Truth of Bharat
અપરાધઆંતરરાષ્ટ્રીયઆરોગ્યગુજરાતજીવનશૈલીટેકનોલોજીફેશનબિઝનેસમનોરંજનરમતગમતરાજકારણરાષ્ટ્રીય

કોલકાતા રેપ-મર્ડર, CBI ચાર્જશીટમાં 11 પુરાવા: આરોપી સંજયના શરીર પર તેનાં નિશાન, DNA-વાળની પુષ્ટિ થઈ; ટ્રેઇની ડોક્ટર્સનો વિરોધ

કોલકાતા1 દિવસ પેહલા

કૉપી લિંકઆરોપી સંજય સિવિક વોલન્ટિયર હતો. પોલીસે 10 ઓગસ્ટે તેની ધરપકડ કરી હતી. તસવીર એ જ દિવસની છે. - Divya Bhaskar

આરોપી સંજય સિવિક વોલન્ટિયર હતો. પોલીસે 10 ઓગસ્ટે તેની ધરપકડ કરી હતી. તસવીર એ જ દિવસની છે.

CBIએ કોલકાતાના ટ્રેઇની ડોક્ટર બળાત્કાર અને હત્યા કેસમાં આરોપી સંજય રોય વિરુદ્ધ 11 પુરાવા એકત્ર કર્યા છે. ચાર્જશીટમાં આ તમામ પુરાવાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સંજય રોયને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે.

સમાચાર એજન્સી PTIએ ચાર્જશીટની નકલને ટાંકીને અહેવાલમાં જણાવ્યું છે કે પીડિતાએ ઘટના દરમિયાન સંજયનો વિરોધ કર્યો હતો. આ ચાર્જશીટમાં પીડિતાને V તરીકે સંબોધવામાં આવી છે. CBIએ જણાવ્યું કે પીડિતાના શરીર પર સંજયના DNA મળી આવ્યા હતા અને નાના વાળ પણ મળ્યા હતા.

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં 8 ઓગસ્ટની રાત્રે એક તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને તેની હત્યા કરવામાં આવી હતી. 9 ઓગસ્ટે પીડિતાની લાશ મેડિકલ કોલેજમાંથી મળી આવી હતી. પ્રાથમિક તપાસ બાદ સંજય રોયની પોલીસે 10 ઓગસ્ટે ધરપકડ કરી હતી.

આ ઘટનાના વિરોધમાં ટ્રેઇની ડોક્ટરો ભૂખહડતાળ પર છે, જેમાં ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિયેશન (FAIMA) પણ જોડાયું છે. આજે FAIMA દેશભરમાં ભૂખહડતાળ પર છે.

CBIની ચાર્જશીટના 3 મુદ્દા… 1. પીડિતાના શરીર પર સંજયના DNAની પુષ્ટિ થઈ ગઈ છે. નાના વાળ પણ મળ્યા છે. સંજયના જીન્સ પર પીડિતાનું લોહી પણ જોવા મળ્યું હતું. 2. ઘટના દરમિયાન પીડિતાએ સંજયનો વિરોધ કર્યો હતો, જેના કારણે સંજયને ઈજા થઈ હતી. સંજયના શરીર પર પીડિતાના સંઘર્ષનાં નિશાન મળ્યાં હતાં. 3. જે જગ્યાએ આ ઘટના બની હતી ત્યાંના સીસીટીવી ફૂટેજમાં સંજય રોયની હાજરી જોવા મળી છે. આ ઉપરાંત સંજયના કોલ ડિટેઇલ રિપોર્ટ અને મોબાઈલ લોકેશનથી પણ એ ઘટનાસ્થળે હાજર હોવાની પુષ્ટિ થઈ હતી.

આ તસવીર 9મી ઓગસ્ટની છે. જ્યારે ઘટના બાદ પોલીસ અને હોસ્પિટલનો સ્ટાફ ઘટનાસ્થળે હાજર થઈ ગયો હતો.

