Truth of Bharat
ઇલેક્ટ્રોનિકગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ દ્વારા ભારતમાં INR 42999થી શરૂ થતી ગેલેક્સી ટેબ S10FE સિરીઝ લોન્ચ કરાઈ

નવા ટેબ S10 FE ઉમેરા પર ઈન્ટેલિજન્ટ ફીચર્સ સાથે પ્રો જેવું મલ્ટીટાસ્કિંગ અને ક્રિયાત્મક અભિવ્યક્તિને વધુ ઉત્તમ બનાવશે 

ગુરુગ્રામ, ભારત 04 એપ્રિલ 2025: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ગેલેક્સી ટેબ S10 FE અને ગેલેક્સી ટેબ S10 FE+ના લોન્ચની ઘોષણા કરી છે, જે પ્રીમિયમ ટેબ્લેટ ડિઝાઈન પર ગેલેક્સી ઈકોસિસ્ટમમાં નવા એન્ટ્રી પોઈન્ટ્સ ઓફર કરે છે. ગેલેક્સી ટેબ S10 FEસિરીઝ પર આજ સુધીના સૌથી વિશાળ સ્ક્રીન અને તેનું ડિસ્પ્લે વિસ્તારવા સ્લિમર બેઝલ્સ સાથે ગેલેક્સી ટેબ S10 FE+ મનોરંજનથી અભ્યાસ સુધી અને રોજબરોજના ટાસ્ક્સ સુધી બધા માટે મોજીલો, રોમાંચક વ્યુઈંગ અનુભવ પ્રદાન કરે છે. સેમસંગના ઈન્ટેલિજન્ટ ફીચર્સ ઉપભોક્તાઓને આસાનીથી વધુ કરાવી લેવા સશક્ત બનાવે છે, જ્યારે સ્લિમ ડિઝાઈન ઉપભોક્તાઓને હાલતાચાલતા તેમની ક્રિયેટિવિટી અને પ્રોડ્ક્ટિવિટી હાંસલ કરવામાં મદદ કરે છે.

“સેમસંગમાં અમે દરેક માટે વિશ્વ કક્ષાનું ઈનોવેશન લાવવા માટે કટિબદ્ધ છે અને તે ધ્યેય માટે નવી ગેલેક્સી ટેબ S10FE સિરીઝનું લોન્ચ દાખલારૂપ છે. ગેલેક્સી AI ક્ષમતાઓ અમારાં FEટેબ્લેટ્સ પર પદાર્પણ કરી રહી હોવાથી અમે અત્યાધુનિક ટેકનોલોજીને અગાઉ કરતાં પણ વધુ પહોંચક્ષમ બનાવી છે. ગેલેક્સી S10 FE સિરીઝ ગેલેક્સી ઉપભોક્તાઓને તેમની ક્રિયેટિવિટી અને પ્રોડક્ટિવિટી મહત્તમ બનાવવા માટે સશક્ત બનાવશે અને અમને ભારતના ટેબ્લેટ સેગમેન્ટમાં અમારી બજાર આગેવાની દ્રઢ બનાવવામાં મદદરૂપ થશે,’’ એમ સેમસંગ ઈન્ડિયાના એમએક્સ બિઝનેસને વાઈસ પ્રેસિડેન્ટ આદિત્ય બબ્બરે જણાવ્યું હતું.

અદભુત ડિસ્પ્લે

ગેલેક્સી ટેબ S સિરીઝની હેરિટેજ ડિઝાઈન સાથે સ્લિમ બેઝલ્સને જોડતાં ગેલેક્સી ટેબ S10 FE+નું 13.1-ઈંચ ડિસ્પ્લે સ્ક્રીન પર રોમાંચક મનોરંજન પ્રદાન કરે છે, જે તેના પુરોગામી કરતાં લગભગ 12% મોટું છે. 90Hzરિફ્રેશ રેટ દ્વારા એનેબલ્ડ સ્મૂધ વિઝ્યુઅલ્સ અને હાઈ બ્રાઈટનેસ મોડ (HBM)માં વિઝિબિલિટીની નવી સપાટી 800 nitsસુધી જાય છે, જે ગેલેક્સી ટેબ S10 FEસિરીઝ પર વિડિયોઝ જોવા અને ગેમિંગ સમયે ઉત્તમ વ્યુઈંગ અનુભવની ખાતરી રાખે છે. વિઝન બૂસ્ટર્સનું આટોમેટિક એડજસ્ટમેન્ટ્સ સતત બદલાતા આઉટડોર વાતાવરણમાં પણ બ્રાઈટનેસ અને વિઝિબિલિટી વધારે છે, જ્યારે બ્લુ લાઈટનું ઉત્સર્જન આંખો પરનો તાણ ઓછામાં ઓછો કરવા, દરેક અજોડ વ્યુઈંગ જરૂરતોને પહોંચી વળવા માટે સુરક્ષિત રીતે ઘટાડે છે.

