Truth of Bharat
ગુજરાતઢોલીવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

પરિવાર સાથે માણવાલાયક ‘જલસો’

આખા પરિવારને જલસો કરાવી દેતી ગુજરાતી ફિલ્મ 13મી જુને થશે રિલીઝ

ગુજરાત, અમદાવાદ ૪ જૂન ૨૦૨૫: 1૩મી જુને ઔર એક અદભૂત ગુજરાતી ફિલ્મ ‘જલસો’ રિલીઝ થઈ રહી છે. લોટસઈન્ટરનેશનલફિલ્મ્સનાબેનર હેઠળ બનેલી આ ફિલ્મ, જાણીતા ફિલ્મ ક્રિટીક કોમલ નાહટાએ પ્રસ્તુત કરી છે. ફિલ્મમાં જાણીતા કલાકારોનોજમાવડો છે. ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મ ઉદ્યોગના જાણીતા કલાકારોઅરુણાઈરાની, ધર્મેશ વ્યાસ, ભાવિનભાનુશાલી, પૂજા જોશી, હેમંત પંડ્યા, હિતેનતેજવાણી, ગૌરી પ્રધાન તેજવાણી, હેમાંગદવે, ઉત્સવ નાયક, નક્ષ રાજ, છાયા વોરા, સોનાલી દેસાઈ, મોરલી પટેલ, પદ્મેશ પંડિત, કુરુશદેબૂ, ઈશિકાશિરસાટ, પ્રીતિ ગોસ્વામી, હંસી પરમાર, જય પટેલ, નિરવ પટેલ અને ઓજસ રાવલ (વિશેષ ભૂમિકામાં) અભિનીત ફિલ્મ ‘જલસો’ ગુજરાતના અલગ અલગલોકેશન પર બની છે. ફિલ્મમાં પાર્ટીનું એક ગીત છે જે અમદાવાદના રિવરફ્રન્ટનાક્રૂઝ પર શૂટ થયું છે. આ ગીત અત્યંત વાયરલથવાની શક્યતા છે. ફિલ્મના સ્ક્રીનપ્લે તથા સંવાદ કલ્પ ત્રિવેદીની કલમે લખાયા છે. જાણીતા કોરીયોગ્રાફર રાધિકા મારફતિયાએ ગીતોને ઔર મજેદાર બનાવ્યા છે.

ફિલ્મના ગીતો મિલિંદ ગઢવી અને યશ ઈશ્વરીએ લખ્યા છે. રાજેશ શર્માએ સંગીત આપ્યું છે. કૅમેરા ડિરેક્શન યૂજીન ડીસોઝા દ્વારા કરાયું છે. જ્યારે એડિટિંગ પાર્થ ભટ્ટ અને કોમલ વર્માએસંભાળ્યું છે. આ ઉપરાંત, ડ્રોન કેમેરાના ઉપયોગથી અતુલ પરાશરે ફિલ્મના સીન લા-જવાબ બનાવ્યા છે.

દિગ્દર્શક રાજીવ એસ. રૂઇઆ અને નિર્માતા સાહેબ રાજ નાહટાની આ ગુજરાતી પરિવારિક ફિલ્મ ‘જલસો’ મે મહિનાની 13મી તારીખે સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રિલીઝ થવા જઈ રહી છે. નિર્માતા સાહેબ રાજ નાહટાએ જણાવ્યું હતું કે, આ મલ્ટીસ્ટારર ફિલ્મ ગુજરાતી દર્શકોનેસાચ્ચે ‘જલસો’ કરાવશે.

અને હા, દર્શકો માટે મજાની અને રસપ્રદ વાત એ છે કે, ટાઇટલસૉન્ગમાં ગુજરાતના જાણીતા કલાકાર મલ્હાર ઠાકર જોવા મળશે! તેમનો કૅમિયો છે.

Related posts

કન્ફર્મટીકેટ એ અનકન્ફર્મ ટ્રેન ટિકિટ પર ૩ ગણા રિફંડની સાથે ‘ટ્રાવેલ ગેરંટી’ રજૂ કરી, જેનાથી છેલ્લી ઘડીની યાત્રા સરળ થઈ

truthofbharat

શ્રી જલારામ અભ્યુદય સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા થેલેસેમિયાના દર્દીઓ માટે ડ્રોઈંગ કોમ્પિટિશનનું સફળ આયોજન

truthofbharat

અમદાવાદમાં ઇશારાના ૧૫ દિવસિય અનડિવાઇડેડ પંજાબ મેનુમાં ખોવાયેલા સ્વાદનો આનંદ માણો

truthofbharat