Truth of Bharat
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

અખંડા 2: તાંડવમ બાલકૃષ્ણ અને બોયાપાટી શ્રીનુ ફરી એકવાર ધમાલ મચાવવા તૈયાર!

ગુજરાત, અમદાવાદ ૧૧ જૂન ૨૦૨૫: નંદમુરી બાલકૃષ્ણ અને ડિરેક્ટર બોયાપાટી શ્રીનુ ચોથી વાર સાથે આવી રહ્યા છે તેમની નવી ફિલ્મ ‘અખંડા 2: તાંડવમ’ સાથે આ ફિલ્મ 25 સપ્ટેમ્બર, દશેરા પર રિલીઝ થશે. ‘અખંડા’ ફિલ્મનો આ બીજો ભાગ છે અને વધુ એક્શન, ભાવના અને આધ્યાત્મિક અનુભવ સાથે આવી રહી છે.

ફિલ્મનું ટીઝર બાલકૃષ્ણના જન્મદિને રિલીઝ થયું છે અને તેઓનો લુક ખૂબ જ શાનદાર છે — એકદમ શક્તિશાળી અને દિવ્ય દેખાય છે. ટ્રેલરમાં તે त्रિશૂળ સાથે જોવા મળે છે, અને તેમના આ રીતે દેખાવાથી દર્શકોમાં ઉત્સાહ વધી ગયો છે.

ફિલ્મમાં ખુબજ ભવ્ય દ્રશ્યો છે — જેમ કે બરફથી ઢંકાયેલો કૈલાસ પર્વત અને ત્રિશૂલ સાથેની શોભાવતી દ્રશ્યો. બાલકૃષ્ણના ઍક્શન સીન અને તેમના ડાયલોગ તો દર્શકોને ખુબ જ ગમશે. એક્શન કોરિયોગ્રાફર રામ-લક્ષ્મણ અને મ્યુઝિક ડિરેક્ટર થમનએ પણ ખુબ સરસ કામ કર્યું છે.

હવે ફિલ્મનું શૂટિંગ જ્યોર્જિયામાં ચાલી રહ્યું છે, જ્યાં મોટા પાયે દ્રશ્યો શૂટ થઈ રહ્યા છે.

આદિ પિનિશેટ્ટી વિલનની ભૂમિકા કરે છે અને સંયુક્તા મેનન હીરોઈન છે. ફિલ્મને ભવ્ય રીતે બનાવવામાં આવી છે અને નિર્માતાઓ કહે છે કે આ ફિલ્મ દશેરા પર સિનેમાઘરોમાં તોફાન મચાવશે!

Related posts

અમદાવાદની જુઈ દેસાઈએ મોડેલિંગ અને બ્યુટી ક્વીન ક્ષેત્રે મેળવી અદ્ભુત સિદ્ધિઓ

truthofbharat

ભારતનો સૌથી ઝડપી વેચાણ અહીં: ઇન્સ્ટામાર્ટનું ક્વિક ઇન્ડિયા મૂવમેન્ટ 2025 હવે 50,000 થી વધુ ઉત્પાદનો પર 50-90%* ડિસ્કાઉન્ટ સાથે લાઇવ થયું

truthofbharat

મગજની શક્તિ અને યાદશક્તિમાં વધારો કરતી સરળ આદતો

truthofbharat