Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને એકાવન લાખની સહાય

ગુજરાત, અમદાવાદ ૧૯ જૂન ૨૦૨૫: તારીખ ૧૨/૬/૨૫ નો દીવસ ભારતીય વિમાની સેવા માટે અત્યંત ગોઝારો સાબિત થયો. વિશ્વની વિમાની દુઘર્ટનાની તવારીખમાં આ દીવસ કયારેય નહીં ભૂલાય. અમદાવાદ થી લંડન જવા ટેકઓફ થયેલી ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૨૭૦ લોકોનાં કરુણ મોત નિપજયા છે. ઘટના સમગ્ર વિશ્વ માટે આઘાતજનક છે.

પૂજ્ય મોરારીબાપુ આ કરુણ બનાવથી વ્યથિત થયા હતા. તારીખ ૧૩/૬/૨૫ નાં રોજ તલગાજરડા ખાતે અત્યંત સાદગીપૂર્ણ રીતે એક ભંડારાનું આયોજન કરાયું હતું અને તે ભંડારો પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને સમર્પિત કર્યો હતો. એ ઉપરાંત પૂજ્ય બાપુએ આ દુઃખદ કરુણાતિકામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી અને તેમના પરિવારજનોને રુપિયા ૫૧,૦૦,૦૦૦ (એકાવન લાખની) સહાય પરેષિત કરી છે. આ રાશિ એર ઈન્ડિયાના સતાવાળાઓ પાસેથી વિગતો મેળવી શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા પહોંચતી કરવામાં આવશે. વિતિય સેવા લંડન સ્થિત રામકથાના શ્રોતા શ્રી રમેશભાઈ સચદેવની છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. 

Related posts

સેમસંગ ભારતમાં ગેલેક્સી સ્માર્ટફોન્સ પર વિશેષ કિંમતો સાથે તહેવારની ખુશી લાવી

truthofbharat

એચએસબીસી મ્યુચ્યુઅલ ફંડે એચએસબીસી ફાઇનાન્સિયલ સર્વિસીસ ફંડ શરૂ કર્યું

truthofbharat

વ્યાસપીઠનું મૂલ્યાંકન ક્યારેય થઈ શકતું નથી

truthofbharat