- બ્રેકફાસ્ટ માટે સૌથી વધુ ઇડલી (લગભગ 95 ઓર્ડર પ્રતિ દિન) બાદ સમોસા અને વેજ ઢોસાના ઓર્ડર મળ્યાં
- લેઇટ નાઇટ ઓર્ડરમાં રાત્રે 12થી 2 વાગ્યાની વચ્ચે પ્રતિ દિન લગભગ 138 ઓર્ડર સાથે વેજ પિઝા ટોચ પર
- બોલ્ટ ઉપર રસમલાઇ સૌથી વધુ ઓર્ડર કરાયેલું ડેઝર્ટ બન્યું, અન્ય મનપસંદ ડેઝર્ટમાં રસગુલ્લા, કાનપુરી લડ્ડુ અને કાજુ કતરીનો સમાવેશ
ગુજરાત, અમદાવાદ | ૦૬ જાન્યુઆરી ૨૦૨૬ — ઐતિહાસિક ધરોહરોની સાથે સાથે ભવ્ય પરંપરાઓનો ઇતિહાસ ધરાવતું અમદાવાદ મોર્ડન ટેસ્ટ સાથે આગળ વધી રહ્યું છે. ગત વર્ષ દરમિયાન અમદાવાદે સુગમતા અને વૈવિધ્યતા ધરાવતી ફૂડ પસંદગીઓ પ્રદર્શિત કરી છે. સુપરિચિત બ્રેકફાસ્ટ આઇટમ અને ઇવનિંગ સ્નેક્સથી લઈને મોડી રાતની ખાણી-પીણી અને તહેવારોની મીજબાની, શહેરની ફૂડ પસંદગીઓ સ્વાદથી ભરપૂર પરંપરાગત ખાદ્યસામગ્રીઓ ઉપર પોતાનો પ્રેમ પ્રદર્શિત કરે છે.
વર્ષ 2025માં, અમદાવાદના ફૂડ કાર્ટમાં વેજ પિઝા સૌથી ટોચના સ્થાન પર હતું, ત્યારબાદ લન્ચમાં વેજ થાળી અને બર્ગર ઉપર પસંદગી ઉતરતી જોવા મળી હતી અને અમદાવાદીઓ રોજિંદા સુવિધાયુક્ત રીતે પ્રાદેશિક વાનગીઓ અપનાવી રહ્યાં છે.
સમગ્ર ભારત કેવી રીતે સ્વિગી કરી રહ્યું છે તે પૈકી વિતેલા વર્ષ દરમિયાન અમદાવાદ શહેરની ઊભરી રહેલી ફૂડ હેબિટ્સ ઉપર ઉડતી નજર કરીએ.
શહેરની મનપસંદ ખાણી-પીણી
- કાર્ટમાં સૌથી ટોચ પર વેજિટેરિયન ડિશ છે. 8 લાખ ઓર્ડર સાથે વેજ પિઝા શહેરની સૌથી વધુ ઓર્ડર કરાયેલી ડિશ તરીકે ઉભરી આવી છે. ત્યારબાદ 4.9 લાખ ઓર્ડર સાથે વેજ થાળી તેની સૌથી નજીક છે. જ્યારે વેજ બર્ગરના 3.7 લાખ ઓર્ડર મળ્યાં છે, જે શહેરની મનપસંદ મિલ્સ સાથે તેની ફૂડ હેબિટ્સ દર્શાવે છે.
- ડેઝર્ટ માટેની પસંદગીઓમાં શહેરીજનોની પસંદગી પરંપરાગત વાનગીઓ તરફ ઢળતી જોવા મળે છે. ગુલાબ જાંબુ લિસ્ટમાં સૌથી ટોચ ઉપર છે, ત્યારબાદ ચોકોલેટ કેક અને કાજુ બરફી છે. અમદાવાદીઓએ વધુમાં કાલા જાંબુન (ગત વર્ષની સરખામણીએ 42% વૃદ્ધિ) અને મોહનથાળ (ગત વર્ષની સરખામણીએ 35% વૃદ્ધિ) પ્રત્યે પણ પોતાની પસંદગી દર્શાવી છે.
