ગુજરાત, અમદાવાદ ૨૪ મે ૨૦૨૫: બોલિવૂડ ફિલ્મ કેસરી વીરનું અમદાવાદમાં સ્ક્રીનિંગ યોજાઈ ગયું. જે સ્ક્રીનિંગ માટે ફિલ્મના મુખ્ય કલાકારો સુનીલ શેટ્ટી, સૂરજ પંચોલી, ભવ્ય ગાંધી અને આકાંક્ષા શર્મા અમદાવાદના મહેમાન બન્યા હતા. કેસરી વીર ગુજરાતનાં એવા સાહસી હમીરજી ગોહિલની વાત છે જેમને સમય જતા લોકો ભૂલી ગયા છે. ફિલ્મમાં હમીરજી ગોહિલનું પાત્ર સૂરજ પંચોલીએ ભજવ્યું છે જ્યારે સુનીલ શેટ્ટી વેગડાજીનું ભૂમિકામાં જોવા મળે છે. ફિલ્મમાં વિવેક ઓબેરોય વિલન જાફર ખાનના પાત્રમાં જોવા મળશે.
આ ફિલ્મ હવે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. ત્યારે આ ફિલ્મના મેકર્સ દ્વારા NY સિનેમા ખાતે યોજેલ સ્ક્રીનિંગમાં રાજપૂત સમાજના અગ્રણીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. જે સન્માન કાર્યક્રમમાં રાજપૂત સમાજના આગેવાનોને પાઘડી પહેરાવીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. કેસરી વીર ફિલ્મ સ્ક્રિનિંગમાં ઉપસ્થિત તમામ કલાકારોએ રાજપૂત સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી અને ફિલ્મમાં હમીરજીના પાત્ર વિશે વિગતે ચર્ચા કરી હતી.