Truth of Bharat
ગુજરાતરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

પી.એસ.એમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે તબીબોની ટીમે અમદાવાદથી રેફર થયેલ દર્દીને એક્યુટ રેસ્પીરેટરી ફેઈલ્યર રોગની૪૦ દિવસની સઘન સારવાર આપીને જીવનદાન બક્ષ્યુ

ગુજરાત, અમદાવાદ ૨૭ મે ૨૦૨૫: પ્રમોદસિંહ ઉં વર્ષ-૫૪ નામના દર્દીને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલ ખાતે સાત દિવસ સારવાર આપ્યા પછી સાજા થવાની આશા છોડી દીધેલ અને આ બાબતની દર્દીના કુટુંબને જાણ કરી દીધેલ. ત્યારબાદ આ દર્દીને પી.એસ.એમ. હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ.

મેડીસીન વિભાગના હેડ. ડૉ. તોષનીવાલ ના માર્ગદર્શન હેઠળ ડૉ. દિશા પટેલ, ડૉ. ચિંતન જાદવ, ડૉ. જપન પટેલની ટીમે સઘન સારવાર સતત ૪૦ દિવસ સુધી આપેલ. દર્દીને સેપ્ટિક શોક તથા એક્યુટ રેસ્પીરેટરીફેઈલ્યર માટે ટ્રેકિયોસ્ટોમી, વૅન્ટિલેટર વગેરે જેવી સઘન સારવાર આપવામાં આવેલ. જે પછી દર્દીની હાલતમાં સતત સુધારો જોવા મળેલ. અંતે દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ મોતના મુખમાંથી બહાર આવેલ છે. હવે તેઓ સ્વતંત્ર રીતે બોલી શકે છે! આ તેમના પરિવાર માટે એક સુખદ પળ છે,આ સારવાર આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ (પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના) હેઠળ વિનામૂલ્યે કરવામાં આવી. જે સ્વામિનારાયણ મેડિકલ કોલેજના ડીન ડૉ.અશ્વિન સંઘવીની યાદીમાં જણાવવામાં આવેલ.

Related posts

કંતારા: પ્રકરણ 1ની બોક્સ ઓફિસ પર છપ્પડ ફાડ કમાણી ચાલુ

truthofbharat

ટાટા મોટર્સે નાણાકીય વર્ષ 2025 માં સૌથી વધુ પેટન્ટ ફાઇલિંગ સાથે નવો રેકોર્ડ બનાવ્યો

truthofbharat

ડેટોલ ફ્રેશ ભારતીયોને 12-કલાકની તાજગી~*ની સાથે હંમેશા તૈયાર રહેવા માટે પ્રોત્સાહિત કરે છે

truthofbharat