Truth of Bharat
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અમિત શાહ અને મોરારી બાપુએ ચિત્રકૂટમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કર્યું

ચિત્રકૂટ 27 ફેબ્રુઆરી 2025: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જાણીતા આધ્યાત્મિક ગુરુ અને કથાકાર મોરારી બાપુએ ગુરુવારના રોજ મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ અવસરે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ પણ ઉપસ્થિત રહ્યા.
આ સમારંભમાં અન્ય રાજકીય નેતાઓ, આધ્યાત્મિક વિભૂતિઓ અને અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા.
આ અવસરે મોરારી બાપુએ જણાવ્યું કે, “પંડિત દીનદયાળ ઉપાધ્યાયની ‘એકાત્મ માનવદર્શન’ની વિચારધારા સમગ્ર માનવજાત માટે દિશાસૂચક છે. તેમનું એકાત્મક માનવવાદ સમાંજસ્ય, આત્મનિર્ભરતા અને સમાજના અંતિમ વ્યક્તિના ઉન્નતિની ભાવના પર આધારિત છે. ભગવાન રામના આદર્શોનું સાક્ષાત્કાર કરાવનારા પવિત્ર ચિત્રકૂટમાં આ પ્રતિમા નિષ્કામ સેવા અને રાષ્ટ્રપ્રેમનું પ્રતીક બની રહેશે.”
ધર્મ અને સેવાભાવ સાથે જોડાયેલ પવિત્ર ભૂમિ ચિત્રકૂટમાં ઊભેલી આ પ્રતિમા પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે અને આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે પ્રેરણા આપશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના રાજકીય વિચારો અને રાષ્ટ્રનિર્માણમાં આપેલા યોગદાનના મહત્વ પર પ્રકાશ નાખ્યો.

Related posts

એમેઝોન પે અને ICICI બેંકે ભાગીદારીને રિન્યુ કરી, ભારતના સૌથી વધુ સ્વીકૃત કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડને વિસ્તાર્યું

truthofbharat

કોકા-કોલા ફૂડમાર્કસ 2.0નું એનઆરએઆઈ ફૂડ ડિલિવરી સમિટ 2025 ખાતે પદાર્પણ

truthofbharat

HCG આસ્થા કેન્સર સેન્ટર, અમદાવાદ દ્વારા કેન્સર ચેમ્પિયન્સને સન્માનિત કરવા અને સ્તન કેન્સર જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘ધ પિંક રન’નું આયોજન કરાયું

truthofbharat