- શહેરની સવારની પસંદગી હળવા નાસ્તા ઉપર જોવા મળે છે, જેનું અનુમાન સરળતાથી કરી શકાય છે. બ્રેકફાસ્ટના ઓર્ડરમાં ઇડલી સૌથી ટોચ પર છે (પ્રતિ દિન લગભગ 95 ઓર્ડર), ત્યારબાદ સમોસા અને વેજ ઢોસા પસંદ કરવામાં આવ્યાં છે. બીજી તરફ સવારની શરૂઆત કરવા માટે મનપસંદ નાસ્તામાં વેજ વડા પાંઉ અને ઝિંઝર ટીનો પણ સમાવેશ થાય છે.
- સ્નેક-ટાઇમ (બપોરે 3થી સાંજે 7) દરમિયાન સ્ટ્રીટ-ફૂડ ઉપર વધુ પડતો ઝોક જોવા મળે છે. 26 લાખ ઓર્ડર સાથે આ લિસ્ટમાં વડા પાંઉ સૌથી ટોચ ઉપર છે, જ્યારે ત્યારબાદ વેજ પિઝા (1.12 લાખ ઓર્ડર) અને આલુ બર્ગરની પસંદગી જોવા મળે છે, જે સાબિત કરે છે કે સ્નેક ટાઇમમાં અમદાવાદીઓની પસંદગીઓ ટ્વિસ્ટ ધરાવે છે.
- લેઇટ નાઇટ્સ (રાત્રે 12થી 2 વાગ્યાં સુધી)ની પસંદગીઓ પણ સમાન પ્રકારની જ છે. વેજ પિઝા આ સમયગાળા દરમિયાન પ્રતિ દિન લગભગ 138 ઓર્ડર સાથે ટોચ પર છે. જ્યારે વેજ બર્ગર અને આલુ બર્ગર અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમ સાથે બર્ગર અમદાવાદીઓની સૌથી મનપસંદ ફૂડ આઇટમ છે.
- અમદાવાદની ખાદ્યપસંદગીઓમાં પણ મજબૂત પ્રાદેશિક પ્રભાવ જોવા મળે છે. શહેરમાં રાજસ્થાની વાનગીઓ શહેરમાં સૌથી ઝડપથી ઊભરી રહેલી કેટેગરી છે, જે ગત વર્ષની સરખામણીએ 38.2%ની વૃદ્ધિ દર્શાવે છે, જ્યારે બંગાળી વાનગીઓ ગત વર્ષની સરખામણીએ 31% વૃદ્ધિ દર્શાવે છે.
- અમદાવાદની ખાદ્યપસંદગીઓમાં કિંમતોનો પ્રભાવ પણ વિશેષ જોવા મળે છે. 99 સ્ટોર ઉપર, દરરોજ આશરે 140 વેજ બર્ગરનો ઓર્ડર થતો જોવા મળે છે જે તેને સૌથી વધુ ઓર્ડર કરાતી ડિશ બનાવે છે. પ્રતિ દિન 100 જેટલી વેજ થાળી સાથે, વેજ થાળી પણ લોકોની મુખ્ય પસંદગી છે.
- ટ્રાવેલ-ટાઇમ ખાણી-પીણીઓમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે. 2025માં અમદાવાદ જંક્શન ઉપર ટ્રેનમાંથી ફૂડ આઇટમના પ્રાપ્ત થતાં ઓર્ડરમાં 286%ની જોરદાર વૃદ્ધિ જોવા મળી છે, જે તે બાબત રેખાંકિત કરે છે કે ફૂડ ડિલિવરી કેવી રીતે મુસાફરીનો આવશ્યક ભાગ બની ગયો છે.
