Truth of Bharat
ગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદમાં હવે વાળ અને સ્કિનની સંભાળ બની વધુ સરળ, મેમનગર ખાતે એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિકની શરૂઆત

ગુજરાત, અમદાવાદ ૨૪ જૂન ૨૦૨૫: આજકાલ વાળ ત્વચા સંબંધિત સમસ્યાઓ સામાન્ય બની છે તો યુવાઓથી માંડીને સૌ કોઈ આ માટે જાગૃત પણ બન્યા છે. ત્યારે અમદાવાદમાં હવે વાળ અને સ્કિનનીસાંભળ લેવું વધુ સરળ બન્યું છે. કારણ કે દેશની નામાંકિત હેર એન્ડ સ્કિનક્લિનિકનીસેવાઓ હવે અમદાવાદમાં ઉપલબ્ધ થઈ છે. ચેન્નઈની એડવાન્સગ્રો હેર એન્ડ ગ્લોસ્કિનક્લિનિકની શાખાની અમદાવાદના મેમનગર વિસ્તારમાં શરૂઆત થઈ છે. આજરોજ યોજાયેલ ગ્રાન્ડ ઓપનિંગ સેરેમનીમાં આમંત્રિત મહેમાનોગ્રો હેર એન્ડ ગ્લોસ્કિનના ફાઉન્ડરસરનવેલજી, ફાઉન્ડર મેમ્બર રાજેશ ચંદનજી અને માસ્ટર ફ્રેન્ચાઇઝી ગુજરાતના સીએ ધ્રુવ મરડિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

સુરતના નામાંકિત ચેસ્ટ ફિઝિશિયન અને એલર્જી સ્પેશિયલિસ્ટ ડૉ. સમીર ગામી અને અમદાવાદના પ્રખ્યાત ડૉ. ભાર્ગવ ભાલોડિયાએ અમદાવાદની ફ્રેન્ચાઇસ લીધી. ઉદઘાટન સમારોહમાં ડૉ. સમીર ગામીએ જણાવ્યું હતું કે આજે સ્કિન કેર અને હેર કેર માટે લોકો જાગૃત થયા છે. વાળ અને સ્કિનની સંભાળ લેવા માટે તે સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે લોકો હેર એન્ડ સ્કિન કેર ક્લિનિક તરફ વળી રહ્યા છે ત્યારે દક્ષિણ ભારતની અને વર્ષ 2004માં સ્થપાયેલીએડવાન્સગ્રો હેર એન્ડ ગ્લોસ્કિનક્લિનિકની સેવા હવે અમદાવાદમાં પણ ઉપલબ્ધ થઈ રહી છે. દેશભરમાં 100 થી વધુ સેન્ટર ધરાવતી એડવાન્સગ્રો હેર એન્ડ ગ્લોસ્કિનક્લિનિકની ગુજરાતમાં સૌ પ્રથમ વાર સુરતના વેસુ અને અડાજણ પાલ ખાતે શરૂઆત કરવામાં આવી હતી અને હવે વધુ એક શાખા અમદાવાદ ખાતે શરૂ કરવામાં આવી છે.  આજના ઉદ્ઘાટન સમારોહમાં એડવાન્સગ્રો હેર એન્ડ ગ્લોસ્કિન ના ફાઉન્ડરસરનવેલજી અને ફાઉન્ડર મેમ્બર રાજેશ ચંદનજી એ ક્લિનિકનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે માસ્ટર franchise ગુજરાતના સીએ ધ્રુવ મરડિયા સહિત એક હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

વધુમાં ડૉ. સમીર ગામીએ જણાવ્યું હતું કે સુરત બાદ હવે અમદાવાદ ખાતે ક્લિનિક શરૂ થયું છે અને કંપનીની યોજના આગામી સમયમાં ગુજરાતના તમામ મોટા શહેરો થી માંડીને તાલુકા કક્ષાએ પણ ક્લિનિક સેન્ટર શરૂ કરવાની છે. એડવાન્સગ્રો હેર એન્ડ ગ્લોસ્કિન ક્લિનિક ખાતે ઉપલબ્ધ સેવાઓ અંગે જણાવ્યું હતું કે અહીં સ્કિનનીટોન, પિગમેન્ટેશન, સહિત સ્કિન સંબંધિત વિવિધ સમસ્યાઓની સારવાર થશે, સાથે હેર લોસનું પ્રમાણ આજે વધી રહ્યું છે ત્યારે અહીં હેર લોસ અટકાવવા માટેની સારવાર, હેર ટ્રાન્સપ્લાન્ટ જેવી સારવાર પણ ઉપલબ્ધ હશે.

Related posts

ઓપ્પો ઇન્ડિયાએ એફ31 5જી સિરીઝ લોન્ચ કરી : ડ્યુરેબિલીટી સાથે સ્મૂથ અને પાવરફુલ પર્ફોર્મન્સ માટેનો શ્રેષ્ઠ સ્માર્ટફોન

truthofbharat

જિયો અને બી62 સ્ટુડિયોઝે રણવીર સિંહની મેગા એક્શન થ્રિલર ‘ધુરંધર’નું ટ્રેલર લોન્ચ કર્યું

truthofbharat

ગેલેક્સી બુક 6 સ્લીક નવા સ્વરૂપમાં એઆઈ- પાવર્ડ પ્રોડક્ટિવિટી અને એડવાન્સ્ડ પરફોર્મન્સ લાવી

truthofbharat