આ તસવીર 9મી ઓગસ્ટની છે. જ્યારે ઘટના બાદ પોલીસ અને હોસ્પિટલનો સ્ટાફ ઘટનાસ્થળે હાજર થઈ ગયો હતો.

CBIએ પ્રથમ ચાર્જશીટમાં કહ્યું હતું- કોઈ ગેંગરેપ નથી પ્રથમ ચાર્જશીટમાં CBIએ તાલીમાર્થી ડોક્ટર પર સામૂહિક બળાત્કારની શક્યતાને નકારી કાઢી હતી. CBIએ કહ્યું હતું કે સંજય રોયે એકલા હાથે ગુનો કર્યો હતો. લગભગ 100 સાક્ષીનાં નિવેદનો અને 12 પોલીગ્રાફ ટેસ્ટ કર્યા બાદ CBI આ નિષ્કર્ષ પર પહોંચી છે.

પોલીસે સીસીટીવી ફૂટેજ પરથી સંજયની ઓળખ કરી હતી. ફૂટેજમાં તે 9 ઓગસ્ટના રોજ સવારે 4 વાગ્યે સેમિનાર હોલમાં પ્રવેશતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે કાનમાં ઈયરફોન પહેર્યા હતા. લગભગ 40 મિનિટ પછી જ્યારે તે હોલમાંથી બહાર આવ્યો ત્યારે તેની પાસે ઈયરફોન નહોતા. પોલીસને ગુનાના સ્થળે બ્લૂટૂથ ઇયરફોન મળ્યો હતો, જે તેના ફોન સાથે જોડાયેલો હતો.

કસ્ટડીમાં મહિલા પર હુમલાની તપાસ CBI કરશે કોલકાતા બળાત્કાર-હત્યાના વિરોધ દરમિયાન અટકાયત કરાયેલી બે મહિલાએ કોલકાતા હાઈકોર્ટમાં અરજી કરી છે. તેણે કહ્યું હતું કે પ્રદર્શન દરમિયાન તેને 8થી 11 સપ્ટેમ્બર સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું.

જસ્ટિસ રાજશ્રી ભારદ્વાજે મંગળવારે આ કેસની તપાસ CBIને સોંપી હતી. જસ્ટિસ ભારદ્વાજે કહ્યું- કસ્ટોડિયલ ટોર્ચર ખૂબ જ ગંભીર બાબત છે. નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ થવી જોઈએ. પોલીસકર્મીઓ પર આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરાવવી યોગ્ય નથી.

FAIMA આજે દેશભરમાં ભૂખહડતાળ, 50 વરિષ્ઠ ડૉક્ટરોએ રાજીનામાં આપ્યાં

કોલકાતામાં 9 ઓક્ટોબરે એક રેલી દરમિયાન જુનિયર ડોક્ટરોએ તેમની માગણીઓ રજૂ કરી.

કોલકાતામાં 9 ઓક્ટોબરે એક રેલી દરમિયાન જુનિયર ડોક્ટરોએ તેમની માગણીઓ રજૂ કરી.

કોલકાતામાં જુનિયર ડોક્ટરો 5મી ઓક્ટોબરની સાંજથી આમરણાંત ઉપવાસ પર છે. તેઓ આરોગ્ય સચિવ એનએસ નિગમને હટાવવા સહિતની 9 માગણી પર અડગ છે. તેમના સમર્થનમાં ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિયેશન (FAIMA) આજે દેશભરમાં ભૂખહડતાળ પર છે. દિલ્હીના ડોક્ટરો પણ ભૂખહડતાળમાં જોડાયા છે.

8 ઓક્ટોબરના રોજ આરજી કર મેડિકલ કોલેજના 50 વરિષ્ઠ ડોક્ટરોએ આમરણાંત ઉપવાસ કરી રહેલા જુનિયર ડોક્ટરોના સમર્થનમાં રાજીનામાં આપ્યાં હતાં. એક વરિષ્ઠ સભ્યએ કહ્યું, ‘જુનિયર ડોક્ટરો એક કારણસર આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે. અમે તેમની સાથે મજબૂતીથી ઊભા છીએ અને આ સંદેશ આપવા માટે રાજીનામું આપ્યું છે.

