Truth of Bharat
ગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદના 76% પ્રોફેશનલ્સ માને છે કે માનવીય સમજણનો કોઈ વિકલ્પ નથી, ભલે એઆઈ વધુ અદ્યતન બનતું જાય: લિંકડીન

  • શહેરના 73% પ્રોફેશનલ્સ માને છે કે, એઆઈ તેમના દૈનિક કાર્યજીવનને વધુ સરળ અને અસરકારક બનાવી શકે છે.
  • 76% પ્રોફેશનલ્સના મતે, એઆઈ લખાણ કે ડ્રાફ્ટિંગમાં મદદરૂપ છે, પરંતુ વાસ્તવિક નિર્ણયો માટે નહીં.
  • જ્યારે 61% પ્રોફેશનલ્સ કામ સંબંધિત નિર્ણયો લેતી વખતે એઆઈ કરતાં પોતાની જ સમજ પર વધુ વિશ્વાસ કરે છે.

અમદાવાદ | ૨૬ ઓગસ્ટ ૨૦૨૫: જ્યારે કાર્યસ્થળે એઆઈ ટૂલ્સ વધુ અદ્યતન અને વ્યાપક રીતે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે, ત્યારે ભારતીય પ્રોફેશનલ્સ એક બાબતમાં સ્પષ્ટ છે:મોટા નિર્ણયો લેવા માટે માનવીય વિચારશક્તિ અને અનુભવનો કોઈ વિકલ્પ નથી. લીંકડીન વિશ્વનું સૌથી મોટું પ્રોફેશનલ નેટવર્ક ધરાવે છે. તેનાદ્વારા કરવામાં આવેલ એક અભ્યાસ મુજબ, ભારતમાં 83% પ્રોફેશનલ્સ અને અમદાવાદના 76% પ્રોફેશનલ્સ માને છે કે, મહત્વના નિર્ણયો લેતી વખતે સુઝબુઝ ધરાવતા (intuition) અને વિશ્વસનીય લોકો પર આધાર રાખવો એઆઈ કરતા વધુ મહત્વનો છે. આ સમયે શહેરના 68% પ્રોફેશનલ્સ માને છે કે કાર્યસ્થળે નિર્ણય લેવાની ગતિ વધુ ઝડપથી વધી છે, જ્યારે 73% પ્રોફેશનલ્સનું માનવું છે કે તેમના આગામી કરિયર સ્ટેપ માટે એઆઈનું જ્ઞાન હોવુંઅનિવાર્ય છે.

અમદાવાદના 66% પ્રોફેશનલ્સ સ્વીકાર કરે છે – “એઆઈ શીખવું જાણે બીજી નોકરી જેવું લાગે છે, પરંતુ તે હોપફુલલાગે છે”61% પ્રોફેશનલ્સ કહે છે કે, તેઓ ઝડપથી એઆઈ સમજવાની અપેક્ષાથી તણાવ અનુભવે છે. 59% પ્રોફેશનલ્સસ્વીકાર કરે છે કે, તેઓ હજી સુધી એઆઈનો સંપૂર્ણ ઉપયોગ કરી શકતા નથી. 61% કંપનીઓ પોતાના કર્મચારીઓ પાસેથી એઆઈ ઉપયોગની અપેક્ષા રાખે છે.ભારતમાં 64% એક્ઝિક્યુટિવ્સપરફોર્મન્સ રિવ્યુ અથવા હાયરિંગમાં એઆઈ કુશળતાને મહત્વ આપવાનું વિચારી રહ્યા છે.પરિણામે, અમદાવાદના 66% પ્રોફેશનલ્સકહે છે કે, એઆઈમાં નવી કુશળતા શીખવી એ જાણે “બીજી નોકરી” જેવું લાગે છે. તેમ છતાં, 73% પ્રોફેશનલ્સ આશાવાદી છે કે, એઆઈ તેમના દૈનિક કાર્યજીવનમાં સકારાત્મક ફેરફાર લાવશે.

