ગુજરાત, અમદાવાદ | ૪ જુલાઈ ૨૦૨૫: 2024 ઇન્ડેક્સ* અનુસાર ભારતીયો વાંચન પાછળ વ્યક્તિદીઠ સરેરાશ 10 કલાક અને 42 મિનીટ વિતાવે છે. ભારતે વાંચન સમયમાં સૌથી વધુ સ્કોર પ્રાપ્ત કર્યો છે ત્યારે ખાસ કરીને શાળા-વયના બાળકોમાં વાંચન સમજણ અને વિવેચનાત્મક સંલગ્નતામાં નોંધપાત્ર અંતર રહેલું છે.
“NCF 2023 વાંચનને એક મૂળભૂત કૌશલ્ય તરીકે ઓળખી આપે છે, તેમજ દરેક અન્ય શિક્ષણ માટેનો પાયો નાખે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ ખાતે, વાંચનને એક અગ્યતના ક્ષમતા કે જે “અમે વાંચનને એક મહત્વપૂર્ણ ક્ષમતા તરીકે સ્વીકારીએ છીએ જે જિજ્ઞાસા, સહાનુભૂતિ અને સ્વતંત્ર વિચારસરણીને પ્રોત્સાહન આપે છે,” એમ ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સુકાંત દાસે જણાવ્યું હતું.
“ઓક્સફર્ડ બીગ રિડ ચેલેન્જ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાની ઉજવણી કરે છે અને વધુ જાણકાર, વિચારશીલ પેઢીને પોષે છે. ભારતની સૌથી મોટી વાંચન સ્પર્ધાઓમાંની એક તરીકે, તે યુવા શીખનારાઓને પુસ્તકોની શોધ કરવા, વિચારો વ્યક્ત કરવા અને તેમની મૌલિકતા માટે વૈશ્વિક સ્તરે ઓળખ મેળવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. સાતમી આવૃત્તિ સાથે, અમને ભારતમાં સ્પર્ધાનું આયોજન કરવાનો ગર્વ છે, જે તકોને વિસ્તૃત કરે છે અને આવતીકાલના વાચકો અને વિચારકોને આકાર આપે છે” એમ સુકાંતાએ ઉમેર્યું હતું.
વાચન પ્રત્યેનો પ્રેમ વધારવા અને શાળાના બાળમાં સાક્ષરતાના પ્રમાણમાં વધારો કરવાના પોતાના આગળ ધપી રહેલા પ્રયત્નોમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ (OUP)એ પોતાના વાર્ષિક ઓક્સફર્ડ બીગ રિડ ગ્લોબલ ચેલેન્જને લોન્ચ કરી હોવાની ઘોષણા કરી છે. હવે તેની સાતમી આવૃત્તિમાં આ વાંચન સ્પર્ધામાં દેશભરની શાળાઓને તેમના પ્રાયમરી, મિડલ અને સેકંડરી વિદ્યાર્થીઓને તેમના વાંચન કુશળતામાં વધારો કરવા માટે આ વૈશ્વિક સ્પર્ધામાં સામેલ થવા માટે આમંત્રણ પાઠવવામાં આવે છે.
ઓક્સફર્ડ બીગ રિડ ગ્લોબલ ચેલેન્જ 2025નો હેતુ ફક્ત વાંચન ફ્લ્યુઅન્સી (પ્રવાહિતા) જ નહી પરંતુ સર્જનાત્મક અભિવ્યક્તિ, વિશ્લેષણાત્મક વિચારસરણી અને ગ્રંથોની ઊંડી સમજણ અને અર્થઘટનને પ્રોત્સાહન આપીને શીખવાની ખામીઓને દૂર કરવાનો છે.