ડોક્ટરોએ અગાઉ 5 માગણી રજૂ કરી, જેમાંથી સરકારે 3 પૂરી કરી… પછી ભૂખહડતાળ બળાત્કાર-હત્યાની ઘટનાના વિરોધમાં જુનિયર તબીબો 10 ઓગસ્ટથી 21 સપ્ટેમ્બર સુધી 42 દિવસની હડતાળ પર ઊતર્યા હતા. તબીબોએ અગાઉ સરકાર સમક્ષ 5 માગણી મૂકી હતી, જેમાંથી સરકારે 3 માગણી સ્વીકારી હતી. CM મમતાએ અન્ય બે માગણી અને શરતો પર વિચાર કરવાની ખાતરી આપી હતી.

આ પછી ડોક્ટરોએ હડતાળ ખતમ કરી નાખી. તેઓ હોસ્પિટલોમાં કામ પર પાછા ફર્યા હતા. 27 સપ્ટેમ્બરના રોજ સાગર દત્તા હોસ્પિટલમાં 3 ડોક્ટર અને 3 નર્સની મારપીટનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેના કારણે ડોક્ટરો ગુસ્સે થયા હતા અને 1 ઓક્ટોબરથી ફરી હડતાશ શરૂ કરી હતી.

4 ઓક્ટોબરે જુનિયર ડોક્ટરોએ હડતાળ પાછી ખેંચી

તેમણે કહ્યું કે અમે કામ પર પાછા ફરી રહ્યા છીએ, કારણ કે સરકારી હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં દર્દીઓને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે તેમણે રાજ્ય સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. આ પછી તેમણે ઉપવાસ શરૂ કર્યા.

પશ્ચિમ બંગાળમાં બળાત્કાર-હત્યા કેસ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો…

બંગાળમાં 10 વર્ષની બાળકીનો રેપ અને હત્યા:પરિવારે કહ્યું- શરીર પર ઘણી ઇજાઓ હતી, ટ્યૂશનથી પરત ફરતી વખતે ગુમ થઈ હતી; પોલીસ પર બેદરકારી દાખવવાના આરોપ

મમતા સરકારે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાંના જયનગરમાં 10 વર્ષની બાળકી પર બળાત્કાર-હત્યાના કેસની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. એક અધિકારીએ જણાવ્યું કે SITનું નેતૃત્વ બરુઈપુરના પોલીસ અધીક્ષક પલાશ ચંદ્ર ઢાલી કરશે. જયનગરના કૃપાખાલી વિસ્તારના કુલતલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 5 ઓક્ટોબરના રોજ બાળકીની લાશ મળી આવી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…

Related posts

રાહુલે કહ્યું- હરિયાણાનાં પરિણામો ખૂબ જ અણધાર્યાં: શિવસેનાએ કહ્યું- કોંગ્રેસ જાણે છે કે જીતને હારમાં કેવી રીતે ફેરવવી; TMCએ કહ્યું- હારનું કારણ અભિમાન છે

admin

મોદીએ કહ્યું- કોંગ્રેસ હિન્દુઓને જાતિઓમાં વિભાજિત કરે છે: જ્યારે મુસલમાનોની વાત આવે છે ત્યારે તેમના નેતાઓનાં મોઢાં બંધ થઈ જાય છે

admin

લખીમપુરમાં ભાજપના MLAની ધોલાઈ કરી: પોલીસની સામે ખેંચીને લાફાવાળી કરી, લોકોએ ફટકાર્યા; UP સપા સાંસદે કહ્યું- બીજેપીના ધારાસભ્ય સુરક્ષિત નથી તો જનતાનું શું થશે?

admin

Leave a Comment