વધુ જોખમમાં માનવીય સમજણ એલ્ગોરિધમને હરાવે છે.

ભારતીય પ્રોફેશનલ્સ કે જેમાં અમદાવાદના લોકોનો પણ સમાવેશ થાય છે.જેઓરોજબરોજના કાર્યો ઝડપથી પૂર્ણ કરવા માટે એઆઈનો ઉપયોગ કરે છે, પરંતુ જ્યારે નિર્ણય લેવાનો આવે છે ત્યારે  એઆઈની મદદ નથી લેતા. લીંકડીનના અભ્યાસ મુજબ, અમદાવાદના 76% પ્રોફેશનલ્સમાને છે કે,એઆઈ સૌથી વધુલખાણ અને ડ્રાફ્ટિંગ માટે ઉપયોગી છે, પરંતુ વાસ્તવિક નિર્ણયો લેવા માટે નહીં.56% પ્રોફેશનલ્સ કહે છે કે જ્યારે નિર્ણયો વધુ જટિલ બને છે, ત્યારે સાથીઓ અને મેનેજરોની  મદદથી વધુ ઝડપથી અને આત્મવિશ્વાસથી નિર્ણય લઈ શકાય છે. ભારતભરના 83% એક્ઝિક્યુટિવ્સ પણ સહમત છે કે સારા બિઝનેસ નિર્ણયો માટે હજી પણ માનવીય સમજણ જ જરૂરી છે.આ માનવીય અભિગમની જરૂરિયાતને દર્શાવતાલીંકડીનપર આ વર્ષમાં કોમેન્ટ્સમાં 30%નો વધારો જોવા મળ્યો હતો.કારણ કે લોકો હજી પણ પોતાની સાથે કામ કરતા સાથીઓ પર વધુ આધાર રાખી રહ્યા છે.

લીંકડીનના કરિયર એક્સપર્ટ અને ઈન્ડિયા સિનિયર મેનેજિંગ એડિટર, નિરાજીતા બેનરજી કહે છેકે, ‘એઆઈ એક શ્રેષ્ઠ કો-પાઇલટ છે, પરંતુ તેના આધારેરહેવું જોઈએ નહીં. એ ઝડપથી ડ્રાફ્ટ કરી શકે છે, વિકલ્પો ગોઠવી શકે છે અને આગળ મૂકી શકે છે, પરંતુ યાદ રાખો કે કરિયરનીવૃદ્ધિનો આધાર તમારા નિર્ણયો અનેરીલેશનપર છે. મહત્વના સંજોગોમાં લોકો કોઈ ટૂલને નહીં, પરંતુ વિશ્વાસપાત્ર વ્યક્તિને ફોન કરે છે. એટલે અર્થપૂર્ણ રીલેશન બનાવો.એઆઈનો ઉપયોગ કરીને સમય બચાવો અને તે કામ કરો જે ફક્ત તમે કરી શકો. અને જ્યારે બધું એકલા શક્ય ન હોય, ત્યારે તમારા વિશ્વાસપાત્ર લોકોની મદદ લો.”

ભારતીય પ્રોફેશનલ્સભવિષ્યના પોતાના ગ્રોથમાટે એઆઈ શીખી રહ્યા છે.

વધતી અપેક્ષાઓ વચ્ચે, અમદાવાદના 80% પ્રોફેશનલ્સ કહે છે કે એઆઈ સાથે કામ કરવું મજેદાર છે અને તે દરરોજ નવી બાબતો શીખવાની તક આપે છે.73% પ્રોફેશનલ્સ પોતે જ ફ્રી રિસોર્સિસથી એઆઈ શીખી રહ્યા છે. 68% પ્રોફેશનલ્સ પોતાના ખિસ્સામાંથી પૈસા ચૂકવીને કોર્સીસ કરી રહ્યા છે. 80% પ્રોફેશનલ્સ સતત વધુ સારાં ટૂલ્સ અને કન્ટેન્ટ શોધી રહ્યા છે જેથી એઆઈ વિશે વધુ શીખી શકે.