- પ્રોટીન વાસ્તવિક MVP છે. 2.13 લાખ ઓર્ડર સાથે, હાઇ-પ્રોટીન ફૂડ અમદાવાદની એક આગવી કેટેગરી તરીકે ઉભરી આવી છે.
બોલ્ટ સાથે ક્વિક ફૂડ ડિલિવરી શક્ય બની
- બોલ્ટ ઉપર, 1 લાખથી વધારે ઓર્ડર સાથે વેજ વડાપાંઉ ઝડપી ડિલિવરીની સૌથી ટોચની પસંદગી હતું, ત્યારબાદ આલુ બર્ગર (68,200+ ઓર્ડર) અને વેજ થાળી (66,500+ ઓર્ડર)નો ક્રમ આવે છે.
- રસમલાઇ બોલ્ટ ઉપર સૌથી વધુ ઓર્ડર કરાયેલું ડેઝર્ટ છે. અન્ય મનપસંદ ડેઝર્ટમાં રસગુલ્લા, કાનપુરી લડ્ડૂ અને કાજુ કતરીનો સમાવેશ થાય છે.
- બોલ્ટની ઝડપ! છાશની બોટલ ગ્રાહકને 3 મિનિટની અંદર ડિલિવર કરવામાં આવી હતી.
- વેજ બર્ગર અને આલુ બર્ગર ટોપ 2 ડિશ હોવાની સાથે લેઇટ નાઇટ ખાણી-પીણીમાં (રાત્રે 12થી 2) બર્ગર અને ફ્રાય સૌથી મનપસંદ સ્નેક આઇટમ બનીને ઊભરી છે. પોટેટો ફ્રાય સાથે ચિકન બર્ગર 3જા ક્રમ પર સરક્યું છે.
- છેલ્લી ઘડીની જરૂરિયાત? શહેરમાં સૌથી મોટો બોલ્ટ ઓર્ડર, દિવાળીની ઉજવણી પહેલા ગ્રાહક દ્વારા કરવામાં આવેલો કાજુ કતરીના 12 પેકેટનો ઓર્ડર હતો.
આ જોવા મળેલા વલણો ઉપર વિગતવાર માહિતી આપતાં સ્વિગી ફૂડ માર્કેટપ્લેસના ચીફ બિઝનેસ ઓફિસર સિદ્ધાર્થ ભાકૂએ જણાવ્યું હતું કે,“સમગ્ર ભારત ત્યારે પોતાની મનપસંદ વાનગીઓની મિજબાની કરી રહ્યું છે ત્યારે 2025માં ફૂડ આપણાં રોજિંદા જીવન અને ઉજવણીનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ બની રહ્યું છે. અમદાવાદ શહેરમાં, અમને પરંપરાગત વાનગીઓ અને સમગ્ર દેશની મનપસંદ ફૂડ આઇટમને સુવિધાયુક્ત રીતે મેળવવાના વલણ વચ્ચે અદ્ભુત સમતુલા જોવા મળી રહી. લેઇટ નાઇટ સ્નેક્સ મંચિગથી માંડીને પ્રિમિયમ ડાઇનિંગ આઉટ સુધી, અમદાવાદે પોતાની ખાદ્યપસંદગીઓ મારફતે ભવ્ય ખાદ્યવારસાનું પ્રદર્શન કર્યુ છે. ફૂડ એક ભાવના છે અને અમે શહેરના દરેક ખૂણે ખૂણે વન મીલ, વન સેલિબ્રેશન સાથે અદ્રિતીય ફૂડ એક્સપિરિયન્સ પુરો પાડવા માટે કટિબદ્ધ છીએ.”
ડાઇનિંગ આઉટ
- અમદાવાદના ડાઇનિંગ આઉટ કેટેગરીમાં 2025માં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. સ્વિગી ડાઇનઆઉટ મારફતે, 7.86 લાખ ડિનર્સનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરે એકંદરે રૂ.16.76 કરોડની બચત કરી હતી. જ્યારે મૂલ્ય-આધારિત આઉટિંગ્સની સંખ્યામાં વધારો થયો હોવાથી ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષ 51%નો મજબૂત વધારો નોંધાયો હતો.
