Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

5,000થી વધુ GSRTC સર્વિસીસ હવે રેડબસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ

  • સૌથી મોટા RTC માંથી એકમાં 2.5 લાખથી વધુ દૈનિક સીટસ માટે સીમલેસ ડિજિટલ બુકિંગ ઉપલબ્ધ
  • રેડબસ નવા અને હાલના યુઝર્સ માટે તહેવારની સીઝનમાં ડિસ્કાઉન્ટ ઓફર કરે છે

બેંગ્લોર | ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૫: વિશ્વના સૌથી મોટા ઓનલાઈન બસ ટિકિટિંગ પ્લેટફોર્મ, રેડબસે જાહેરાત કરી છે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) માટે ઇન્ટરસિટી બસ બુકિંગ હવે તેમના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. રેડબસની અજોડ ડિજિટલ પહોંચ અને યુઝર્સ સુવિધાની સાથે તહેવારની સીઝનમાં ગુજરાત અને તેના પડોશી રાજ્યોના પ્રવાસીઓ માટે ઇન્ટરસિટી બસ બુકિંગનો અનુભવ બદલાઈ જશે.

GSRTC ના લાખો દૈનિક મુસાફરો રેડબસ એપ્સ અને વેબસાઇટ પર સરળતાથી તેમની સીટો બુક કરાવી શકે છે. GSRTC એ દેશની સૌથી મોટી અને સૌથી વિશ્વસનીય RTCમાંથી એક છે અને તેની 5,000થી વધુ સર્વિસીસની ઇન્વેન્ટરી હવે ભારતના સૌથી વિશ્વસનીય ઓનલાઈન બસ બુકિંગ પ્લેટફોર્મ રેડબસ પર ઉપલબ્ધ છે. આનાથી માત્ર ગુજરાત જ નહીં પરંતુ પડોશી રાજ્યો મહારાષ્ટ્ર, ગોવા, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ઇન્ટરસિટી પ્રવાસીઓને પણ ફાયદો થશે. નોંધનીય છે કે, પ્રવાસીઓ લોકપ્રિય ગુર્જરનગરી, ઇલેક્ટ્રિક અને વોલ્વો બસ સર્વિસીસ માટે પણ ટિકિટ બુક કરાવી શકે છે. પહેલી વાર રેડબસ બુક કરાવનારાઓ 250 રૂપિયા સુધીની બચત માટે GSRTC કોડનો ઉપયોગ કરી શકે છે, જ્યારે વર્તમાન યુઝર્સ ઑફરનો લાભ લેવા માટે GSRTC50 પર અરજી કરી શકે છે.

ભાગીદારીની મુખ્ય વિશેષતાઓ :

  • વિસ્તૃત ઇન્વેન્ટરી: રેડબસ પ્લેટફોર્મ પર 2.5 લાખથી વધુ સીટોની વિસ્તૃત ઇન્વેન્ટરી ઉપલબ્ધ છે. GSRTC ની ઇન્વેન્ટરીના સમાવેશ સાથે ગુજરાતમાં રેડબસ પર ઉપલબ્ધ સર્વિસીસની કુલ સંખ્યામાં 200% થી વધુનો વધારો થશે.
  • વિસ્તારીત રૂટ: મુસાફરો હવે લગભગ 31,000થી વધુ રૂટમાંથી પસંદગી કરી શકે છે, કારણ કે GSRTC ની 5000થી વધુ સર્વિસીસ ઘણા ડેસ્ટિનેશનને આવરી લે છે. આમાં સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા વચ્ચેના કેટલાક સૌથી વ્યસ્ત રૂટનો સમાવેશ થાય છે.
  • ઇલેક્ટ્રિક બસ બુકિંગ: મુસાફરો અમદાવાદ, વડોદરા, જામનગર, રાજકોટ અને ધ્રોલ જેવા લોકપ્રિય રૂટ પર ચાલતી GSRTC ઇલેક્ટ્રિક બસો માટે ટિકિટ બુક કરાવી શકે છે.

રેડબસના સીબીઓ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, “જીએસઆરટીસી દેશની સૌથી સન્માનીય આરટીસીમાંથી એક છે અને તે ગ્રાહકોનો ઊંડો વિશ્વાસ ધરાવે છે. અમને તહેવારની સીઝનમાં મુસાફરોને સમયસર જીએસઆરટીસી સર્વિસીસ પૂરી પાડવામાં ખુશી થઇ રહી છે, જેનાથી તેમને રેડબસ જેવી જ સુવિધા, સીમલેસ બુકિંગ અને વિશ્વસનીય ગ્રાહક સપોર્ટ મેળવવામાં મદદ મળશે. એકંદરે આ પગલું પુરવઠાના વિસ્તરણથી આગળ વધીને- તે ડિજિટલ ટિકિટિંગમાં વિશ્વાસને મજબૂત બનાવે છે, પ્રદેશમાં ગ્રાહક સંપાદનને વેગ આપે છે અને એકંદરે સમગ્ર મુસાફરીના અનુભવને વધુ શ્રેષ્ઠ બનાવે છે.”

GSRTCની સાથે મુસાફરીને પ્રોત્સાહન આપવા માટે, રેડબસે વિવિધ માધ્યમો પર માર્કેટિંગ ઝુંબેશને લક્ષ્ય બનાવ્યું છે. આ પહેલનો ઉદ્દેશ્ય જાગૃતિ લાવવાનો અને રેડબસ પ્લેટફોર્મ દ્વારા GSRTC ની સર્વિસીસના ઍક્સેસને સરળ બનાવવાનો છે.

Related posts

ટાટા મોટર્સે ડ્રાઇવરની સુવિધામાં વધારો કર્યો, તેની ટ્રક રેન્જમાં એર કન્ડિશન્ડ કેબિન અને કાઉલ્સ લોન્ચ કર્યા

truthofbharat

બ્રહ્મને પગ ન હોવા છતાં એ માર્ગી છે.

truthofbharat

ફ્લિપકાર્ટ પર ક્લાસિક બાઇક્સની સાથે પ્રથમ ઓનલાઇન આવનારી જાવા યેઝદી મોટરસાઇકલ હવે એમેઝોન પર 40 શહેરોમાં લાઇવ છે

truthofbharat