લીંકડીનના કરિયર એક્સપર્ટ નીચે મુજબનીપોતાના નેટવર્કના ઉપયોગથી આત્મવિશ્વાસ કેવી રીતે વધારી શકાય તેની કેટલીક ટીપ્સ આપી :

  1. જે નથી આવડતું તે અંગે ખુલ્લીને વાત કરો

તમને બધા જવાબો આવડવા જરૂરી નથી. તમારા વિશ્વાસપાત્ર સાથીદારો અથવા મેન્ટર્સને ચોક્કસ પ્રશ્નો પૂછો – જેમ કે ‘તમે તમારા કામમાં એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરવામાં કેવી રીતે કમ્ફર્ટબલથયા?’અથવા ‘તમે કયા સોર્સનીમદદથી સૌથી વધુ શીખ્યા ?’ઈમાનદારીથી વાત કરવાથી તમને યોગ્યમાર્ગદર્શન અને વ્યવહારુ સલાહ મળી શકે છે.

  1. તમારા પરિચય-વર્તુળની બહારના નિષ્ણાત વ્યક્તિઓને પૂછો અને શીખો

લીંકડીનઅને અન્ય પ્લેટફોર્મ પર નવા ક્રિએટર્સ, ઇન્ડસ્ટ્રી લીડર્સ અને તમારી સાથે કામ કરતા કર્મચારીને ફોલો કરો જે એઆઈ અને કરિયર ગ્રોથ વિશે ટીપ્સ અને ઈન્સાઇટ્સ શેર કરે છે. અર્પિત ભાયાણી અને અંકુર વારીકુ જેવા ટોપ વોઇસીસને ફોલો કરો  અથવા સ્ટીવન બાર્ટલેટઅને ગાય રાઝ જેવા નિષ્ણાતો સાથેના ‘શો બાયલીંકડીન’ જુઓ. આ રીતે તમે એઆઈ અને લીડરશિપ જેવા મોટા વિષયો પર અપડેટ રહી શકશો અને તમનેશીખવાનો ભાર ઓછો લાગશે.

  1. તમે જાતે જ તમારી સ્કીલને ડેવલપ કરો

એઆઈ સ્કિલ્સ તમારી જાતે જ શીખવી પડશે, અને એ માટે તમારે તમારા ગ્રોથનીકમાન તમારા હાથમાં લેવી પડશે. લીંકડીન લર્નિંગપરના મફત કોર્સિસ, જેમ કે Building Career Agility and Resilience in the Age of AIઅથવા Landing a Job as a Skills-First Candidate, સાથે તમે ઘણું શીખીને આગળ વધી શકો છો..અને 30 સપ્ટેમ્બરે લીંકડીનનું પહેલીવાર યોજાતું લાઇવ ઇવેન્ટ‘AI in Work Day’ને એટેન્ડ કરવાનું ચુકતા નહીં, જેમાં પ્રેક્ટિકલ સલાહ, ટીપ્સ અને ટૂલ્સ શેર કરાશે જેથી તમે એઆઈને તમારા રોજિંદા કામમાં અસરકારક રીતે ઉપયોગ કરી શકશો.વધુ માહિતી અને રજીસ્ટર કરવા અહીં ક્લિક કરો.

Related posts

૧૦ વર્ષ બાદ ICMAI ઑફ WIRC ના ચેરમેન તરીકે ગુજરાતમાંથી CMA ની નિયુક્તિ

truthofbharat

સેમસંગ દ્વારા ભારતમાં મનોહર ફ્લોરલ ડિઝાઈન અને દીર્ઘ ટકાઉ કામગીરી સાથેનાં સિંગર ડોર રેફ્રિજરેટરની નવી રેન્જ રજૂ કરાઈ

truthofbharat

સેમસંગના ફેબ ગ્રેબ ફેસ્ટ સાથે ગરમીને ભગાવોઃ ગેજેટ્સ અને એપ્લાયન્સીસ પર મોટા ડિસ્કાઉન્ટ!

truthofbharat