Truth of Bharat
અવેરનેસગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

શ્રી જલારામ અભ્યુદય સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા થેલેસેમિયાના દર્દીઓ માટે ડ્રોઈંગ કોમ્પિટિશનનું સફળ આયોજન

ગુજરાત, અમદાવાદ | ૬ જુલાઈ ૨૦૨૫: અમદાવાદમાં શ્રી જલારામ અભ્યુદય સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા થેલેસેમિયાના દર્દીઓમાં કલાને પ્રોત્સાહન આપવા અને તેમને મનોરંજન પૂરું પાડવાના ઉમદા હેતુ સાથે એક ભવ્ય ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા શ્રી જલારામ અભ્યુદય સદ્ભાવના ટ્રસ્ટ,થેલેસેમિયા ડે કેર સેન્ટર, અમદાવાદ ખાતે યોજાઈ હતી.
આ પ્રથમ વાર આયોજિત ઓપન અમદાવાદ ડ્રોઇંગ કોમ્પિટિશનમાં કુલ 45 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિશેષ અતિથી તરીકે અસારવા વોર્ડ વિધાનસભાના ધારાસભ્ય શ્રી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે જાણીતા લાઈફ મેન્ટર, ઉદ્યોગસાહસિક, TEDx વક્તા અને સર્જનાત્મક દ્રષ્ટિકોણ ધરાવતા શ્રી નિરવ શાહ અને ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતા, કલાકાર અને ફોટોગ્રાફર  શ્રીમતી ચૌલા દોશી ખાસ મહેમાન અને જજ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં સંસ્થા ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી યોગેશભાઈ લાખાણી અને સોશિયલ વર્કર ભૈરવી લાખાણી એ પણ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. 
સ્પર્ધામાં 5 થી 10, 11 થી 13 અને 14 વર્ષથી ઉપરની વયજૂથના બાળકોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્રો અને આશ્વાસન ઇનામ પણ આપવામાં આવ્યા હતા, જે તેમના પ્રયત્નોને બિરદાવે છે.
આ સ્પર્ધા થેલેસેમિયાના દર્દીઓને તેમની કલાત્મક પ્રતિભા દર્શાવવા અને સકારાત્મક વાતાવરણમાં એકબીજા સાથે જોડાવા માટે એક ઉત્તમ મંચ પૂરો પાડ્યો હતો. આ પહેલથી થેલેસેમિયાના દર્દીઓના જીવનમાં ખુશી અને સકારાત્મકતાનો સંચાર થયો.

Related posts

SC/ST મેગા બિઝનેસ એક્સ્પો-સમિટમાં સમાવેશી વિકાસ પર ભાર મૂકાયો

truthofbharat

લોટ્ટે (LOTTE)એ પૂણેમાં તેના સૌથી મોટા આઇસક્રીમ પ્લાન્ટ પૈકીના એકનું ઉદઘાટન કર્યુઃ વૈશ્વિક વિઝન અને ભારત પ્રત્યેની કટીબદ્ધતાનો પુરાવો

truthofbharat

આશિષ ઘાટનેકર, ચીફ પીપલ એન્ડ ઓપરેશન્સ, HDB ફાઇનાન્શિયલ સર્વિસીસ

truthofbharat