મજબૂત કામગીરી અને વર્સેટાઈલ ડિઝાઈન

ગેલેક્સી ટેબ S10 FE સિરીઝ અભ્યાસ કરતી વખતે પ્રોડક્ટિવિટી વધારે છે અને અવરોધ વિના ઝડપી, સ્મૂધ ગેમપ્લે પ્રદાન કરે છે. પરફોર્મન્સ અપગ્રેડ્સ ઘણાં બધાં એપ્સ વચ્ચે આસાનીથી સ્વિચ કરવા ગેલેક્સી ટેબ S10 FEસિરીઝ ઉપભોક્તાઓને અભિમુખ બનાવે છે, જેથી સુધારિત મલ્ટીટાસ્કિંગનો માર્ગ મોકળો બને છે. ક્લાસરૂમ હોય કે વર્કસ્પેસીસ, રોજબરોજના અવસરોને મઢી લેવા માટે નવો અપગ્રેડેડ 13MP રિયર કેમેરા સ્પષ્ટ અને વૈવિધ્યપૂર્ણ ફોટો ઉત્પન્ન કરે છે.

શક્તિશાળી કામથી આસાન પ્લે સુધી આ વર્સેટાઈલ અનુભવ ઉપભોક્તા જ્યાં પણ જાય તેમની જોડે જાય છે. તેના પુરોગામી કરતાં 4%થી વધુ હલકા નહીં એવા ગેલેક્સી ટેબ S10 FE ગમે ત્યાં લઈ જવા માટે પણ આસાન છે. ગેલેક્સી S10 ટેબ FE સિરીઝ ઘરે, કેમ્પસ પર અને કાર્યસ્થળે તથા સર્વત્ર તેની સ્લિમ ડિઝાઈન સાથે ઝંઝટમુક્ત સંગ્રહ અને મોબિલિટી ઓફર કરે છે. એલીમેન્ટ્સ સામે અડીખમ રહેવા સ્થિતિસ્થાપકતા અને ટકાઉપણા માટે ઘડવામાં આવેલી FE સિરીઝ IP68 રેટિંગ સાથે આવે છે.

આધુનિક ફીચર્સ

ગેલેક્સી ઈકોસિસ્ટમમાં પ્રીમિયમ અનુભવ પ્રદાન કરવાના સેમસંગના વારસા પર નિર્મિત ગેલેક્સી ટેબ S10 FE+ અને ગેલેક્સી ટેબ S10 FE સીધા જ આઉટ ઓફ ધ બોક્સ અત્યાધુનિક AIક્ષમતાઓ સાથે સુસજ્જ FE સિરીઝમાં પ્રથમ મોડેલ છે, જે ઉપભોક્તાની પ્રોડક્ટિવિટીમાં ઈંધણ પૂરે છે.

  • ગૂગલ સાથે ફેન- ફેવરીટ સર્કલ ટુ સર્ચ તમને એપ્સ વચ્ચે સ્વિચ કર્યા વિના તમારા ટેબ પર તમે જુઓ તે સર્ચ કરવાની અનુકૂળતા આપે છે. તમને જરૂરી માહિતી તુરંત મેળવો, સ્ક્રીન પરનું લખાણ ભાષાંતર કરો અથવા પગલાં વાર સમજણ સાથે હોમવર્ક કરવામાં મદદ મેળવો, જે બધું જ એક મોટા સ્ક્રીન પર કરી શકાય છે.
  • સેમસંગ નોટ્સમાં હસ્તલેખન અને લખાણની ઝડપી ગણતરી માટે સોલ્વ મેથ અને નોટ્સ આસાનીથી સારી બનાવવા હેન્ડરાઈટિંગ હેલ્પ જેવા ફીચર્સ છે, જે નોટ લેવાનું અગાઉ કરતાં આસાન બનાવે છે, જેથી ઉપભોક્તાઓ તે અવસર પર કેન્દ્રિત રહી શકે છે.
  • AI આસિસ્ટન્ટ્સ બુક કવર કીબોર્ડ પર ગેલેક્સી AIકીના એક ટેપ સાથે તુરંત લોન્ચ કરાય છે. ઉપરાંત AIઆસિસ્ટન્ટ્સ વધુ પર્સનલાઈઝ્ડ અનુભવ માટે ઉપભોક્તાઓની અગ્રતાને આધારે કસ્ટમાઈઝ્ડ કરી શકાય છે.
  • અપગ્રેડેડ ઓબ્જેક્ટ ઈરેઝર ઉપભોક્તાઓને ઝડપી અને આસાન એડિટ્સ માટે આપોઆપ સૂચનો સાથે ફોટોઝમાંથી અનિચ્છનીય ઓબ્જેક્ટ્સ આસાનીથી દૂર કરવામાં મદદ કરે છે.
  • નવું રજૂ કરવામાં આવેલું બેસ્ટ ફેસ ઉત્તમ હાવભાવ અને વિશિષ્ટતાઓ સિલેક્ટ અને કમ્બાઈન કરીને પરફેક્ટ ગ્રુપ ફોટોની ખાતરી રાખે છે.
  • ઓટો ટ્રિમ આસાનીથી હાઈલાઈટ રીલ્સનું સંકલન કરવા માટે ઘણા બધા વિડિયો થકી ખસેડીને મજેદાર અવસરોને જીવંત કરે છે.
  • ગેલેક્સી ટેબ S10 FE સિરીઝ લુમાફ્યુઝન, ગૂટનોટ્સ, ક્લિપ સ્ટુડિયો પેઈન્ટ અને વધુ તેમ જ નોટશેલ્ફ 3, સ્કેચબુક અને પિક્સઆર્ટ જેવા અન્ય સ્પોટલાઈટ એપ્સ સહિત પ્રી-લોડેડ એપ્સ અને ટૂલ્સ સાથે ક્રિયેટિવિટી માટે ઉત્તમ કેન્વાસનું કામ પણ કરે છે.