- સ્વિગીની સાથે મોટી ઉજવણીઓ હંમેશા મોટી બચતમાં પરિણમે છે. અમદાવાદમાં એક ગ્રાહકે સિંગલ બુકિંગમાં અત્યાર સુધી નોંધાયેલી સૌથી વધુ રૂ.41,894ની બચત કરી હતી.
- સમગ્ર વર્ષ દરમિયાન પ્રિમિયમ ડાઇનિંગનો હિસ્સો નોંધપાત્ર જોવા મળ્યો હતો. અમદાવાદે 35,000થી વધુ પ્રિમિયમ ડાઇનિંગ બુકિંગ્સ નોંધાવ્યાં હતાં, જે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 128%ની વૃદ્ધિ દર્શાવે છે. કસ્ટમર હવે વધુને વધુ પ્રમાણમાં વિશેષ, ઊચ્ચ સ્તરનો એક્સપિરિયન્સ મેળવવાનું પસંદ કરે છે.
- ગ્રેટ ઇન્ડિયન રેસ્ટોરન્ટ ફેસ્ટિવલ (GIRF) 2025 દરમિયાન, અમદાવાદવાસીઓએ સામૂહિક રીતે રૂ.7.14 કરોડની બચત કરી હતી, જે ઉજવણીના ભાગરૂપે કરાતી મિજબાનીઓને ઊચ્ચ સ્તરનું મૂલ્ય ધરાવતાં અનુભવોમાં તબદિલ કરે છે.
- બહાર જમવા માટે વિશેષ પ્રસંગો ઉજવણીની મહત્ત્વપૂર્ણ ક્ષણ બની રહ્યાં છે. રૂ.33,024 સાથે નોંધાયેલા સૌથી મોટા બિલ સાથે ફાધર ડે નિમિતે વિશેષ આઉટિંગ સેલિબ્રેશન જોવા મળ્યું હતું. જ્યારે મધર ડે સેલિબ્રેશન દરમિયાન રૂ.23,279 અને વેલેન્ટાઇન ડેના રોજ રૂ.20,858નું સૌથી વધુ બિલ જોવા મળ્યું હતું.
અને રસપ્રદ માહિતીમાં ઉમેરો કરતાં, 2025 દરમિયાન ભારતના કેટલાક ફૂડ ટ્રેન્ડ્સ નીચે મુજબ છે
- એક દાયકાથી સૌથી મનપસંદ ફૂડ આઇટમ હોવાનો રેકોર્ડ ધરાવતી બિરયાની આ વર્ષે પણ ટોચ પર છે! 2025માં 93 મિલિયન બિરયાનીના ઓર્ડર સાથે (એટલે કે પ્રતિ મિનિટ 194 ઓર્ડર અને દર સેકંડે 3.25 બિરયાનીનો ઓર્ડર), તે નિર્વિવાદિત રીતે ગ્રાહકોની નંબર 1 પસંદગી છે. આ વાત સાબિત કરે છે કે ટ્રેન્ડ્સ ભલે આવે કે જાય, આ સુંગધીદાર વાનગી માટે ભારતીયોનો પરંપરાગત પ્રેમ હંમેશા બરકરાર રહેવાનો છે. સૌથી વધુ સંખ્યામાં રિપીટ ઓર્ડર્સની સાથે બિરયાનીના વિશ્વમાં ચિકન બિરયાની (57.7 મિલિયન ઓર્ડર) સૌથી પસંદ કરાયેલી બિરયાની છે.
