Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બે પવિત્ર મનોરથો માટે ઘાટકોપરમાં રામકથાનો આરંભ થયો

પ્રયોગ જીવ કરે અને યોગ ઇશ્વર કરે.

ઘાટકોપર એ ઘટકોપર લાગે છે”

વંદેમાતરમની દોઢ સદી વખતે માતૃપંચકનીવંદના થશે.

દુનિયાના પ્રસિદ્ધ રાષ્ટ્ર ગાયનોમાંવંદેમાતરમ પ્રથમ પંક્તિઓમાંબિરાજે છે”

ચિત્રકૂટધામનાહનુમાનજીનીપ્રસાદીનાં તુલસીપત્ર રૂપે પાંચ લાખ રૂપિયાની રાશી બાપુએ અર્પણ કરી.

નિરાધાર,નિ:સંતાન,બિમાર,અશક્ત વૃદ્ધોને આજીવન નિ:શુલ્ક આશ્રય આપનાર અને વિશ્વનાં સૌથી મોટા વૃદ્ધાશ્રમમાં જેની ગણતરી થાય છે,જેને ૧૦૮ કરોડનું માતબર દાન મળવાનું છે એ વિનુભાઈબચુભાઈનાગ્રેચા ભવન-સદભાવના વૃદ્ધાશ્રમ’- રાજકોટની સહાયતા માટે,તેમજ આખા ભારતને સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ૧૫૧ કરોડ વૃક્ષો રોપીને દેખભાળ સાથે સંપૂર્ણ ભારતને ‘ગ્રીન ભારત’ બનાવવાના હેતુથી આજે ઘાટકોપર ખાતે મોરારિ બાપુ દ્વારા ૯૬૭મી રામકથાનો આરંભ આચાર્ય અત્રે મેદાન પંતનગરઘાટકોપર(પૂર્વ)-મુંબઈથી થયો.

આ કથાનાં નિમિત્ત માત્ર મનોરથીઘાટકોપર વિસ્તારના વિધાયક પરાગભાઈકિશોરભાઈ શાહ પરિવાર છે.તેઓ તથા કિરીટભાઇસોમૈયા,મનોજ કોટક,મિહિર કોટેચા,રમેશભાઇસચદેવ,મિતલખેતાણી વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય બાદ પરાગભાઇએ પોતાનો શબ્દભાવ રાખ્યો.

પારબતીભલ અવસર જાની;

ગઇ સંભુપહિંમાતુ ભવાની

-બાલકાંડ

આ બીજપંક્તિઓનું ગાન કરી કથાની ભૂમિકા અને કથાબીજ વિશે વાત કરતા બાપુએ આનંદ અને પ્રસન્નતા વ્યક્ત કરતા નમ્રમુનિમહારાજના આશીર્વાદથી પરાગભાઈપરિવારનાં મનોરથ તેમજ અહીં બે વસ્તુઓ ભેગી થઈ છે:વૃક્ષો અને વૃદ્ધોની સેવા માટે ખૂબ જ મોટો મનોરથ ૧૫૧ કરોડ વૃક્ષો માટે વિજયભાઈ,મિતલભાઈની ટીમ અને સાવરકુંડલા,રાજુલા તેમજ ટીંબીમાં જે રીતે નિ:શુલ્ક હોસ્પિટલ ચાલે છે એવી જૂનાગઢમાં બિલકુલ નિ:શુલ્ક હોસ્પિટલ માટેનો પરાગભાઈનો મનોરથ- આ બંને મનોરથ સાથે પરાગભાઈ વિશે બાપુએ કહ્યું કે તમે ધારાસભ્ય નહીં પણ મારાસભ્ય લાગો છો કારણ કે પરિવારના સંસ્કાર ખૂબ ઉંડા છે અને ઘાટકોપર એ ઘટકોપર લાગે છે.

અહીં બંકિમબાબુએ ૧૮૮૨માં આનંદમઠ નવલકથાની અંદર વંદેમાતરમ-જે સંસ્કૃત અને બંગાળી ભાષામાં લખાયું છે એ ખૂબ જ લાંબુ છે પણ તથાકથિત રાજનીતિએ એમાં ઘણી કાપકૂપી કરી. છેલ્લા બંધોમાં તો ભગવતી પરામ્બાનીવંદના મા દુર્ગાની સ્તુતિ છે.

દુનિયાના પ્રસિદ્ધ રાષ્ટ્ર ગાયનોમાંવંદેમાતરમ પ્રથમ પંક્તિઓમાંબિરાજે છે.

બાપુએ કહ્યું કે મારો સ્વભાવ નથી કે હું અપીલ કરું પણ વિનય કરતો હોઉં છું કે આવા સારા કાર્યો થતા હોય ત્યારે પરમાત્મા જે પ્રેરણા કરે એ રાશિ આપવી જોઈએ પણ એ કહેતા પહેલા તલગાજરડાચિત્રકૂટધામનાહનુમાનજીનીપ્રસાદીનાં તુલસીપત્ર રૂપે પાંચ લાખ રૂપિયાની રાશી બાપુએ અર્પણ કરવાની જાહેરાત કરી અને દરેક પોતાની રીતે  અર્પણ કરે એવો વિનય પણ કર્યો.

આપણે ત્યાં પાંચ માતાઓનુંમાતૃપંચક છે જે આપણી સંસ્કૃતિ સંસ્કાર અને સભ્યતામાં બિરાજેછે.અહીં જગદંબા પરામ્બા આખા વિશ્વની માતા છે જેનું વર્ણન કરવા માટે દેવી ભાગવતની રચના થઈ છે કોઈ સ્વીકાર કરે કે ન કરે પણ જગદંબા વિશ્વની માતા છે.બીજી માતા આપણી પૃથ્વી,ત્રીજી ભારત માતા,ચોથી આપણી જન્મભૂમિ અને પાંચમી આપણને જન્મ આપનારી જન્મદાત્રી આપણી માતા છે.

રામચરિતમાનસનો આરંભ જ માતૃવંદનાથી થયો છે પ્રયોગ જીવ કરે અને યોગ ઇશ્વર કરે. પ્રયોગ જીવ કરે અને યોગ શિવ કરે. ઈશ્વર નથી એવો ભરોસો નાસ્તિકોને છે અને ઈશ્વર છે એવો ભરોસો આસ્તિકોને છે પણ ભરોસો બંને જગ્યાએ છે!

એ પછી રામચરિતમાનસનું માહાત્મ્ય ગ્રંથ પરિચય જેમાં સાત કાંડ અને પ્રથમ કાંડના સાત મંત્રો તેમજ વિવિધ ચોપાઈઓની છણાવટ કરીને વંદના પ્રકરણનું ગાન કરવામાં આવ્યું.ગુરુવંદના બાદ હનુમંતવંદના પર આજની કથાનો વિરામ થયો.

==========

Related posts

લાઈફલાઇન હોસ્પિટલ દ્વારા અમદાવાદમાં “ઉત્કર્ષ” કાર્યક્રમનું આયોજન – તંદુરસ્ત ભવિષ્ય તરફ ખુશહાલ પગલાં

truthofbharat

ટાટા મોટર્સે ફોર-વ્હીલ ઇ-કાર્ગો સોલ્યુશન્સમાં તેનું નેતૃત્વ મજબૂત કર્યું

truthofbharat

સેમસંગનાં નવાં AI-પાવર્ડ પીસી, ગેલેક્સી બુક 5 સિરીઝ હવે ભારતમાં ઉપલબ્ધ

truthofbharat