Truth of Bharat
ગુજરાતજ્વેલર્સબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સુરતમાં પ્રીમિયમ ક્વોલિટી સિલ્વર જ્વેલરીનું અનોખું નામ – 92FIVE JEWELS : હર ઘર ખુશીઓ ફેલાવવાનું મિશન

સુરત, ગુજરાત | ૦૭ ઓક્ટોબર ૨૦૨૫: સુરતના જ્વેલરી ઉદ્યોગમાં 92FIVE JEWELS એક નવી ઓળખ બનાવી છે, જે પોતાના ગુણવત્તાયુક્ત, સ્ટાઇલિશ અને બજેટ-ફ્રેન્ડલી સિલ્વર જ્વેલરી માટે જાણીતી બની રહી છે. કંપનીની યાત્રા ખાસ અને પ્રેરણાદાયક રહી છે, જે દરેક ઉદ્યોગપ્રેમી માટે પ્રેરણા બની શકે છે.

આ કંપનીની શરૂઆત હતી POOJA DIAMOND નામથી, જે ગોલ્ડ અને લેબ-ગ્રોઇન ડાયમંડના એક્સપોર્ટ બિઝનેસ સાથે જોડાયેલી છે. દેશના અને વૈશ્વિક બજારમાં નામ કમાવ્યા પછી, તેઓએ ભારતીય ઘરેલુ બજાર તરફ નજર નાખી. મુખ્ય લક્ષ્ય હતું કે લોકો માટે સસ્તા અને સુંદર જ્વેલરી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવવી જે દરેક કોઈ સરળતાથી ખરીદી શકે.

ધ્રુવીશ સતાસિયાનું આ વિઝન ન માત્ર એક બિઝનેસ સેન્સ છે પણ જુની અને નવી પેઢીની પસંદ માટે સૌથી આકર્ષક પસંદ તરીકે પણ જોઈ ઉભરી આવ્યું છે. ઘરેણા એ માત્ર દેખાવ અને રોકાણ નહી પણ એક ઈમોશન્સ છે જે  થીમ અને કન્સેપ્ટ સાથે જોડાઈ આગવી ઓળખ ઉભી કરે છે. 

આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે ધ્રુવીશ સતાસિયાએ 92FIVE JEWELS ની સ્થાપના કરી. કંપનીએ સુરતમાં સૌપ્રથમ પોતાનું સિલ્વર જ્વેલરી મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું અને સીધા ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકો સુધી પહોંચાડવાનું નક્કી કર્યું. બજારમાં અનેક સ્પર્ધકો હોવા છતાં, 92FIVE JEWELS જ્વેલરીની ગુણવત્તા, વિશિષ્ટ ડિઝાઇન અને મજબૂત ગ્રાહક સંતુષ્ટિને ધ્યાનમાં લઈને કામ કરી રહી છે. અન્ય કંપનીઓ જે ઈમ્પોર્ટ કરેલી જ્વેલરી વેચે છે, 92FIVE JEWELS પોતાના ઘરમાં જ તૈયાર કરે છે, જેથી પ્રોડક્ટ્સની ક્વોલિટી અને પ્લેટિંગની ટકાઉપણું સુનિશ્ચિત થાય.

કંપનીનું મકસદ છે “હર ઘર ખુશીઓ ફેલાય”. દરેક સિલ્વર જ્વેલરીમાં 0.2 માઇક્રોન ગોલ્ડ પ્લેટિંગ કરવામાં આવે છે અને 6 મહિનાની વોરંટી આપવામાં આવે છે, જે ગ્રાહકોને વિશ્વસનીયતા અને વિશ્વાસ આપે છે. જ્વેલરીની ડિઝાઇન વિશિષ્ટ છે અને કંપનીની ખાસ CAD ડિઝાઇનર ટીમ દ્વારા તૈયાર થાય છે, જે ન માત્ર સ્ટાઇલિશ છે, પણ બજેટ-ફ્રેન્ડલી પણ છે.

92FIVE JEWELS ની સફર સરળ નહોતી. શરૂઆતમાં ઘણા પડકારો હતા – ગુણવત્તા, પ્રોડક્શન, અને ગ્રાહકના વિશ્વાસને હાંસલ કરવો – પરંતુ સતત મહેનત અને નવીનતમ તકનીકનો ઉપયોગ કરીને, કંપનીએ દરેક પડકારને પાર કરી લીધો. સુરત સાથે સાથે સમગ્ર ભારતમાં સિલ્વર જ્વેલરીની વધતી જતી માંગને ધ્યાનમાં રાખી આજે ધ્રુવીશ સતાસિયાએ ગ્રાહકોનો વિશ્વાસ અને સિલ્વર જ્વેલરીની સારી ગુણવત્તાના કારણે 92FIVE JEWELS આ લક્ષ્ય હાંસલ કરી રહી છે.

કંપનીના સ્થાપકોએ જણાવ્યું કે, “આ યાત્રા મુશ્કેલ હતી, પરંતુ દરેક પડકારને સફળતાપૂર્વક હલ કરતાં, આજે અમે દરેક ઘરમાં ખુશીઓ ફેલાવવમાં સત્તત પ્રયત્ન કરી રહ્યા છીએ. અમારી વિશેષતા એ છે કે દરેક ડિઝાઇનમાં પ્રેમ અને કળા નો સ્પર્શ છે, જે અમારા ગ્રાહકોને અનોખો અનુભવ આપે છે.”

92FIVE JEWELS માત્ર સિલ્વર જ્વેલરી વેચતી કંપની નથી, પરંતુ બજારમાં નવીનતા, ગુણવત્તા અને ગ્રાહકોના વિશ્વસનીયતાનું પ્રતિનિધિત્વ કરતી એક પ્રેરણાદાયક કંપની બની છે.જે દરેક ઘરમાં ખુશીઓ ફેલાવવા મજબૂત પ્રયત્ન કરી રહી છે.

Related posts

શ્રીનાથ પેપર પ્રોડક્ટ્સ લિમિટેડનો રૂ. 23.36 કરોડનો IPO 25 ફેબ્રુઆરી, 2025 ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે

truthofbharat

અખંડા 2: તાંડવમ બાલકૃષ્ણ અને બોયાપાટી શ્રીનુ ફરી એકવાર ધમાલ મચાવવા તૈયાર!

truthofbharat

ગુજરાતના જામનગરમાં આગામી 12 થી 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન વિશ્વ કક્ષાનો ‘અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ –2026’નું આયોજન

truthofbharat