Truth of Bharat
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અકસ્માતની વિવિધ ઘટનાઓમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ ૧૪ એપ્રિલ ૨૦૨૫: ગ્લોબલ વોર્મિંગ ને કારણે વૈશ્વિક પર્યાવરણની અસમતુલા સર્જાય છે. ઉનાળામાં બિહારના કેટલાય જીલ્લામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ થયો હતો. આ સાથે ઠેરઠેર વિજળી પડવાથી પ્રાપ્ત માહિતી અનુસાર ૧૩ લોકોનાં મોત નિપજયા છે. દરભંગા, મધુબની, સમસ્તીપુર અને બેગુસરાઈ જીલ્લાઓમાં ૧૩ લોકોનાં કરુણ મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને બિહાર મુખ્યમંત્રી રાહત ફંડ માં ૧,૦૦,૦૦૦ રુપિયાની રાશી અર્પણ કરી છે. જે ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા પહોંચાડવામાં આવશે.

જામનગરના ધ્રોલ નજીક સુમરા ગામે એક મહિલાએ તેના ૪ બાળકો સહિત આપધાત કરી લેતાં પરિવારનો માળો વિંખાઈ ગયો છે. આ મહિલાના ભાઈ ને રુપિયા ૫૧,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પોરબંદર શહેરમાં મકાનનો કાટમાળ ઉતારતી વખતે બે રબારી યુવકોનાં અકસ્માતમાં મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. વિવિધ ઘટનાઓ માં કુલ મળીને રુપિયા ૧,૮૧,૦૦૦ ની સહાયતા અર્પણ કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

OPPO ઇન્ડિયાએ 3.5x ટેલિફોટો કેમેરા, વાયરલેસ ચાર્જિંગ, ભારતમાં સૌપ્રથમ વખત Mediatek Dimensity 8450 જેવી ઘણી બધી ખાસિયતો સાથે Reno14 સીરીઝ લોન્ચ કરી

truthofbharat

JCI INDIA Zone 8 દ્વારા 300 સભ્યોની વિધાનસભા મુલાકાત – યુવા નેતૃત્વ માટે અનોખી પ્રેરણા

truthofbharat

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી S25 અલ્ટ્રા માટે આકર્ષક કિંમતો જાહેર

truthofbharat