ ફ્લાઇટ્સમાં ગરમ ભોજન અને પીણાં સર્વ કરે છે. એમ્બ્રેયર E175 અને E145 વિમાનોની 2×2 બેઠક વ્યવસ્થાથી યાત્રિકોને બે કલાસ (બિઝનેસ અને ઇકોનોમી)માં મુસાફરીનો આરામદાયક અને શ્રેષ્ઠ અનુભવ મળે છે.

Related posts

ભારતમાં એસી સેગમેન્ટમાં ઉદ્યોગની વૃદ્ધિને સેમસંગે આંબી

truthofbharat

વડોદરા રિયલ એસ્ટેટમાં 2026 માં મૂલ્ય વૃદ્ધિ અને ભાડામાં વધારો જોવા મળશે

truthofbharat

લેનોવો ઇન્ડિયાએ સ્માર્ટ એઆઇ સાથે અમદાવાદમાં બિઝનેસિસને સક્ષમ કર્યાં

truthofbharat