- 2 મિલિયન ઓર્ડર સાથે બર્ગર સૌથી વધુ પસંદ કરાયેલું સ્નેક છે, ત્યારબાદ પિઝાના 40.1 મિલિયન ઓર્ડર નોંધવામાં આવ્યાં હતાં. 26.2 મિલિયન સાથે વેજ ઢોસા ભારતીયોની વધુ એક ફેવરિટ ડિશ છે, જે સાબિત કરે છે કે આ ક્રિસ્પી, ગોલ્ડન ક્લાસિક ફૂડીઝની મનપસંદ ફૂડ આઇટમ છે.
- સ્નેક ટાઇમ (બપોરે 3થી સાંજે 7) એક એવો સમય છે જ્યારે આપણે બધા કંઇકને કંઇક નાસ્તો કરવાનું પસંદ કરીએ છીએ. બર્ગર સૌથી વધુ ઓર્ડર કરાયેલું સ્નેક છે, જેમાં ચિકન બર્ગર સૌથી ઉપર (6.3 મિલિયન ઓર્ડર) અને વેજ બર્ગર 4.2 મિલિયન ઓર્ડર સાથે બીજા ક્રમ ઉપર છે. અન્ય પસંદગીના સ્નેક્સ ચિકન રોલ (4.1 મિલિયન ઓર્ડર), વેજ પિઝા (3.6 મિલિયન ઓર્ડર) અને ચિકન નગેટ્સ (2.9 મિલિયન ઓર્ડર) છે.
- 2025માં સ્નેક ટાઇમ (બપોરે 3થી સાંજે 7) દરમિયાન 3.42 મિલિયન સમોસા અને 2.9 મિલિયન અદરક ચા સાથે ચા-સમોસા ભારતીયોની પસંદગીની સ્નેક આઇટમ છે.
- ડેઝર્ટ ડિલાઇટઃ 9 મિલિયન ઓર્ડર સાથે વ્હાઇટ ચોકોલેટ કેક ચાર્ટમાં ટોપ પર છે ત્યારે 2025માં દેશી ફેવરિટ્સ માટે પણ વિશેષ પસંદગી જોવા મળી હતી. ઓર્ડર કરાયેલા ટોપ 3 ડેઝર્ટમાં ચોકોલેટ કેક (5.4 મિલિયન ઓર્ડર) અને ગુલાબ જાંબુ (4.5 મિલિયન ઓર્ડર)નો સમાવેશ થાય છે. ભારતીય મીઠાઇઓમાં કાજુ બરફી (2 મિલિયન ઓર્ડર) અને બેસન લડ્ડુ (1.9 મિલિયન ઓર્ડર) સાથે અનુક્રમે 2જા અને 3જા સ્થાને છે.
- 3 મિલિયન ડાર્ક ચોકોલેટ આઇસક્રીમ અને 2.6 મિલિયન ચોકોલેટ સન્ડેઝ ઓર્ડર સાથે આઇસક્રીમમાં સમગ્ર વર્ષ દરમિયાન ચોકોલેટ ફ્લેવર ઉપર સૌથી વધુ પસંદગી ઉતારવામાં આવી હતી.
- વૈશ્વિક વાનગીઓની પણ હવે કાર્ડમાં એન્ટ્રી જોવા મળી છે, જેમાં મેક્સિકન (16 મિલિયન ઓર્ડર), તિબેટિયન (12 મિલિયન+ ઓર્ડર), કોરિયન (4.7 મિલિયન ઓર્ડર) વાનગીઓ ગ્રાહકોની સૌથી પસંદગીની વાનગીઓ બની રહી છે. 2025માં માચા સૌથી વધુ સર્ચ કરાયેલી વૈશ્વિક વાનગી હતી.
- સ્થાનિક વાનગીઓની પસંદગી સાથે હાઇપરલોકલ નવી ઓથેન્ટિક વાનગી છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં પહાડી વાનગીએ 9x વૃદ્ધિ જોવા મળી છે, જ્યારે માલબારી, રાજસ્થાની, રાલવાની અને અન્ય પ્રાદેશિક વાનગીઓમાં પણ લગભગ બે ગણો વધારો જોવા મળ્યો છે.
