Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રાજ્યના રક્તરંજિત શહેરોમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ ૧૭ એપ્રિલ ૨૦૨૫: ગઈકાલે રાજ્યના કેટલાય શહેરો રક્તરંજિત બન્યા હતા. રાજકોટ ગાંધીધામ જૂનાગઢ અને ગાંઘીનગર ખાતે અકસ્માતમાં ૯ લોકોના મોત નિપજયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં બેકાબૂ બનેલી સીટી બસે ચાર લોકોનાં પ્રાણ હરી લીધા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૬૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. ગાંધીનગર ખાતે મહિલાનું અકસ્માતમાં મોત થયું હતું. તેના પરિવારને ૧૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.

તે ઉપરાંત જૂનાગઢ જિલ્લાના ત્રણ આશાસ્પદ યુવાનોનું મોત થતાં તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે ૪૫,૦૦૦ ની સહાયતા અર્પણ કરવામાં આવી છે. ગાંધીધામ નજીકના ગામે બેકાબૂ બનેલી એસ ટીની બસ હેઠળ એક યુવતીનું મોત નિપજયું હતું તેના પરિવાર ને પણ ૧૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.

પૂજ્ય મોરારીબાપુએ આ તમામ ઘટનાઓમાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. ઉપરોક્ત ઘટનાઓમાં માર્યા ગયા છે તેની વિતજા સેવા કથાના શ્રોતા શ્રી નિલેશભાઈ જસાણી દ્વારા કરવામાં આવશે.

Related posts

નેસ્લે ઇન્ડિયા અનોખા અનુભવો દ્વારા મહાકુંભ 2025મા હૂંફ અને એકતા લાવી રહ્યું છે

truthofbharat

બાળકોના સ્કૂલબેગમાં રામાયણ અને ગીતા રાખોઃ પૂજ્ય મોરારી બાપૂ

truthofbharat

બોમ્બની ધમકી છતાં પ્લેન કલાકો સુધી ઊડતું રહ્યું: વિસ્તારા લંડન-દિલ્હી ફ્લાઇટના ટોઇલેટમાં મળ્યો ધમકીભર્યો ટિસ્યૂપેપર; પેસેન્જરે કહ્યું- આખો રસ્તો ડરતાં ડરતાં પસાર કર્યો

admin

Leave a Comment