વધુ જ્ઞાનાકાર AI અનુભવ માટે FE સિરીઝ અન્ય સેમસંગ ગેલેક્સી ડિવાઈસીસ સાથે સહજ રીતે જોડાઈ જાય છે. ગેલેક્સી ટેબ S10 સિરીઝની જેમ ઉપભોક્તાઓ હોમ ઈનસાઈટ વિજેટ ડેશબોર્ડ અને 3Dમેપ વ્યુ ફીચર સાથે તેમના હોમ સ્ટેટસના વ્યાપક ઓવરવ્યુને પહોંચ મેળવી શકે છે. સ્માર્ટથિંગ્સ- એનેબલ્ડ ડિવાઈસીસની સમરાઈઝ્ડ સ્ટેટસ અપડેટ્સ ઉપભોક્તાઓને અંદર અને બહાર મનની શાંતિ આપે છે.

નોક્સ સિક્યુરિટી

કોઈ પણ ગેલેક્સી ડિવાઈસની જેમ ગેલેક્સી ટેબ S10 FE સિરીઝને મહત્ત્વપૂર્ણ માહિતીનું રક્ષણ કરવા અને એન્ડ-ટુ-એન્ડ હાર્ડવેર સાથે નિર્બળતાઓ સામે રક્ષણ કરવા, અસલ સમયમાં ખતરાની શોધ અને એકત્રિત રક્ષણ માટે સેમસંગનું ડિફેસ- ગ્રેડ, મલ્ટી- લેયર સિક્યુરિટી મંચ સેમસંગ નોક્સ દ્વારા મજબૂત બનાવવામાં આવી છે.

કિંમત અને ઓફરો

પ્રોડક્ટ પ્રકાર કિંમત બંડલ ઓફર્સ અન્ય ઓફર્સ
 

 

 

 

 

 

 

 

ગેલેક્સી ટેબ S10FE

 

 

 

 

 

 

 

 

 

WiFi (8GB+128GB)

 

 

 

 

 

 

 

 

 

 

INR 42999

 

 

 

 

·         ગેલેક્સી ટેબ S10 FE: INR 15999 મૂલ્યનું કીબોર્ડ ફક્ત INR 7999માં

 

અથવા

 

·         INR 14999 મૂલ્યના ગેલેક્સી બડ્સ 3 ફક્ત INR 6999માં

 

 

 

 

 

 

 

 

·         ગેલેક્સી ટેબ S10FE +: INR 18999 મૂલ્યનું કીબોર્ડ કવર ફક્ત INR 10999માં

અથવા

 

·         INR 14999 મૂલ્યના ગેલેક્સી બડ્સ 3 ફક્ત INR 6999માં

 

 

 

 

 

 

·         ગેલેક્સી ટેબ S10FEની ખરીદી પર INR 4000નું કેશબેક

 

 

 

 

WiFi (12GB+256GB) INR 53999  
LTE (8GB+128GB) INR 50999  
LTE (12GB+256GB) INR 70999  
 

 

 

ગેલેક્સી ટેબ S10 FE +

WiFi (8GB+128GB) INR 64999  
WiFi (12GB+256GB) INR 75999 ·         ગેલેક્સી ટેબ S10 FE+ની ખરીદી પર INR 3000નું કેશબેક

 

·         ગેલેક્સી ટેબ S10FEઅથવા ગેલેક્સી ટેબ S10FE +ની ખરીદી પર INR 3000 સુધી અપગ્રેડ બોનસ

·         12 મહિના સુધી નો કોસ્ટ ઈએમઆઈ

 

LTE (8GB+128GB) INR 75999  
LTE (12GB+256GB) INR 86999  

 

Related posts

“મેં કલાકારોની કસોટી કરી ત્યારે મને જણાયું કે કાસ્ટમાં નિર્દોષતા અને ભૂખ સાથે તાજગી પણ છે…’’ ધ વેકિંગ ઓફ અ નેશનના કાસ્ટ વિશે રામ માધવાની

truthofbharat

ડીસામાં ફેક્ટરી દુર્ઘટનામાં, જમ્મુમાં તેમજ અન્યત્ર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

truthofbharat

સ્કાય ફોર્સ: વીર પહાડિયાને તેના ડેબ્યૂ અભિનય માટે વિવેચકો તરફથી ખૂબ પ્રશંસા મળી

truthofbharat

Leave a Comment