- કોઇપણ શંકા વગર, મીલટાઇમ માટે ડિનર સૌથી મોટો બાહુબલી છે, જેમાં લંચ ઓર્ડર કરતાં આશરે 32% વધુ ઓર્ડર જોવા મળે છે.
- મોટું મન, મોટી ઉજવણીઃ હૈદરાબાદમાં એક ગ્રાહકે સિંગલ ઓર્ડરમાં રૂ.47,106 ખર્ચ્યા હતા અને ફેસ્ટિવ સમયગાળાની શરૂઆતમાં ઓગસ્ટમાં ડ્રાય ફ્રુટ કૂકીઝ ગિફ્ટ પેકના 65 બોક્સનો ઓર્ડર કર્યો હતો.
- મુંબઇના એક ફૂડીઝે “ડાઇનિંગ ઓલ ધ ડે”ની વ્યાખ્યા નવેસરથી કરી છે અને 2025માં 3,196 ફૂડ ઓર્ડર કર્યા છે. તે લગભગ દરરોડના 9 ફૂડ ઓર્ડર છે – જે દેશમાં સૌથી વધુ હતા.
- જ્યારે જબરજસ્ત ભૂખ લાગી હોય ત્યારે બોલ્ટ સાથે ઝડપી ફૂડ ડિલિવરી એક સરળ વિકલ્પ છે. સૌથી વધુ સંખ્યામાં ડિલિવરી બેંગલુરુમાં જોવા મળી હતી, ત્યારબાદ હૈદરાબાદ અને મુંબઇનું સ્થાન જોવા મળે છે. બોલ્ટ ઉપર અમદાવાદ, જયપુર, વિઝાગ અને કોચી પણ બોલ્ટ માટે ઊભરી રહેલા બજાર છે.
- રસપ્રદ રીતે, મુંબઇમાં એક ગ્રાહકે 99 સ્ટોર ઉપર 15 દમ ચિકન બિરયાની, 10 પ્લેટ ચિકન મીટબોલ કબાબ, 5 પ્લેટ ફલાફલે ખાસ અને પેપર પનીર બિરયાની અને 100 ગુલાબ જાંબુના ઓર્ડર કર્યા હતા. કોઇ મોટી પાર્ટીનું આયોજન હશે!
- અમારા પ્રયત્નોને સાર્થક બનાવવામાં અમારા ડિલિવરી પાર્ટનર્સનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે, જેમણે તેની ખાતરી કરી છે કે ગરમાગરમ ભોજન સાથે તમારા ચહેરા ઉપર હાસ્ય લાવીને તમારી ભૂખ સંતોષે છે! અમારા ડિલિવરી પાર્ટનર્સે આ વર્ષે 24 બિલિયન કિલોમીટરની સફર કરી હતી – જે કાશ્મીરથી કન્યાકુમારી સુધી 3,40,000 વખત અંતર કાપવા બરાબર છે અને તે પણ ચાની ચુસ્કી માટે ઊભા રહીને!
- બેંગલુરુના અમારા ડિલિવરી પાર્ટનર મોહમ્મદ રાઝિકે આ વર્ષે અદ્ભુત 11,718 ઓર્ડર ડિલિવર કર્યા છે, જ્યારે 2025માં ચેન્નાઇના અમારા ડિલિવરી પાર્ટનર પૂનગોદી 8196 ઓર્ડર ડિલિવર કરીને મહિલા પાર્ટનર્સમાં સૌથી આગળ છે.
અહીં 2026ની કેટલીક સ્વાદિષ્ટ વાનગીઓ આપી છે!
નોંધઃ અહીં રજૂ કરાયેલા તમામ આંકડાઓ 1 જાન્યુઆરીથી 30 નવેમ્બર, 2025 સુધી એકત્રિત કરાયેલા આંકડાઓ ઉપર આધારિત છે.
¤¤¤¤¤¤¤¤¤¤¤¤
